STORYMIRROR

Kalpesh Patel

Drama Inspirational

4  

Kalpesh Patel

Drama Inspirational

મધુરજની

મધુરજની

4 mins
878

મારી સહેલીઓ એવી વાતો કર્યા કરતી હતી કે લગ્ન અને મધુરજનીનો પ્રસંગ એ કોઈ પણ કોઢભરી છોકરીના જીવનની સૌથી ખુશી અને રોમાંચ ભરી ક્ષણો હોય છે. જેની કોઈ પણ તરુણાવસ્થાથી આતુરતાથી રાહ જુએ છે. આ આતુરતાની ક્ષણો મારા જીવનમાં પણ આવી હતી, પરંતુ માફ કરશો મને મારી જિંદગીના આવા અમુલ્ય ગાળા દરમ્યાન કોઈ ખુશી કે થનથનાટ નહોતો થયો . હકીકતમાં, મારા ભાભી તેઓના કાકાના છોકરાની મારા માટે વાત લાવ્યા અને ઘરના સર્વે લોકોએ તે વધાવી લીધી અને જોત જોતામાં મારા લગ્ન તે છોકરાની સાથે થઈ પણ ગયા.

સ્વપ્ન સમાન જીંદગીની આ મહત્વની બીના, મારી જિંદગીમાં ઘર ઘરની રમત સમાન વીતી અને સૌ લાંબા ટૂંકા લગ્નની વ્યવસ્થાના વખાણ કરતાં વિખરાઈ ગયા. અને પ્રસંગની દોડધામ પછીની એકલતામાં મારા મનમાં તુમુલ મનોમંથન ચાલતું હતું. જે છોકરા સાથે,મે લગ્ન કર્યા છે તે કોઈ પણ રીતે મારા સપનાના કલ્પેલ રાજકુમાર સાથે મેળ ખાતો નહતો. નાનું બેઠી દડીનું કદ, શ્યામ વર્ણ, દુર્બળ શારીરિક બાંધો, ચહેરાની સૌમ્યતાને બગાડતાં ખીલના ડાઘા અને બાકી હતું તો તેમાં અભિવૃતિ કરતાં બિલોરી કાચના ચશ્મા. હોય કોઈ કુંવારીના સ્વપ્નામાં આવો રાજકુમાર ?

મીંઢળ બાંધેલા મેંહદી મૂકેલા હાથમાં મારા ભવિષ્યને સામે રહેલા અરીસામાં મારી છાયા જોતાં એક નિસાસો હૈયામાથી અજાણતા સરી પડ્યો. આ મારી બેસુમાર સુંદરતાનું કોઈ હવે મહત્વ નહતું. મારી સહેલીના વ્યંગ મને અકળવતા હતા. "કાગડો દંહીથરૂ ઉપાડી ગયો." સહેલીઓએ મારા રૂપ અંગેની ભરેલી હવાના જોરે, હું સમજણી થઈ ત્યારથી મનને અનુરૂપ રાજકુમાર જેવા જીવન સાથીની પરિકલ્પનાની આસામી હતી, પરંતુ વધુ પડતી વડીલોની આમન્યાને લીધે તે પરિકલ્પના આખરે ઠગારી નીવડી હતી. આખોય જન્મારો મનોમન હવે બદસૂરત ભરથાર "શુશીલ" સાથે વિતાવવાનો હતો તે હવે નરી વાસ્તવિકતા હતી.

એક આંસુનું બિંદુ ચહેરા ઉપરના મેકઅપમાં લિસોટો પાડતું સરી રહ્યું હતું, ત્યાં ભાભીએ ખંડમાં પ્રવેશ કર્યો અને બોલ્યા, "ઓ ચાલો નણદબા વિદાય વેળા આવી પહોચી છે, તમારા માટે ભલે તમારું સાસરું અજાણ્યું હશે પરંતુ તે મારૂ જાણીતું છે. કુમાર તમારું, તેમની આંખના કાજળની માફક જતન કરશે તેની મારી ખાતરી અને ક્યાં દૂર છો આવતા જતાં રહેજો."

દિલની આંખના દ્વારે વહેતી વ્યથાને હવે ધરબ્યા વગર છૂટકો નહતો, તેથી આખરીવાર હું મન મૂકીને મારા ખંડની દરેક ચીજ વસ્તુઓને ધરાઈને નિરખવા માંગતી હતી, લગ્ન વિધિ છેક બપોરે ત્રણ સુધી ચાલેલી હતી અને વળવવાનું મુર્હુત ગોધૂલિ વેળાએ હતું. અને આ છેલ્લી પળોમાં ખિન્ન હૃદયે મારા સમણાઓ નું રુદન પડઘાતું હતું

 

હૈયે વસેલા સમણાઓ ખમૈયા કરો,

નીતરીને પણ, રાખજો મહિમા મહિયરનો

 ગોધૂલિ વેળાએ સ્હેજમાં પાછા ફરવું પડશે,

ત્યારે, સરનામું શોધી વાંહે ના પડશો વીરા,

હૈયે વસેલા સમણાઓ ખમૈયા કરો,


ઓસતણાં શણગારથી ફૂલો નથી પોંખાતા કદી,

નથી ચણવી, સમણાકેરી ભીંત હૃદય ફરતે,

કોડ તો ઉગાડવા પડશે નવા રૂપ રંગે,

સાબૂત “રાખ”વા મહિમા મહિયરની, 

હૈયે વસેલા સમણાઓ ખમૈયા કરો,

 

મારો ભરથાર, લગ્નથી મધુરજની( હનીમૂન) સુધીની મુસાફરીમાં તે દરેક ક્ષણે મારી સાથે રહેવાનો સભાન પ્રયત્ન કરતો રહ્યો અને હું કોઈ બહાને તેનાથી દૂર રહેતી, એકલી રહેવાનુ ટાળતી. તેમ છતાં તે, કોઈ બહાને પાસે આવવા માંગતો. પણ હજુ એકાંતની પળમાં અમે નહતા. હું પણ મધુરજની પળો વિષે મૂંઝતી રહેતીહતી. આખરે માથેરાન મુકામે મધુરજની માટે જવાનું નક્કી થયું ત્યારે મારી મુઝવણ પરાકાષ્ટાએ હતી.

હિલસ્ટેશન પહોચી, હોટેલે પહોચ્યા, તો તેઓ બૂકિંગ ફોર્માલિટી અને ટેક્સીમાંથી સમાન ઉતરાવતા હતા ત્યારે મારૂ અંતરમન હજુ પણ સતત દુરાઇ દાખવી હકીકતથી દૂર ભાગી ચિંતિત થઈ રહ્યું હતું. હું રૂમની ચાવીઓ લઈ સીધી ઉપર રૂમમાં પહોચી ગઈ. અને સીડી ચડવાનો થાક ઉતારવા બેઠી હતી.

ત્યાં નીચે હૉલમાં કોલાહલ સંભળાયો જોયું તો એક મહિલા દોડી રહી હતી અને પાછળ મારો ભરથાર ઝડપથી પાછળ દોડતો હતો. સાડી પકડી દોડનાર મહિલાની પાછળ મારા પતિની દોટ અને તેમની પાછળ ચાર-પાંચ લોકોનું ટોળું છે. મારો આત્મા ધ્રૂજ્યો. હે ભગવાન ! શુશીલ -રૂપમાં વધારો કરતું આવું બેહૂદું વર્તન ! મારૂ માથું ચક્કર ખાઈ રહ્યું હતું અને હું બેડ પર ફસડાઈ પડી.

દરવાજાની ઘંટડીથી મારી મૂર્છામાં કળ વળી. દરવાજો ખોલતા બહાર એક ગાર્ડ જોયો. તેણે મને પૂછ્યું કે "શું તમે શુશીલકુમારના પત્ની છો ?" તેથી મારો શંશય, આત્મવિશ્વાસમાં ફેરવાઈ ગયો. હવે શું થશે ? હે ભગવાન આ શુશીલના શીલને બચાવવા મારે પોલીસ સ્ટેશને જવું પડશે મારા પતિને નિર્દોષ હોવાની વાર્તા કરવી પડશે.

હું તેની સાથે ધ્રુજતા પગે પગથિયાં ઉતરતા નીચે આવીને તે ફ્લોયર વટાવી ઊંચા જીવે હોટેલના દ્વારે પહોચી ત્યારે. તે દોડી રહેલી મહિલા હીબકાં લેતી રડતી આવી મને જોરથી વળગીને હચમચાવી દીધી. મારે તેને શું કહેવું તે સુજતું નહતું. મે પહેલીવાર “નેણથી નેણ” મેળવી મારા ભરથાર શુશીલને જોયો અને અમારી નજર એક થતાં તે નીચું જોઈ ગયો.

મને વળગેલી મહિલાએ કહ્યું તમારા પતિએ અમારું બધુ લૂંટાતા બચાવ્યું છે બહેન.' તે ગભરાયેલ હતી તેઓ પણ મધુરજની માટે આવેલા હતા અને ભારે સાડી અને ઘરેણાં પહેર્યા. તેને કહ્યું બહેનજી મારા પતિ  રિસેપ્શનની ચાવી લઈ રહ્યાં હતા હતો, ત્યારે એક લફંગાએ મારા ગાળાનો ડાયમંડનો હાર ખેંચ્યો અને ભાગ્યો ત્યારે બહાર ઉભેલા તમારા પતિએ જીવને જોખમમાં મૂકી તેની પાછળ દોટ મૂકી, તે લફંગાને પકડી નીચે પટકી હાર પાછો લઈ લીધો હતો.  

મે આખી વાત જાણ્યા વગર શુશીલ વિષે કેવું વિપરીત વિચારી લીધું ? મારા ઉપર મને તિરસ્કાર થતો હતો, ખૂબ જ શરમ આવતી હતી. પછી લોકો આઘા-પાછા થતાં, શુશીલને હોટેલના સોફા ઉપર બેઠેલા જોયા. તેમના પગમાં ઈજા થઈ હતી અને હજુ લોહી વહી રહ્યું અને એક માણસ ડ્રેસિંગ કરી રહ્યો હતો. મેં દોડીને તેને ગળે લગાવી અને રડવાનું શરૂ કર્યું.

મનોમન મને ભાભીની પસંદ ઉપર હવે નાઝ થતો હતો. તેઓએ મને પ્રેમથી અળગી કરી કહ્યું, "કંઈ વધારે ઇજા નથી થઈ, બેરેબલ પેઇન છે, ચિંતા ના કરીશ, હું બરાબર છું."

હું તેઓને કહેવા માંગતી હતી કે. આ પાશ્ચયાતાપ મિશ્રિત ખુશીના આંસુ છે, તે ને વહેવા દો પ્રિતમ, આ આંસુડાઓ, જેથી મારા મગજની રહી સહી બધી ગંદકી ધોવાઈને નિર્મળ બને, પરંતુ તે હજુ મમતા ભરેલ આલિંગમમાં જકડાયેલ હોઇ થોડો સમય અમે દુનિયાથી બેખબર બીજી દુનિયામાં હોઈએ તેમ અમને બંનેને લાગ્યું હતું. જ્યારે હોટેલવાળો સંતરાનો જ્યુસ લઈ આવ્યો ત્યારે ભાવ સમાધિ છૂટી. ત્યારે મારી નજરે ..

જગત મલકે તારા ચમકે.. હૈયાં છમકે અને હવે નવોઢા પણ મલમલ મલકે...

હવે મારી સામે સામે એક ખૂબ જ સુંદર, તેજસ્વી, મજબૂત કદનો-રાજકુમાર હતો જે મારો પહેલો પ્રેમ પણ બની ગયો હતો. મારા સપનાનો રાજકુમાર હતો. જે ફક્ત આજન્મ સાથે જ નહીં, હવે જ્ન્મોજ્ન્મના સાથી બનવા “સંસાર પથમાં” પગલી માડી રહ્યા હતા .


Rate this content
Log in

Similar gujarati story from Drama