Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Fantasy Thriller

3  

Zalak bhatt

Fantasy Thriller

ખોફ

ખોફ

5 mins
255


મુખ્ય પાત્ર - ધાની

ધાનીના પિતા – શરદ

ધાનીની માતા – શશિ

શેઠ – ધનીલાલ

ધનીલાલનો નોકર – રામા

ટ્રક ડ્રાઈવર – અરુણ

અરુણની પુત્રી – માલા

  રવૈત એક ધાન્યથી ભરપૂર ગામ કે જેમાં શરદ નામનો ખેડૂત રહેતો હતો. શરદ પોતાની પત્નિ શશિ અને પુત્રી ધાની સાથે ગામમાં સુખેથી રહેતો હતો. વહેલી સવારે તે પોતાનાં બંને બળદોને ગાડામાં જોડી ને સીમ ના ખેતર પર વહી જતો. બંને બળદોને તે પોતાનાં પુત્ર સમાન જ રાખતો અને તેની પત્ની શશિ તથા પુત્રી ધાની જમવાનું લઈ ને ખેતરે આવતાં. શરદ ને થોડું કામ કરાવતાં ને પછી ત્રણેય જણા ઘરે શાંતિથી જતાં. આ કુટુંબની એકતાતો હતી જ ને સાથે ગામમાં કોઈ વ્યક્તિ ને સમસ્યા હોય તો તેનો હલ શરદ પાસે હતો. આવા ગુણ ને કારણે ગામ ના લોકો તેને આદર આપતાં.

  પણ,ધનીલાલ શેઠ ને આ વાત ખૂબ જ ખટકતી કે ના ધનના માલિકી ને છતાં બધાં એમ કેમ કહે કે શરદ છે ને પછી શું? એટલે ધનીલાલ શેઠે એકવાર શરદ સાથે વાત કરી ને તેની દીકરી ધાનીને પોતાનાં બાગ માં કામ કરવા માટે નોકરી આપી. હવે શરદ તો શેઠ ની જાહોજલાલીથી પરિચિત હતો ને આવડા મોટા માણસ સામેથી બોલાવે તો ના ન કહેવાય એટલે શરદ હવે સવારે ધાનીને સાથે લઈ ને હવેલી એ ઉતારી પછી ખેતરે જતો ને શશિ ઘરે જ રહેતી. શરદ ખેતરે થી પાછા ફરતી વખતે ધાનીને લઈ જતો આ રીતે થોડો સમય ચાલ્યું. પછી,શેઠે શરદ ને એકવાર પૂછ્યું કે હું ધાનીને શહેર માં મારી નર્સરી છે ત્યાં લઈ જઉ કે?

 ત્યારે શરદ શેઠજીને ના કહે છે કે આપ જેવાં મોટા માણસ અમે નથી ને ધાની મારી દીકરીને છે તો હું તેને બહાર ના મોકલી શકું. શરદ ની ના સાંભળી ધનીલાલ તેના પર ઉગ્ર રહેવા લાગ્યાં ને એક રાત્રે તો તેની ઝુંપડી પણ સળગાવી દીધી પોતાના નોકર રામા ની મદદ થી. હવે,થયું એવું કે રાત્રે બળદો અવાજ કરતાં હતાં ને તેને શું થયું એ જોવા માટે ધાની ત્યાં ગઈ હતી. પોતાની ઝુંપડી ને મા- બાપુ નો આ હાલ જોઈ ધાની મોટે થી રડવા જતી હતી ત્યાં જ રામા ને તેની સાથે ના લોકો એ મળી ધાની ને મારી નાંખી તથા તેનું શબ સળગતી ઝુંપડી સામે રહેલાં ઝાડ પર લટકાવ્યું.

ગામના લોકો બધું સમજવા છતાં ચૂપ રહ્યાં શેઠની પહોંચ તેઓ જાણતાં હતાં તેથી.

  માં-બાપ ને ઝૂંપડું બધું જ ગયું ને જે પોતાની સાથે થયું તે ધાની સહન ના કરી શકી. તે એક આત્મા બની અને રાત્રે શેઠ ની હવેલી પર પહોંચે છે એક લાશ ને આ રીતે ચાલતી જોઈ શેઠ ડરવા લાગ્યાં. ધાની પણ ડરાવની બની ગઈ હતી. લાલ આંખો,ખુલ્લા વાળ,ઘવાયેલ મોં ને બિહામણી ચાલ થોડી વાર માં તે ક્યાંક ગાયબ થઈ જતી થોડીવાર માં આવી જતી ને ધનીલાલ ને તો સાક્ષાત મોત નજરે પડ્યું. શેઠ ને મોત આપવા ધાની નું રૂપ જ કાફી હતું ને શેઠ દોડી ને ગેઇટ પર પહોંચી પણ ના શક્યા ને એટેક ને કારણે તેના રામ રમી ગયાં. ત્યારબાદ ધાની રામા ને પણ એ જ રીતે મારે છે જેમ તેણે ધાની ના મા-બાપુ ને માર્યા હતાં. રામા નો પરીવાર જ સળગી ને મોત ના મુખે ગયો. ધાની ની આત્મા એ હવેલી માં જ રહેતી ને જ્યાં થી પસાર થતી ત્યાં જાણે વાવાઝોડું આવ્યું હોય તેવો માહોલ બની જતો. લોકો આ પવન ફૂંકાતા પોતાના ઘર માં જ ચાલ્યાં જતાં. ને જો કોઈ પણ વચ્ચે આવતું તો એ મૃત્યુ પામતું. આમ,ધાની ની આત્મા નો એક ખોફ પુરા ગામ માં છવાયો હતો. રાત્રે તો શું? ઢળતી સાંજે પણ ગામ લોકો તે હવેલી પાસે થી પસાર થતાં ન હતાં.

હવે,થયું એવું કે અરુણ કે જે ટ્રક ડ્રાઈવર હતો. ને તેનું કામ અનાજ ને વેપારીઓ સુધી પહોંચાડવાનું હતું. તેની પત્નિ ભયંકર બીમારી ને લીધે મૃત્યુ પામી હતી ને એક છોકરી હતી માલા જે પિતા સાથે જ સફર કરતી ને પછી,બંને ઘેર જતાં. એ દિવસે અરુણ ટ્રક લઈને આવતો હતો ને રસ્તા માં જ પંચર પડ્યું જેથી તેને રેવત આવવા માં મોડું થયું. આ રાત અમાસ ની રાત હતી ને ટ્રક મોડી રાત્રે ગામ ની હવેલી પાસે પહોંચ્યો. આ જગા પર આવી ને ટ્રક બંધ પડી ગયો. ત્યારે જગ્યા ના પ્રભાવ થી અજાણ અરુણ ટ્રક ને ચેક કરવા લાગ્યો ને તેની દીકરી પાસે આવેલ હવેલી માં પ્રકાશ જોઈ તે તરફ દોડી ગઈ. અરુણ પોતાના કામ માં મગ્ન હતો. ને ત્યાં જ આગળ કાંઈ અવાજ સંભળાતા તે દોડી ગયો. જોયું તો માલા જ પત્થર લઈ ને ટ્રક ની લાઈટ ફોડી રહી હતી. અરુણ ને આ વર્તન માલા કરે છે તેં વાત ગળે ન ઉતરી તેથી તરત જ પૂછી બેઠો કે કોણ છે તું ? અને ત્યારે ધાની જોર થી બોલી “હું ધાની છું” 

 આમ બોલતાં જ માલા નું તો પૂર્ણ સ્વરૂપ જ બદલાઈ ગયું. એના મોં પર ઘાવ તેની આંખો એકદમ લાલ ને ચમકતી તેના વાળ છુટ્ટા ને એકદમ ગુસ્સા માં એ પોતાના પિતાની તરફ આવી રહી હતી.

અરુણ આવા કેસ થી વાકેફ હતો તેથી તેને ભય ના લાગતાં ધાની વધુ ગુસ્સે થઇ ને હવા માં ઉડવા લાગી,આસ-પાસ ના ઝાડ ને ઉખેડવા લાગી ને વાવાઝોડું લાવી દીધું. ત્યારે અરુણ ટ્રક પાછળ જઈને જાણે કે પોતાની પુત્રી ને શોધતો હોય તેમ બોલે છે “માલા. . . . . . . . માલા. . . . . . ” ને ધાની જે શરીર માં હતી તે માલા પોતાની જાત ને ઓળખી જાય છે ને તુરંત ધાની ને તેમાંથી નીકળી જવું પડે છે. માલા જવાબ આપે છે “હા, બાપુ. . . . ” આ સાંભળી અરુણ તુરંત માલાનો હાથ પકડી લે’ છે કેમકે, અરુણે હાથમાં રુદ્રાક્ષ ની માળા પહેરેલી હોય છે તેથી માલામાં રહેલી દુષ્ટ શક્તિ દૂર જાય છે.

  પછી,અરુણ પૂછે છે કે “તું કોણ છે ને આમ શાને ભટકે છે ? શું આમ સૌને પરેશાન કરવાથી તને શાંતિ મળશે ? આજ,તો અમાસ છે છતાં તે માલાને બક્ષી તેનું કારણ કહે” ત્યારે ધાની પોતાનો પરિચય આપે છે ને કહે છે “આપ જ્યારે માલા ને બોલાવતાં હતા ત્યારે મને મારા પિતા યાદ આવ્યાં ને તેથી જ મેં તેને બક્ષી જો આપ મને માલા સમાન માનતા હો તો મને તેના શરીર માં આવવા દો ને પછી આપ ના રુદ્રાક્ષ વાળા હાથે માલા ને પકડજો જેથી મને મોક્ષ પ્રાપ્ત થશે ને આપને પુણ્ય. ” આ સાંભળી અરુણ કહે છે “તું માલા ને કોઈ હાનિ નહિ પહોંચાડે તેવો ભરોસો હું કેમ કરું?”

ધાની પોતાના સાચા સ્વરૂપ માં આવે છે ને ધાની નું એ રૂપ અરુણ ઓળખી જાય છે. અરુણ ને હવે બધી વાત સમજાય છે ને તે માલા ને આગળ કરે છે. ધાની તેના દેહ માં આવીને અરુણની સામે હાથ લંબાવે છે.  

  અરુણ જ્યારે રુદ્રાક્ષવાળો હાથ આગળ કરી માલાનો હાથ પકડે છે તો એક તીવ્ર વેગથી ધાનીનો આત્મા વાદળ બની ને ઉપર ઊડી જાય છે. તેના ગયા બાદ માલા જરાં મૂર્છા પામે છે. પણ,પછી જ્યારે ઊઠે છે તો પહેલાં કરતા વધુ રૂપવાન અને ચતુર લાગે છે. અરુણ મનથી જ ધાનીનો આભાર માને છે. ને પોતાનું કામ પૂર્ણ કરી તે ટ્રકમાં પાછો ફરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy