Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Abstract Others

3  

#DSK #DSK

Abstract Others

યે રિશ્તા તેરા મેરા-6

યે રિશ્તા તેરા મેરા-6

5 mins
14.2K


સાંજે નિરવા ઘેર આવે છે, ફ્રેશ થઇને તે મમ્મીને કોલ કરે છે.

મહેક; બોલો શું કહેતાં હતાં ?

મમ્મી; મહેક, મીતને તાવ આવે છે.

મહેક; વ્હોટ ? ક્યારે આવ્યો મમ્મા ? અને તમે કહેતાં કેમ નથી ?

મમ્મી; ૩ - ૪ દિવસથી આવે છે.

મહેક; ઓહ નો! દવા લઇ આવ્યા, આજ-કલ સ્વાઇનફ્લૂનો વાયરલ છે.

[ત્યાં અંશ આવી જાય છે]

મમ્મી; હા, લઇ આવ્યા. મીત કહે છે કે દીદીંને અહીં બોલાવો.

મહેક; ઓકે, મમ્મા, સવારમાં કહ્યું હોત તો હું નીકળી પણ....

મમ્મી; ના, બેટા એવી જરૂર ન હતી, બીજુ મીતના બધા જ દોસ્તો સીટીમા સ્ટડી માટે જતા રહ્યા તો એ કહે છે....

મહેક; મમ્મા, મીતને સમજાવો કે એ સ્ટડી માટે બહાર જશે તો તમે ત્યાં એકલા થઇ જશો.

અંશ; શું થયું ?

મહેક; મીત કહે છે કે, તેના દોસ્તો જતા રહ્યા તો તે પણ જવા માંગે છે.

અંશ; [મોબાઇલ લઇને] કાકી મીત ભલે અહીં આવે, સારું, અભ્યાસ માટે આવે તો શું પ્રોબ્લેમ છે ? ભલે આવે મહેક તેને લઇ જશે.

મહેક; અંશ ?

અંશ; મહેક, નો પ્રોબ્લેમ મહેક ! કાકી તમે તેને હા પાડી દો.

કાકી; પણ...

મહેક; મમ્મા હુ કાલે આવુ છુ સીતારામ.

મહેક; અંશ, તુ હોસ્પિટલ, હુ ઓફિસ, એ ક્યા રહેશે?

અંશ; તારી સાથે, તને પણ કંપની મળશે.

મહેક; તેનું ધ્યાન કોણ રાખશે ? ત્યાં તારીને મારી મમ્મી હોય આખો દિવસ ધ્યાન રાખેને અહીં ?

અંશ; તે ૧૨ વર્ષનો છે તેનું ધ્યાન ખુદ રાખી શકે છે, સારા અને ખરાબની ખબર પડેને તેને બીજું હું છું ને ?

મહેક; હમ્મ્મ્મ

અંશ; હવે, ચા.. બનાવ થાકી ગયો છું.

મહેક જાય છે.

[મીત ખુશ થઇ જાય છે, અંશના હા પાડવાથી ૪ દિવસનો તાવ પણ એક સેકંડમાં જતો રહ્યો. તે સવિતાકાકીને કહે છે કાલે દીદી લેવા આવે છે, યસ યસ... સવિતાબેન અને રેખાબેન હસે છે.]

સવિતાબેન; સારું મહેકને કંપની મળશે, મહેકને અને અંશને મજા આવશે. બંન્નેનો સમય જશે.

રેખાબેન; હા, પણ આપણે એકલાં થઇ જશું.

સવિતાબેન; આપણી વચ્ચે એક જ તો છે નાનો.

રેખાબેન; જો સમજે તો નથી જવા દેવો પણ એ માને જ શાનો?

મીત; પાપા, સવારે દીદી આવે છે મને લેવા.

નરેશભાઇ; કોણે કીધું આવે છે?

મીત; દીદી અને અંશભાઇ

રમણભાઇ; નહીં, હો બિલકુલ નહીં.

મીત; કેમ?

રમણભાઇ; બે તો બહાર છે હવે તું જા એટલે શું અમારે મંજીરા જ વગાડવાના.

સવિતાબેન; હું પણ એમ જ કહું છું.

[બાજુવાલા બેન આવે છે]

શિલ્પાબેન; તમારે શું વાંધો છે જવાદો, રૂપિયાના તો ઢગલા છે ઢગલા.

રમણભાઇ; તે ભલેને હોય તમારે શું વાંધો છે?

શિલ્પાબેન; રૂપિયાવાળા કંજૂસ હોય સાંભળ્યું'તું જોયું પણ ખરું.

નરેશભાઇ; અમારે ભેગા કરેને જમીનમાં દાટવાના છે.

શિલ્પાબેન; તે દાંટોને અમારે શું આ તો ખાંડ ન હતી તો થયું રૂપિયાવાળાને ત્યાંથી લઇ આવું.

[સવિતાબેન આપે છે]

શિલ્પાબેન; હા.. હા... ગમે તે કરો એમ પણ તમારે ક્યાં ઇજ્જત જેવું છે લગ્ન પહેલાં બેય સાથે તો રહે છે.

રેખાબેન; તમારે અમારા ઘરની ચિંતા ન કરવી.

શિલ્પાબેન; જવ છું, જાવ છું પણ આ તો આખું ગામ કે એટલે બાકી મારે શું ?

[મહેક અને અંશ સાંજના ઘેર આવે છે, મહેક વૃદાવન જવા માટે તૈયારી કરે છે, ત્યાં જ વરસાદ આવવા લાગે છે. મહેકના સરનો કોલ આવે છે]

મહેક; બોલો સર

સર; કાલે, અગત્યનું કામ છે એટલે ઓફિસ તો આવવું પડશે.

મહેક; ઓકે સર

[મહેક આને પણ અત્યારે જ કામ આવવાનું હતું]

અંશ; શું થયું ?

મહેક; કાલે જવું પડશે, ઓફિસ એમ.

અંશ; તો જઇ આવજે બીજુ શું ?

મહેક; હા એ તો જવું જ પડશે ને ?

[સવાર પડે છે મહેક ઓફિસ જાય છે]

મીત કોલ કરે છે

મહેક; બોલ

મીત; દીદી, આજે વરસાદ છે કાલે આવજે.

મહેક; મારો દિકો બોવ ડાહ્યો, એમ પણ મારે કામ છે ભઇલા હું કાલે જ આવીશ.

મીત; ઓકે દીદી.. બાય...

[થોડીવાર પછી અંશનો કોલ આવે છે]

મહેક; બોલ શું છે ?

અંશ; સાંજનો બોવ વરસાદ છે તો કાલે જજે.

મહેક; ઓકે, બાબા.

[પુષ્કળ વરસાદ આવતો હોય છે ત્યા જ રેખાબેનનો કોલ આવે છે]

મહેક; બોલો, મમ્મી

મમ્મી; બેટા, બોવ જ વરસાદ છે આજે ન આવતી.

મહેક; મમ્મા, હું બધાંને જવાબ દઇને થાકી ગઇ, મને ખબર છે વરસાદ છે, મારે બે આંખ છે મને દેખાય છે મમ્મા...

મમ્મા; ઓકે... કોણે કોલ કર્યો તો?

મહેક; મમ્મા મીત, અંશ અને હવે તું. ઓફિસમાં મારે બોવ કામ છે, મમા આજે પૂરું કરીશ તો જ કાલે નીકળી શકીશ.

મમ્મી ; ઓકે... સીતારામ

[થોડીવાર પછી સવિતા બેનનો કોલ આવે છે]

મહેક; બોલો કાકી

કાકી; મહેક વરસાદ બોવ જ છે બેટા એવુ લાગે તો ૨-૩ દિવસ પછી જ આવજે.

મહેક; હા, કાકી

કાકી; અંશ ક્યા છે ? તેણે તને નથી કહ્યું ?

મહેક; કાકી, તમે ઘરના સભ્યો એક એક એમ બધાં એ કહ્યું, હવે હું થાકી ગઇ સાંભળી-સાંભળીને.

કાકી; સીતારામ

મહેક; હે ભગવાન ! આજે તો હેરાન કર્યા.

[સાંજના ઘેર આવે છે અંશને બંન્ને ચા પીને બહાર નીકળે છે, ક્યાંક વરસાદના પાણી ભર્યાં તો ક્યાંક રોડ ખરાબ થયા ને ઠંડો પવન લહેરાતો હોય છે. રાત્રે પણ વરસાદ આવ્યો, બીજા દિવસે પણ વરસાદ આવ્યો. અંશ હોસ્પિટલ ગયો અને મહેકની ઓફિસ બંદ છે. સાંજના અંશ ઘેર આવ્યો અને ફ્રેશ થઇ બંને બહાર નીકળ્યા. આજે વાતાવારણમાં ઘણી ઠંડક છે ઠેર-ઠેર પાણી ભર્યા છે, વાતાવરણ આહલાદ્ક છે. થોડીવાર પછી બંને ઘેર આવ્યાને મહેકે ગરમ – ગરમ સમોસા - ચટણી બનાવ્યા. જમ્યા અંશ હોસ્પિટલ જતો રહ્યો, સાંજના અને આખી રાત વરસાદ ન આવ્યો, સવારમાં અંશનો કોલ આવ્યો.]

મહેક; બોલ?

અંશ; આજે ન જતી અથવા સાંજના જજે.

મહેક; ઓકે

[મહેકને થયું સાંજના અને રાત્રે વરસાદ નથી આવ્યો સમાચારમાં બતાવે છે બધા રસ્તા ખુલ્લા છે, જવામાં કોઇ પ્રોબ્લેમ તો નથી જ. નીકળી જવા દે વહેલા પહોંચી તો જવાય તે નીકળી જાય છે અને રેલવે સ્ટેશનથી અંશ અને મમ્મીને કોલ કરે છે કે તે નીકળી ગઇ છે ને બસ ટ્રેનમાં બેસે જ છે]

[વૃંદાવન પહોંચતા બે કલાક થાય હજુ ટ્રેન ૩૦ મિનિટ ચાલી તો વરસાદ શરુ થયો. થોડીવારમાં તો ધોધમાર વરસાદ આવવા લાગ્યો. આ સ્ટેશન રાણીવાવનું ત્યાં થોડીવાર ટ્રેન ઊભી રહી. વરસાદ ધીમો થતા ઉપડી ત્યાથી ૩૦ મિનિટ એટલે ગિરીરાજ, ત્યા તો ટ્રેન માંડ માંડ પહોચી. પછી ધીમે-ધીમે પહોચી સુવર્ણનગર ત્યાં આવતા તો મુસાફરોને ફીણ આવી ગયા. વરસાદ કે મારું કામ. સુવર્ણનદી બે કાંઠે જાય છે, સરખી ટ્રેન પટ્ટી પણ દેખાતી નથી, આ કોઇ મોટર, સ્કુટર કે સાઇકલ ન હતી કે બ્રેક મારે તો ઉભી રહી જાય, સર્વત્ર પાણી-પાણી, દૂર-દૂર સુધી કોઇ મનુષ્ય દેખાતુ નથી. બરાબર વચ્ચે જ ટ્રેન પહોચી કે ડબ્બા ધબ-ધબ પાણીમા ગરકાવ....

[વધુ આવતા અંકે]


Rate this content
Log in

Similar gujarati story from Abstract