Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Tragedy

2  

Pravina Avinash

Tragedy

મસ્તક ઝુકી ગયું

મસ્તક ઝુકી ગયું

4 mins
7.5K


ઝરણા સાત વર્ષની થઈ ત્યાં સુધી નખમાં પણ રોગ ન હતો. ઝરણા ખળખળ વહેતાં ઝરણા જેવી લાગે. તેનું હસવું ખૂબ મનમોહક. નજરમાં જાણે દુનિયાભરની આતુરતા છલકાતી હોય. અમર અને આરતીને લગ્નના દસ વર્ષ પછી દીકરીના કોડ પૂરા થયા. ખુશી જાણે ચારેકોર ફેલાઈ રહી હતી.

‘ઝરણા શાળાએ નથી જવાનું?’

‘મમ્મી પાંચ મિનિટ સૂવા દેને!'

આરતીને દયા આવતી, તેને ખબર હતી જો ઝરણા સ્કૂલની બસ ચૂકી જશે તો અમર તેને શાળાએ મૂકવા જશે. બાજુના ફ્લેટમાં રહેતા શાંતિકાકા રોજ સાંજે ઝરણાને પોતાને ત્યાં લઈ જાય. સરલાકાકી તેને માટે બજારમાંથી લાવ્યા હોય તે આપે, બદલામાં મીઠું ચુંબન બન્નેને મળે. તેમના બાળકો મોટા થઈ ગયા હતા. દીકરી અમેરિકા અને દીકરો લંડન. જ્યારે સમય મળે ત્યારે થોડા દિવસ આવી ઘરને અનંદથી ભરી ઉડી જાય. કાકા, કાકી સાથે ત્રણેક વાર વિદેશ જઈ આવ્યા હતા. ત્યાં બહુ ફાવે નહી.

ઝરણાને હવે આદત થઈ ગઈ હતી. ઝરણા નવેક વર્ષની થઈ છેલ્લે થોડાક દિવસોથી તેના શરીરમાં ઝીણો તાવ જણાતો હતો. ડૉક્ટર પાસે લઈ ગયા, સામાન્ય તાવ છે કહી બહુ ગણકાર્યું નહી. તાવ લાગલગાટ બે મહિના સુધી ચાલ્યો એટલે ઝરણાના પપ્પા અને મમ્મીને ચિંતા થઈ. તેના લોહીના રિપૉર્ટ કઢાવ્યા.

હવે શરીરના લોહીમાં લાલ કણ આખા શરીરમાં ઓક્સિજન પૂરો પાડે. સફેદ કણ રોગ સામે પ્રતિકાર કરે અને પ્લેટલેટ્સ લોહીને વહેતું હોય ત્યારે તેના પર કાબૂ રાખે. ‘ મેરૉ’ એ હાડકાંમા રહેલાં નરમ ટિશ્યુ છે જે લોહીના કણ પેદા કરવામાં મદદ કરે છે. હવે આ લોહી ઉત્પન્ન કરનાર સેલ્સ ઈમેટ્યોર હોય છે. તે લાલ કણ, સફેદ કણ કે પ્લેટલેટ્સ બનાવે. જીવવા માટે આ હાડકામાં રહેલો ‘મેરો’ અને લોહીના કણ તંદુરસ્ત હોવા આવશ્યક છે.

ઝરણાનો તાવ આટલો બધો ગંભીર નીકળશે તે માનવામાં આવતું ન હતું. ચિંતાના વાદળા ઘેરાઈ ગયા. આંખોની ઉંઘ વેરણ થઈ. આરતી અને અમર હતપ્રભ થઈ ગયા. શાંતિકાકા અને સરલાકાકી વહારે ધાયા. ઝરણા તેમને પોતાની દીકરી જેટલી વહાલી હતી. ઝરણાને તો કાંઈ ફરક પડતો નહી. નાની બાળા શું સમજે? મમ્મી અને પપ્પાના મોઢા પરથી આનંદ ઉડી ગયો હતો. બન્ને જણા હસવાનું ભૂલી ગયા હતા.

આ દર્દ ને કારણે હવે ધીરે ધીરે ઝરણા ફિક્કી પડવા લાગી. ડૉક્રટરના કહેવા પ્રમાણે ‘બૉન મેરૉ’ ટ્રાન્સપ્લાન્ટ તેનો ઉપાય હતો. આના સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. બૉન મેરૉ ટ્રાન્સપ્લાન્ટથી બિમાર સેલ્સની જગ્યાએ તંદુરસ્ત સેલ્સ બની શકે. જે લોહી બનાવે તે સેલ્સ ને ‘બ્લડ સેલ્સ સ્ટેમ ‘ પણ કહે છે.

અમર અને આરતી સહુ પ્રથમ તૈયાર થયા. તેમના ‘બૉન મૅરો’ મેચ ન થયા. માનવામાં ન આવ્યું કે તેમની ‘બૉન મૅરો’ ટેસ્ટ ફઈલ ગઈ. સરલા કાકી અને શાંતિકાકા પણ પાછળ ન રહ્યા. તેમણે પણ આપવાનું નક્કી કર્યું. નસીબ બે ડગલા આગળ. કામયાબી ન મળી.

ઝરણાને હવે હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની બિમારી ગંભીર સ્વરૂપ પકડી રહી હતી. એક દિવસ તેના રૂમ પાસે સાધારણ દેખાતો ૩૦ વર્ષનો યુવાન ઉભો હતો. કપડાં પણ ફાટેલા હતા. તેના મુખ પર કંઈક એવા ભાવ હતા જે કળવા મુશ્કેલ હતા. જ્યારે માણસ પાસે પૈસો હોય છે ત્યારે તેના મોઢા પરની ચમક દમક અલગ તરી આવે છે.

આરતી જરા નારાજગીથી બોલી, ‘ભાઈ અત્યારે મારી દીકરી સખત બિમાર છે. તને મદદ કરવા માટે મારી પાસે કાંઈ નથી’ ! આવનાર વ્યક્તિ કશું જ બોલી ન હતી.

ત્યાં અમર અવાજ સાંભળીને આવ્યો. ‘જરા પ્રસંગની ગંભીરતા વિચાર અને હાલતો થા.' દીકરીની હાલત અમરને ભાન ભૂલાવતી. કદી ઉંચો અવાજ ન કાઢનાર અમર વિવેકને વિસરી ગયો.

આવનાર આંગતુક ખૂબ નરમ જણાયો. ત્યાંથી હટવાનું નામ લેતો ન હતો. અચાનક આવા વ્યવહારથી જાણે તેની વાચા હણાઈ ગઈ. બોલવા માટે તેના હોઠ પણ ન ફફડ્યા.

લગ્નના દસ વર્ષ પછી ઝરણાએ આવી ઘરને સંગીતમય બનાવ્યું હતું. એ ઝરણા લાચાર હાલતમાં હૉસ્પિટલના ખાટલે પડી હતી. દિવસે દિવસે તેનું તેજ અને હાસ્ય વિલાતા જતા હતા. ક્યા માતા પિતા બાળકને આમ અસહાય દશામાં નિરખી શકે ? તેને કારણે, હવે અમરનો ગુસ્સો ગયો. હાથ ઉગામવા જતો હતો, ત્યાં ડૉક્ટર જાડેજા બારણામાંથી અંદર આવી રહ્યા હતા.

સારું હતું ઝરણા સૂતી હતી. આરતીને નવો માણસ ગમ્યો નહી તેવા ભાવ તેના મુખ પર તરી રહ્યા હતાં. શાંતિકાકા અને સરલા કાકી બોલ્યા વગર ખુરશી પર બેઠા બેઠા શું થઈ રહ્યું છે તે જોઈ રહ્યા હતા.

ડૉક્ટર જાડેજા, અમરનો હાથ ઉગામેલો જોઈને અંગ્રેજીમાં બરાડો પાડી બેઠા. ” Are you out of your mind ! mr. Amar.'

અમરનો હાથ હવામાં રહી ગયો. આરતી વિચારી રહી, ડૉક્ટર જાડેજાનું ઠેકાણે તો છે ને ! શાંતિકાકાના મુખ પરના ભાવ વિચિત્ર હતા. સરલાકાકીને કાંઈ ગતાગમ પડી નહી.

'મિસ્ટર અમર, આ આવનાર વ્યક્તિ સીધી લેબ ઉપરથી આવે છે. તે મારી બ્લડ બેંકમાં લોહી ડૉનેટ કરવા આવ્યો હતો. જસ્ટ મારી લેબ ટેકનિશ્યને ચાન્સ લીધો. તેના ‘બૉન મેરૉ’ ઝરણાને મેચ થાય છે. ખૂબ સાધારણ સ્થિતિ છે. પણ મારા કહેવાથી ‘બૉન મેરૉ’ ડોનેટ કરવા આવ્યો છે!' તમારી દીકરીના પ્રાણ બચાવનાર ફરિશ્તો છે !’

તેમની દીકરીને માટે તો એ ભગવાન બનીને આવ્યો હતો ! અમર અને આરતી એ અજાણ્યા સાથે બેદરકારીથી વર્ત્યા તે બદલ શરમિંદા બન્યા. બન્નેના મસ્તક એ સાધારણ દેખાતા વ્યક્તિની સમક્ષ ઝુકી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy