#DSK #DSK

Tragedy Others

3  

#DSK #DSK

Tragedy Others

પ્રેમલગ્નને વિધવા:એક અભિશાપ:2

પ્રેમલગ્નને વિધવા:એક અભિશાપ:2

5 mins
496


શેરીમાં અને આડોશ પડોશમાં સ્વાતિ પ્રેગનેન્ટ છે, એ વાતની ખબર પડી. શેરીમાંને આડોશ-પાડોશમાં વાત થવા લાગી આ છોકરી અનુરાગને સાચો પ્રેમ કરે છે અને એટલાજ માટે ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી અને આ ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. સ્વાતિ એ તો ક્યારેય વિચાર્યું પણ નહીં હોય એવું થઇ ગયું. ખરેખર ઈશ્વર છીનવે છે ત્યારે બધું છીનવી લે છે. અને આપે છે ત્યારે ઘણું બધું આપે છે. આપણે તેની કલાને સમજી શકતા નથી. પ્રેમ અને શ્રદ્ધામા વિશ્વાસ મળે તો સોનામાં સુગંધ ભળે છે.સ્વાતિની જિંદગી ને ખુશીઓથી ભરી દીધી.

***

સ્વાતિને પાંચમો મહિનો જાય છે. આડોશપાડોશ અને શેરીની બાઈઓએ સ્વાતિને બોલાવી અને કહ્યું, "સ્વાતિ તારું આ ઘરમાં રહેવું મુશ્કેલ થતું જાય છે. તું તારા પપ્પા ને ઘેર જતી રહે"


આમ અચાનક જ એક માસીએ આવું કહેતા સ્વાતિ કશું ન બોલી શકી. એ માત્ર અને માત્ર સાંભળી રહી. ત્યાં બીજા બહેન બોલ્યાં સ્વાતિ તારા ઘરમાં જે થાય છે તેની રોજબરોજની અસર તારા બાળક પર થાય છે, તુજે સહન કરે છે એ તારા બાળકને પણ સહન કરવું પડે છે. બેટા, હવે આ ઘરમાંથી જતી રહે, હવે, આ ઘરમાં તારા માટે જગ્યા નથી.


ત્યાં તો કોકિલા માસી પણ બોલ્યા "સ્વાતિ આમ તો ઘણી બધી વખત તારા વિરુદ્ધમાં તારા સાસુને કહેતી પણ બેટા આજે આ બધા લોકો જે કહે છે તે સાચું છે. તારા સાસુ તને નહિ સમજી શકે. હું તો તને અનુરાગના ગયા પછી સમજી ગઈ કે ખરેખર ખરેખર સાચો પ્રેમ કરે છે તું અનુરાગને. તને કોઈ આશાનું કિરણ નહોતું જીવવા માટે તેમ છતાય તું એકલી આ ઘરમાં ટકી રહી અને જ્યારે ઈશ્વરે તને જીવવાની ઉમ્મીદ આપી છે. બેટા તું મરી મરીને શા માટે આ ઘરમાં રહે છે જતી રહે. તારા પપ્પાને ઘેરે શાંતિથી જિંદગી જીવી લે.

એકબીજા માસી બોલ્યા, સ્વાતિ તું અમારી જેમ ક્યાં અભણ કે ઓછું ભણેલી છે ? તું તો ઘણું બધુ ભણેલી છે તને ગમે ત્યાં નાની-મોટી નોકરી મળી જશે. તું તારું અને તારા બાળકનું પૂરું કરી શકીશ. જોડે તારા પપ્પા છે તારો ભાઈ પણ છે તને સહારો મળી જશે બેટા ઘરમાંથી જતી રહે.


સામેથી શિલ્પા ભાભી તેના હાથમાં કશુંક લઈને આવ્યા. સ્વાતિની સામે આવીને ઊભા રહી ગયા અને બોલ્યા, "સ્વાતિ તું આ ઘરમાંથી જતી રહે" સ્વાતિ આ વખતે હેબતાઈ ગઈ. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. સ્વાતિને એવું લાગવા માંડ્યું કે વીજળીના ચમકારા થવા લાગ્યા. ઘનઘોર વાદળો ઘેરાવા લાગ્યા. ધોધમાર વરસાદ પડી રહ્યો અને પાણીના વહેણની સાથે સ્વાતિ પણ તણાઈ રહી, તે "બચાવો-બચાવોની" બૂમો પાડતી રહી પણ તેને બચાવવા કોઈ ન આવ્યું અને અંતે તેના શ્વાસ ધીમા પડી ગયા અને તેણે દુનિયા છોડી દીધી. એક સેકન્ડ માટે એક પલ માટે સ્વાતિને આભાસ થયો..


શિલ્પાભાભી આગળ બોલ્યા, 'સ્વાતિ મેં અને તારા મોટા ભાઈ એ તારા ભાગમાં આવતું ઘર અને દુકાન બંનેના કાગળિયા તારા નામ પર કરી દીધા છે. હું તને ઘરમાંથી જવા માટે એટલે નથી કહેતી કે મારે આ બંને ઘરને બન્ને દુકાન જોઈએ છે. પણ એટલા માટે કહું છું કે આ બાળક પર  ખૂબ જ ખૂબ જ ખરાબ અસર પડી રહી છે. અને એ પણ માનસિક રીતે. હું ઈચ્છું કે તારું આવનાર બાળક સ્વસ્થને તંદુરસ્ત આવે માટે તું અહીંથી જતી રહે. મારે તો કોઈ સંતાન નથી પણ હું મારા સંતાનને તારા ભાગનુ આપવા નથી મગતી. મને ગમે ત્યારે બાળક આવશે કે નહીં પણ તારા ભાગમાં ને આ બાળકના ભાગમાં આવતો ભાગ છીનવી લઉં.


શિલ્પા ભાભી હિંમત હારી ગયા એટલે હવે સાથે કશું જ નથી. એ માત્ર પોતાનું માથું હલાવીને હા પાડી અને બધા માસીઓને કહ્યું તેનો અવાજ ઘેરો થઈ ગયો તમે લોકો બધા જ મારાથી મોટા છો તમને એવું લાગ્યું હશે ત્યારે તમે બધાએ ભેગા મળીને મને વાત કરી હશે. હું તમારા બધાની વાતની ના કઈ રીતે કરી શકું. હું તમે કહો છો એમ જ કરું છું. મારા ઘરને મૂકીને જાઉં છું. મારા અનુરાગની યાદ હંમેશા મારા દિલમાં અને મારી આંખોના સપનામાં ભરેલી છે એ મારી સાથે રહેશે. સ્વાતિ આટલું બોલીને નીકળી જાય છે.


શેરીની સ્ત્રીઓ વાતો કરવા લાગી કે ખરેખર આ છોકરી અનુરાગને ગજબનો પ્રેમ કરે છે. બાકી સ્વાતિની સાસુ બોલે એમ આપણા ઘરમાં બોલીએ તો આપણી વહુ ક્યાં તો પિયર જતી રહે ક્યાં તો અલગ થઈ જાય. સોનલબેન આવી વહુ મેળવી ધન્યતા અનુભવવાને બદલે સ્વાતિને સમજી ન શક્યા. શિલ્પાભાભી સ્વાતિને મૂકવા ગયા અને પોતાની ફ્રેન્ડ આરતીને વિનંતી કરી આરતી હું અમારી મોંઘી અમાનત ગીરવે મુકવા આવ્યા છીએ. આ બધું આરતી ભાભી કિશોરભાઈ કે નેહાબેન કે તેનો ભાઈ ન સમજી શક્યો ત્યારે કશ્યપ અને શિલ્પાભાભી એ માંડીને વાત કરી અને ઘરના લોકો બધું સમજી ગયાને સ્વાતિના આવવાથી ખુશ ખુશ થઈ ગયા.


*****

આજે સ્વાતિની દીકરી સપના એક વર્ષની થઇ ગઇ છે. સ્વાતિ તેનો બર્થ ડે ઉજવી રહી છે. તેની સમક્ષ આવીને ઊભેલો છોકરો જેને સોનલબેનને સ્વાતિને ગમેતેમ બોલવાની ના કહેતા સોનલબેન કહેલું "હજુ તું કુવારો છે એની સાથે પરણી જા" આજે સૂરજ સરકારી નોકરિયાત છે ફિક્સમાં છે નોકરી મળી તેને હજુ છ મહિના થયા છે. બર્થડે પાર્ટી પૂરી થઈ સુરજ બેઠો છે. સ્વાતિના મમ્મી પપ્પા અને ભાઈ ભાભી પણ જતા રહ્યા છે. સુરજ અને સ્વાતિ અનુરાગ હતો ત્યારની વાતો યાદ કરી રહ્યા છે.અને

સ્વાતિ બોલી, 'મને ઘણી બધી વખત અનુરાગ કહેતો તારે ભાભીને મમ્મીને કે પાપાને અચાનક કોઈ ની જરૂર પડે તો પહેલા સુરજને બોલાવો અને સૂરજ ન મળે તો જ બીજા કોઈને કહેવું. સુરજ તારા પર બહુ જ વિશ્વાસ હતો અનુરાગને. ખરેખર આપણે મળ્યા નથી કેટલો બધો સમય થઈ ગયો. જ્યારે પેલા ત્રણ/ચાર દિવસે અને ક્યારેક તો દરરોજ અને ક્યારેક તો એક જ દિવસમાં ચાર-પાંચ વખત તારું મોઢું જોવાનું થતું.


સુરજ બોલ્યો, 'તું ચાહે તો હવે દરરોજ મારું મોઢું જોઈ શકે છે.'

સ્વાતિ કશું સમજી નહી તેણે પ્રશ્ન પૂછી લીધો એવું કેમ બને ? તું મારા ઘરની આજુબાજુ રહેવા આવે છે ?'

સુરજ બોલ્યો, 'હું તારા ઘરની આજુબાજુ રહેવા નથી આવતો પણ એવું ન થઈ શકે તું જ મારા ઘરે રહેવા આવતી રહે !'

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Tragedy