#DSK #DSK

Tragedy Others

5.0  

#DSK #DSK

Tragedy Others

પ્રેમલગ્નને વિધવા : એક અભિશાપ-૧

પ્રેમલગ્નને વિધવા : એક અભિશાપ-૧

6 mins
674


સ્વાતિનો દીકરી સપનાનો આજે ફર્સ્ટ બર્થડે છે. સ્વાતિ અનેક લોકોને ઇન્વાઇટ કર્યા છે. પણ એ બધાની સાથે સાથે એક વણ બોલાવેલો મહેમાન પણ છે. જેને તે સારી રીતે ઓળખે છે. તેને જોતાજ સ્વાતિને તેના જૂના દિવસો યાદ આવી ગયા. એ આજથી લગભગ પોણા બે વર્ષ પહેલાની યાદમાં સરી પડી...


સ્વાતિ હદય ફાટી જાય તેવું રૂદન કરી રહી. સ્વાતિની આંખો લાલચોળ સુઝેલી મો પણ પૂરેપૂરું સુજેલું. માથાના વાળ વિખરાયેલા. તેણે પહેરેલી સાડી અસ્તવ્યસ્ત થઇ ગયેલી. તેને જોતા કોઈ કહી ન શકે આ સુંદર સ્વાતિ. એ જ છે. તેનો સ્વભાવ ન સમજી શકાય તેવો. કોઈ બોલાવે તો પણ રડવા લાગે અને કોઈ ન બોલાવે તો પણ રડવા લાગે. હદયમાં જાણે સહન ન કરી શકાય એવી ઘટના ઈશ્વરે સ્વાતિના ભાગે લખી દીધી.


પોતાના પતિના મૃત્યુ પછીના ૧૧ દિવસમાં સ્વાતિ પાગલ બની ગયેલી. આવનાર દરેક વ્યક્તિ એવોજ આભાસ થતો અનુરાગના ગયો એટલે સ્વાતિ પાગલ બની જશે. એ કોઈના કાબૂમાં નહીં રહે અને અંતે તેને મેન્ટલ હોસ્પિટલમાં પણ મુકવા જવું પડે. એવા એ ગાંડા કાઢવા લાગી. આજે સ્વાતિના પતિને અગીયારમું છે. કેમકે સ્વાતિના સાસુ-સસરા જીવે છે. અનુરાગના માતા-પિતા જીવતા પોતાના દીકરાનું બારમું ન થઈ શકે. એવું પણ લોકો કહે છે. અનુરાગ હજુ તો માંડ પચીસ વર્ષ પૂરા કરીને છવીસમા વર્ષમાં બેઠેલો અને એક જોરદાર એક્સિડન્ટમાં તેનું મૃત્યુ થયુ.


સ્વાતિના પતિને અગિયારમું થઈ ગયા બાદ સ્વાતિના માતા પિતા સ્વાતિ આગળ આવ્યા. સ્વાતિના મમ્મી બોલ્યા, 'સ્વાતિ બેટા ! તું મારા જોડે આવતી રહે, હવે અહીંયા તારો કોઈ સહારો નથી. તારુ કોઈ નથી.'

સ્વાતિ બોલી 'મમ્મી આ ઘરમાં અનુરાગની યાદ છે. અનુરાગ સાથે વિતાવેલો સમય છે. અનુરાગ સાથે વિતાવેલા ખુશીના દિવસો છે. અને તમે કહો છો મારુ કોઈ નથી ?'


અનુરાગના મમ્મી પપ્પા છે, મોટાભાઈ અને શિલ્પાભાભી છે. અને તમે કહો છો અહીંયા કોઈ નથી ? મમ્મી જે કંઈ છે તે બધું જ મારે અહીંયા છે. હું જ્યારે લગ્ન કરીને આ ઘરમાં આવીને તમારું બધું છોડીને આવી. હવે જેટલું છે એટલું બધું જ અહીંયા મારું છે.

અનુરાગનો મોટો ભાઈ કશ્યપ બોલ્યો, 'અમે બધા તારી સાથે જ છીએ. તું ચિંતા ના કર.'

શિલ્પાભાભી બોલ્યા, 'સ્વાતિ તું ચિંતા ના કર અમે તમારી સાથે જ છીએ. તું દુઃખી ના થા.તારું જીવનમાં અનુરાગ નથી પણ, શિલ્પાભાભી રડી પડ્યા સાથે સ્વાતિને મોટાભાઈ. સ્વાતિના મમ્મી-પપ્પા પણ. થોડી દૂર ઊભેલા સુરજની આંખમાં પણ આંસુ આવી ગયા. કેમ કે સૂરજ અનુરાગનો દોસ્ત. તે અવારનવાર અનુરાગના ઘેર આવતો.


અનુરાગના પપ્પા મોહનભાઈ ઊભા થાય તે બોલ્યા સ્વાતિ જોડે અમે બધા છીએ. તમે ચિંતા ન કરો. અનુરાગ હતો ત્યાં સુધી મારી વહુ હતી પણ હવે મારી દીકરી છે. ત્યાંજ થોડી દૂર ઊભેલી સ્વાતિની સાસુ આવ્યા ને બોલ્યા, 'તમને લોકોને કોઈ વાંધો નથી પણ મને વાંધો છે. આ સાપના ભારાને હું કેટલા દિવસ સાચવીશ ? પોતાનું ધાર્યું કરનારી પોતાના માતા પિતાનું ન માનનારી, મારી ઈચ્છાની વિરુદ્ધ મારા દીકરા સાથે લગ્ન કરનારી "અપશુકન બાય" મારા ઘરમાં નહીં અને બીજુ તું સ્વાતિ સુંદર છે. તારી પાછળ તને વિધવા જોઈએ કેટલા છોકરાઓ આવશે અને મારા ઘરની વાતો કરશે.'


સ્વાતિ રડતા રડતા બોલી, 'મમ્મી હું એવી છોકરી નથી કે મારી પપાછળ છોકરાઓને ભગાવું. તમારા ઘર સુધી કોઈ નહીં આવે. ક્યારેય નહીં આવે. તેની ખાતરી આપું છું.'


ત્યારે સ્વાતિના સાસુ બોલ્યા, 'અનુરાગના ગયા પછી તું આઝાદ થઈ. પંખી થઈ ગઈ. મારો મોટો દીકરોને વહુ શિલ્પા તને કશુ નહી કહી શકે તું તો વિધવા કહેવાય. તારો ઘરવાળો મરી ગયેલો ગણાશે અને તું જેમ ફાવે એમ કરીશ. મારા ઘરની આબરૂના ધજાગરા કરીશ. તું મારા ઘરમાં ન જોઈએ.'


સ્વાતિના મમ્મી બોલ્યા, 'બસ કરો, સોનલબેન. તમે તો દીકરો ગુમાવ્યો છે. જરા ઇશ્વરનો ડર રાખો. તમે તમારા દિકરાના જવાનું સહેજ પણ દુઃખ નથી કે આવા શબ્દો બોલો. વિચાર તો કરો, તમારા દિકરાના જવાથી તમારી વહુ પણ જતી રહેશે. તમારા હાથમાંથી બધુ જતુ રહેશે.'


ત્યારે સોનલબેન બોલ્યા, 'તારા જેવી નથી કે પોતાની દીકરીને મારા દીકરા સાથે ભગાડી દીધી. લગ્ન કર્યા વગર. તારા જેવી ખતરનાક બાઈ નથી નેહા હું .તે તારી દીકરીને ભગાડી સાથીયા પારકી મા જેવું વર્તન કર્યું. પોતાની દીકરીને ધામધૂમથી પરણાવવાના બદલે કોર્ટમાં પરણાવી, વકીલ લઈને. તારા જેવી બાઈ મે દુનિયામાં નથી જોઈ.'

ત્યાં જ બાજુમાં ઉભેલો સુરજ આવ્યો અને બોલ્યો, 'માસી આપણે અનુરાગ તો ગુમાવી દીધો છે. હવે ભાભી પણ જશે. આપણે બંને ગુમાવશુ. તમે ભાભીને અપશબ્દો ના બોલો.'

ત્યારે સોનલબેન બોલ્યા, 'તને તારી સ્વાતિ ભાભીની એટલી બધી દયા આવતી હોય તો તારા ઘેર લઈ જા. તું પણ કુવારો છે. તે મોટી છે. એમાં શું થઈ ગયું ?'

સુરજ એક પણ શબ્દ ના બોલ્યો નીચું માથું કરી અને પોતાના ઘર તરફ ચાલતી પકડી.


બીજી બાજુ સ્વાતિના પપ્પા બોલ્યા, 'કિશોરભાઈ તેને કહ્યું, 'સ્વાતિ આ ઘરમાં રહેવું કે તારે તારા પપ્પાના ઘેર. એ છેલ્લો નિર્ણય તારો છે બેટા. તું ગમે ત્યારે આવી શકે છે. પાપાને ઘેર.'

'હા પાપા હું તમારા ઘેર આવીશ જ્યારે અહી મારુ કોઈ નહિ રહે ત્યારે.'


સ્વાતિની ભાભી પાયલ બોલી, 'સ્વાતિબેન તમારું ઘર નહીં આપણું ઘર. પપ્પાનું ઘર મારું છે એટલું જ તમારુ છે. તમે પપ્પાની મિલકતમાં પુરા વારસદાર છો. અને હું તમને તમારો વારસો આપીશ. તમારા અસ્તિત્વને ટકાવવા માટે. હું તમને કોઈના ઓશિયાળા નહીં થવા દઉં. ઈશ્વરનો નિયમ છે દેરાણી-જેઠાણી, નણંદ-ભોજાઈ, સાસુ- વહુ. આ સંબંધોમાં ઝગડા થતા જ રહે છે પણ હું તમને તમારા હકથી વંચિત નહિ કરું. તમે ચિંતા ના કરતા આપણા ઘરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે. પછી આજ હોય કે કાલ હોય કે ગમે ત્યારે હોય. તમારા ભાઇની સાથે તમને અડધોઅડધ ભાગ મળશે જેને તમે હકદાર છો.


આ સાંભળી સ્વતીના મમ્મી પપ્પા રડી પડ્યા. નેહાબેન અને કિશોરભાઈ. સ્વાતિ ઘેર હતી ત્યાં સુધીમાં સ્વાતિને ક્યારેય સારું ન કહેનાર ભાભી સ્વાતિનું અડધું દુઃખ લઈને ઉભી છે સ્વાતિનો ભાઈ મેહુલ રડી પડ્યો.


***

આમને આમ દિવસો જતા રહ્યા. સ્વાતિની તબિયત ખરાબ થઈ. શિલ્પાભાભી તેને દવાખાને લઈ ગયા. ફેમિલી ડોક્ટર. એટલે તેમની અનુરાગના મૃત્યુની ખબર. સ્વાતિને પેટમાં દુખવા આવ્યું, ઉલ્ટી થવા લાગી. એના માટે કોમ્પ્યુટરમાં જોયું. ને ખબર પડી સ્વાતિ "મા"બનવાની છે. તેમણે કહ્યું, 'શિલ્પાબેન સ્વાતિ પ્રેગનેટ છે. બે મહિના જેવું દેખાય છે. ત્યારે સ્વાતિ બોલી હા માસિકને બે મહિના જેવું થયું.


બંને ચેકઅપ કરાવીને બહાર આવ્યા. શિલ્પાભાભી સ્વાતિને અભિનંદન આપતા કહ્યું, 'સ્વાતિ તારે આ ઘરમાં રહેવુંતું અનુરાગની યાદ સાથે. ઈશ્વરે તને જીવવાનો સહારો આપી દીધો. ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી લીધી. ભલે એક સુખ છીનવી લીધું અને બીજું સુખ આપી દીધુ.'

ત્યારે સ્વાતિ બોલી, 'ભાભી તમે મારૂ એક કામ કરશો ?'

ત્યારે શિલ્પા ભાભી કહે, 'એક શુ તારા બે કામ કરીશ બોલ ?'

ત્યારે સ્વાતિ બોલી, 'ભાભી આ બાળકનો જન્મ થાય અને થોડું મોટું થાય ત્યાં સુધી તમે મારા સાથે રહો અને બાળક મોટું થઈ જાય પછી જેમાં પહેલા રહેતા હતા એમ જ અનુરાગ જીવ હતો ત્યારે. હું અને મારું બાળક. તમે મમ્મી પપ્પા મોટાભાઈને તમે... આપણે ફરીથી અલગ રહેવા લાવીશું.'


શિલ્પા ભાભીએ કહ્યું, 'તું ચિંતા ન કર. બધું સંભાળી લઈશ.' ઘરે જઈ અને શિલ્પાએ આ વાત તેના સાસુને ખૂબ જ ખુશી સાથે કરી. મોટાભાઈ પણ આ વાત સાંભળી એ પણ ખૂબ ખુશ થઈ ગયા તેને પણ કહ્યું 'સ્વાતિ ઈશ્વર તારી આ ઘરમાં રહેવાની ઇચ્છાને પૂરી કરી. હવે તને કોઈ અહીંથી નહીં કાઢી શકે કોઈજ નહીં પોતાની મમ્મીને સંભળાય તેમ બોલ્યા.'


સ્વાતીની સાસુએ કહ્યું, 'હા ભાઈ, સ્વાતિને બે થપ્પડ મારી દીધી અને બોલ્યા બોલ આ કોનું કામ છે ? બોલ મારો દીકરો તો મરી ગયો તો આ બાળક ક્યાંથી લાવી ? બોલ તારું મોઢું કાળું કરીને ક્યાંથી આવી ? મેં તને કીધું ને મારા દીકરાને મૃત્યુ પછી આઝાદ થઇ જશે અને મારા દીકરાને મરે એક મહિનો થયો નથી તું તારું મોઢું પણ કાળું કરીને આવી ગઈ.'


સ્વાતિ રડવા લાગી તેના સાસુ એ તેને ધક્કો માર્યો મોટાભાઈ એ સ્વાતિને પકડી. મોટાભાઈએ પોતાની મમ્મીને મારવા હાથ ઊંચો કર્યો પણ મારી ન શક્યા. શિલ્પા તું સ્વાતિ ને અંદર લઇ જા.


પછી મોટાભાઈ બોલ્યા, 'મમ્મી તું મમ્મી નથી, કોઈ ડાકણ લાગે. મમ્મી અનુરાગ મારો નાનો ભાઈ હતો. તું વિચાર કે શિલ્પાને એક મિનિટ પણ સ્વાતિ નહોતી ગમતી. પણ તેણે પોતાના વિચારો બદલી નાખ્યા પણ, તું તારો દીકરો ગુમાવ્યા પછી પણ એવીને એવી જ છે. છવીસ વર્ષનો દીકરો ગુમાવનાર મમ્મી આવી હોય ? ઘમંડી, અભિમાની, ઈર્ષાળુ ? શિલ્પાને સ્વાતિની ભાભી આરતી. એક સેકન્ડ પણ સ્વાતિની બુરાઈ વગર ન રહેનાર દુનિયાની બે ગજબ નારી સુધરી પણ તું નહિ, મમ્મી...



સોનલબેન બોલ્યા, 'હું સ્વાતિને આ ઘરમાં નહિ જ ટકવા દઉં. એમ બબડતા ચાલ્યા મારી ઇચ્છાની વિરુદ્ધ તે આ ઘરમાં આવી. લગ્નની ના પાડી તો સ્વાતિના મમ્મી પપ્પા એ પોતે કોર્ટ મેરેજ કરાવ્યા. હું સ્વાતિને મારી વહુ માનતી નથી, ને માનીશ પણ નહીં. રખડુ મારી વહુ હોયજ નહીં. અત્યાર સુધી મારા દીકરા સાથે શરૂ પછી બીજા કોઈ સાથે. તેનો શો ભાગેડુનો ભરોસો ...?'


ગર્ભવતી સ્વાતિનું શુ થશે એ જાણવા આગળના ભાગની રાહ જુઓ...


Rate this content
Log in

Similar gujarati story from Tragedy