Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy Drama

2  

Vijay Shah

Tragedy Drama

સપ્તપદીની પ્રતિજ્ઞા (૯)

સપ્તપદીની પ્રતિજ્ઞા (૯)

7 mins
7.1K


સુશીલા અને શૉન બંનેનું મોત અકસ્માત જ હતો છતાં સારવારનાં નામે લવાયેલી નાની બેન વંદના ઉપર ધીરીબા શકની નજરે જોતા હતા. બે બેનો તેમના બચપણમાં તો ખૂબ જ ઝઘડતી..પણ લગ્ન પછી હવે શક સ્પર્ધા કે શંકા કરવા જેવું કશું જ રહ્યું નહોતું.

શશી રાત્રે હવે બીયર નહોતો પીતો. નવોઢા વંદનાની વાતો સાંભળતો અને સુશીલા જેવી દેખાતી વંદનાને જોતો અને ભૂતકાળમાં ગરકાવ થઈ જતો. શૉન તો હજી માંડ માંડ પપ્પા બોલતો થયો હતો તેથી માયા હતી પણ સુશીલા હજી ભુલાતી નહોતી. શ્યામા દી’ કહેતી વિપદનું શ્રેષ્ઠ ઓસડ દહાડા…જનારા પાછળ જવાતું નથી અમે જનારું કદી પાછું આવતું નથી તેને ભુલવું જ રહ્યું..

વંદનાને તે દિવસે એક કુટીલ વિચાર આવ્યો..સાંજે ટીવી સામે બેઠેલ શશી પાસે બીયરના બે કેન મુક્યા અને પોતે ભારે મેક અપ કરી સુશીલા બનીને આવી અને બીયર કેન ખોલીને હાથમાં આપ્યું. સુશીલાની પધ્ધતિ એ તેને રીઝવવા મથતી રહી.

શશી જ્યાં સુધી બીયર પીતો નહોતો ત્યાં સુધી બહુ ધ્યાન આપ્યા વિના કહી દીધું “વંદના મેક અપ કરીને આવશો તો કંઈ સુશીલા નથી થવાવાનું..”

“કેમ હું માણસ નથી? મને પરણીને લાવ્યા છો. હું સજીને કદી પતિને રીઝવી ના શકું?”

“હા વંદના તરીકે રહો તો હા પણ સુશીલાનો આભાસ પેદા કરો તો મને થતા દુઃખમાં વધારો થાય એ સમજો છો ને?”

"હા પણ હવે બનવા કાળ બધું બની ગયું છે… તમારી સુશી દિવંગત છે પણ તમે હજી તે અંગારને ઠંડો પડવા જ નથી દેતા… કમસે કમ મારી પાસે તો સુશીને યાદ કરી મને શું કામ દંડો છો?"

એના મારી સાથેના લગ્નજીવનના બે વર્ષની યાદોમાં હું તરબતર છું મને તેમાંથી બહાર નીકળવા થોડો સમય તો લાગેને?

“મારો પતિ મારી હાજરીમાં મારી શોક્યને યાદ કરે તે હું કેમ સહું? અને શા માટે સહું? વંદનાના કોહાડા જેવા સીધા પ્રશ્નો સામે વિફરીને શશી બોલ્યો "તે તારી મોટી બેન છે શોક્ય હરગીઝ નથી સમજી?”

“ચાલો હું સાબિત કરી આપું કે તે શોક્ય છે તો?”

“એવું ના બોલ તને લાવવાનું કારણ તો તને ખબર છે..સુશીલા અને શૉનને જાળવવા માટે કાયદાની છટક બારીનો ઉપયોગ કર્યો હતો… તું મારા માટે પત્ની ક્યારેય નહોતી હા મારી સુશી ને સાચવીશ તે માત્ર એક આશા હતી સમજી?"

વંદના કહે “ધીરીબાના વિરોધ ઉપર હું આવી કારણ કે મારે અમેરિકા આવવું હતું. અને શશી જેવો પતિ મળતો હતો તે બીજું કારણ હતું..અને સુશીલા ના હોય ત્યારે તેનું ઘર અને વર મને જ મળવાનો હતોને? મારે તો પાંચેય આંગળા ઘીમાં હતા.. સારા નસીબે તે વહેલી ગઈ અને તેના દીકરાને સાથે લેતી ગઈ.. હું તો છુટી પણ..શશી હજી મારો થતો નથી તેનું શું?”

“સુશીલા તારા જેવી આખાબોલી અને મુંહફટ નહોતી. મારું માન રાખતી હતી અને તારા જેટલી ઉતાવળી પણ નહોંતી..”

“તેથી તો તેને મારી શોક્ય કહું છું. તેનામાંથી તમે બહાર જ નથી આવતા.. હા હું ધીરી બાનો ચહેરો લઈને આવી પણ રંગ જબાન અને બધો મારો સ્વભાવ પરભુ બાપા જેવો છે..અને તેથી ફરી કહું હું વંદના છું સુશીલા નથી તે વાત તમારા મનમાં જલ્દી ગાંઠે બાંધી લ્યો.. આજે હું મારું ધાર્યુ કરવાની જ છું. મારા બાપાની જેમ જ..”

“એટલે ?”

“આજે હું તમને છોડવાની નથી… શોક ૧૨ દિવસ હોય.. આજે તો ૨૧ દિવસ થયા. અને મને અહીં આવે બે મહીના.”

“ગાંડી થઈ છું? જે મર્યું જ નથી તેનો તો કંઈ શોક હોય?”

“કેમ?”

“સુશીલા જાણે હયાત હોય તેમ વંદના સામે તેની આંખો ચકળ વકળ થવા માંડી. આ સુશી તો અહીં જ સામે ઉભી છે.”

“હેં?”

“હા તને તે દેખાતી નથી ?”

“પણ એનો તો દેહ પણ ભસ્મ થઈ ગયો છેને?”

“પણ તેનો આત્મા હજી અહી છે. મારી સામે ખડખડાટ હસે છે…” અને શશી હસ્યો..બરોબર સુશીલાની જેમ…

વંદનાએ ડરનાં માર્યા આંખ બંધ કરી દીધી…અને સુશીલાનું હસવુ ધીમે ધીમે મોટું થતું ગયું…ત્યાં શૉન બોલ્યો..માસી…. બીલાડીની માંસી અને મ્યાઉં મ્યાઉં જેવા અવાજો શશી કાઢવા માંડ્યો.

વંદના ડર્યા વિના અવાજોની દીશામાં ફરી અને જોરથી પાછળનો પડદો ખોલી નાખ્યો.. ત્યાં તો કોઈ નહોતુ…પહેલી વાર ભયનું લખલખું તેના દેહમાંથી પસાર થઈ ગયું ક્ષણ ભર શાંતિ રહી અને બાળક્નો ખડખડાટ હસવાનો અવાજ શશીની પાછળથી આવવા માંડ્યો.

વંદના ફરીથી ઉભી થઈ અને શશીની પાછળનો પડદો ખોલી નાખ્યો..ત્યાંય કશું જ નહોતું..શશીની આંખો હજી ચકળ વકળ થતી હતી. વંદનાએ શશીને કહ્યું “શશી આ શું થાય છે?”

સાવ સહજ અવાજે તે બોલ્યો..”સુશીલા અને શૉન આ અહીં ઉભાં.” અને ફરીથી તેણે હસવાનું ચાલુ કર્યુ..અદ્દલ સુશીલા જેવું જ. “આજા રાજા..શૉન બેટા…” પાછળથી મ્યાંઉ ્મ્યાંઉના અવાજો આવતા હતા અને શૉન કહેતો હતો માસી ..બીલાડી માસી…

વંદના હવે ડરી હતી.. તેની સમજ બહાર કંઈક થતું હતું. ભૂત બૂતમાં તે માનતી નહોતી પણ શશી સુશીલા જેવા અવાજો કાઢતો હતો અને તેની આંખો ચકળ વકળ થતી હતી. તેણે કહ્યું શશી “આવું કેમ કરો છો?તમને તો કોઈ તકલીફ હું નથી પડવા દેવાની..”

તેની નજીક શશી આવ્યો અને અદ્દલ સુશીલાની સ્ટાઇલમાં જોરથી ગાલ ઉપર તમાચો રસીદ કર્યો. અને સુશીલાના અવાજમાં જ બબડ્યો મારો ધણી ખાવા આવીછેને? મારી બરોબર ચોકી છે.. તેને તું અડીશ તો કરંટ મારીશ સમજી? બોલ મને તેં કેમ મારી નાખી?"

“તું તો મરેલી જ હતીને? તારા વરને મારે મારો કરવો હતો. તે તારી પાસેથી જરાય હટતો નહોતો..તારી પાસે જ તેને રહેવું હતું તો મને પરણ્યો શું કામ?”

સુશીલાના અવાજ્માં શશી હવે જરા જોરથી ઘુરક્યો અને ફરીથી બે અડબોથ લગાવીને બોલ્યો.. તને મારી સેવા કરવા આણી હતી…પણ તેં તો સેવા કર્યા વિના તરત જ મેવા લેવા મારું કાસળ જ કાઢી નાખ્યું?

“હા. એ તો મરતી પણ નહોતી અને તને છોડતી પણ નહોતી તેથી.." "સમજ્યો.." કહી તે શશીને મારવા સામે ધસી તેને માર ખાવાનું સહેજે ગમ્યું નહીં ..શશી આ વખતે પુરો સાવધ હતો તે વંદનાને બે હાથે પકડીને ફરીથી ધીબવા માંડી.. મોટી ચીસો પડતી વંદના માર ખાતી જતી હતી અને સુશીલાને ગાળો ભાંડતી હતી..એને જાણે શુંય ખવડાવી દીધું છે કે શશી મારી સામે જોતોય નથી અને તને જોઇને રડ્યા જ કરે છે..

શશી પણ બરોબર જવાબ આપતો હતો..તને અહીં સુશીને જીવાડવા બોલાવી હતી.. મારી નાખવા નહીં ચંડાળ. તારી મા જણી બહેન હતી અને તેનો એકનો એક રુપાળો કુંવર હતો. ભારે હાથે શશીના મારને ચુકવતી અને લાગ આવે સામે હાથ ચલાવતી..

આ મારપાટ અને રાડારાડ થતી હતી ત્યાં બેલ વાગ્યો.

બારણું ખોલતાની સાથે લીંડા -લેડી કોન્સ્ટેબલ હતી જેણે એક વખત શશીને સુશીલાને માર્યા બદલ ઠપકાર્યો હતો.

વંદનાના ગાલે પણ એવું જ રતુંબડું ચાઠું હતું..શશીએ મારેલ તમાચાનું.. અને તે રડતી હતી.

“વંદના કોણ છે?” શશીને પુછ્યું.

પોલિસને જોઈને વંદના એકદમ ગભરાઈ ગઈ પણ ડરતા ડરતા તે બોલી..”હું છું જુઓને મારો ધણી મારી માર પીટ કરે છે.”

"આ તો શશી છે..તેની પત્ની સુશીલાને તો હું ઓળખુ છું. પણ અત્યારે તો તમારા વિરુધ્ધ ફરિયાદ છે. તમારે પોલિસ સ્ટેશન આવવું પડશે.”

“મારા પતિની તબિયત સારી નથી તેમને સારું થયા પછી અમે જાતે આવી જઈશું.”

“કેમ શું થયું?”

“ તેમને ગાંડપણનો દોર પડ્યો છે હસતા રહે છે અને મને મારતા રહે છે.”

“શું ? ગાંડપણનો દોર? તમે તેની ચિંતા પછી કરજો. અમે તેમને હોસ્પિટલ પહોંચાડી દઈશું..પણ અત્યારે તો તમારે અમારી સાથે આવવાનું છે..તમારા ઉપર બે મર્ડરનો કેસ દાખલ થયો છે.”

હવે ચોંકવાનો વારો વંદનાનો હતો. તેને પડેલા મારની વેદના વેઠતા વેઠતા તે બોલી “હેં?”

“હા. તમારી મોટીબેન અને તેના દીકરાનું.”

“કોણે ફરીયાદ કરી?”

"સબડીવીઝનના ડીટેક્ટીવે તમને ધક્કો મારીને સુશીલાબેનને ગબડાવતા જોયા છે. તમારે જે કહેવું હોય તે પોલિસ સ્ટેશનમાં કહેજો…”

વંદનાએ શશી સામે જોયું..તેની આંખો ચકળ વકળ થતી હતી અને ધીમું ધીમું તે સુશીલાના અવાજ માં હસતો હતો..વંદનાએ કહ્યું “હું એમ તો તમારી સાથે નહીં આવું શ્યામાદી'ને ફોન કરવા દો પછી વાત.” તેના હાથ કાંપતા હતા. તેણે શશી સામે ફરીથી જોયું તો તે બુતની જેમ હસતો હતો.. પણ હવે તે હાસ્ય તેના પોતાના અવાજમાં હતું. તે ફરીથી તેને મારવા જતો હતો ત્યારે લીંડાએ હાથ અટકાવતા કહ્યું હવે તે અમારી કસ્ડીમાં છે.

બીજા પોલિસે તેને હથકડી પહેરાવી અને લીંડાએ શ્યામાદી'ને ફોન લગાડ્યો..

ઘંટડી બીજા જ રુમમાં વાગી.. શ્યામાદી’ ટેપરેકોર્ડર સાથે રુમમાં આવ્યા ચાંપ દાબી અને સુશીલાનો હસતો અવાજ વાગતો હતો અને બીજી બાજુથી ડીતેક્ટીવ ટેપ રેકોર્ડર લઈને આવ્યો. શૉનનો અવાજ તેમાં હતો. અને બંને ટેપરેકોર્ડરમાં વંદનાની વાતો ટેપ થયેલી હતી.

વંદના તો સ્તબ્ધ થઇને જોતી રહી. ”દી’ આ તમારું કાવતરું હતું? તમે તો શશી સાથે મારો મનમેળ કરાવવાના હતાંને?”

"એ ડીટેક્ટીવે સમાચાર આપ્યા તે પહેલાની વાત હતી.. હવે તે વાત બદલાઈ ગઈ..સુશી અને શૉનની તું કાતિલ નીકળી અને હા તને કુકર્મ કરતા ડીટેક્ટીવે જોઈ હતી જેણે મને રીપોર્ટ કર્યો હતો અમે સાથે લીંડાને મળ્યા ફરિયાદ કરી પણ કાયદો પુરાવો માંગે તેથી આ નાનકડો ડ્રામા કર્યો. હવે તો તેં જાતે જ કબુલ્યું છે એટલે ઉમરકેદથી નીચી કોઈ સજા ન થાય તેવી કોઈ શક્યતા જ નથી…" શ્યામાદી' એ ભારે અવાજમાં કહ્યું.

શશી હવે સાચ્ચે જ રડ્યો…મોટે મોટેથી પોક મુકીને રડતો જાય અને બોલતો જાય. ”ધીક્કાર છે વંદના! સુશીની તું સગ્ગી બહેન અને તું જ..સુશીની કાતિલ?..શૉનની કાતિલ…? ભાણીયાને સુશીલાની ડેડબૉડીમાં એવી રીતે જકડ્યો હતો કે તે ગુંગળાઈને મરી જાય? તને સહેજે લાજ ન આવી કે આ તારી બહેનનું સંતાન હતું? તારું પોતાનું લોહી?

કૉર્ટ કેસ ચાલ્યો..મર્ડરનો હેતુ હતો તે સાબિત કરતા વકિલને દસ મિનિટ પણ ના લાગી. અમદાવાદ અને મુંબઈના છાપામાં હડે હડે થઈ ગયા પછી તેને ફાંસીની સજા થઈ ત્યારે તે સુશિલા અને શૉનને યાદ કરી કરી હૈયાફાટ રડતી હતી. કહેનારા કહેતા હતા કે આવું કેવી રીતે બને? પરભુબાપા ખુબ જ લજ્જિત હતા..અને શરમના માર્યા એક રાત્રે ઝેર પીને સુઈ ગયા. શશીએ ઉર્મી અને પંકજ સાથે ધીરીબા અને જીવકોર બાને અમેરિકા તેડી લીધા…

ક્યારેક એકાંતમાં શશી મન મુકીને રડતો જાય અને બોલતો જાય. ”ધિક્કાર છે વંદના.! સુશીની તું સગ્ગી બહેન અને તું જ..સુશીની કાતિલ?..શૉનની કાતિલ…? ભાણીયાને સુશીલાની ડેડબૉડીમાં એવી રીતે જકડ્યો હતો કે તે ગુંગળાઈને મરી જાય? તને સહેજે લાજ ન આવી કે આ તારી બહેનનું સંતાન હતું? તારું પોતાનું લોહી?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy