Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

#DSK #DSK

Tragedy


5.0  

#DSK #DSK

Tragedy


પ્રેમલગ્નને વિધવા:એક અભિશાપ:3

પ્રેમલગ્નને વિધવા:એક અભિશાપ:3

4 mins 605 4 mins 605

સ્વાતિ બોલી, 'સૂરજ તું પાગલ થઈ ગયો છે. તે તારા સંસ્કારને મમ્મી પપ્પાની ઈજ્જતને ગટરમાં વહાવી દીધી છે. તું મને ભાભીમાંથી સ્વાતિ કેહવા લાગ્યો છે.'

સૂરજે કહ્યું, 'ના હું મારા સંસ્કાર ભૂલ્યો, ના મારા મમ્મી પપ્પા ને તારી ઈજ્જત. જ્યાં સુધી અનુરાગ હતો તું મારી ભાભી જ હતીને રહી છો. મારા પાસે તારા વિશે બીજું કશું વિચારવાનો કોઈ રસ્તો કે કોઈ કારણ નહોતું પણ હવે છે. આઈ લવ યુ હું તને દિલથી પ્રેમ કરું છું.


ત્યાંજ આરતી ભાભી આવ્યા અને બોલ્યા, 'મને ખબરજ નહોતી કે સૂરજ તું રોકાયો, તારા ભાઈને મોકલું તારા જોડે બેસવા. ત્યારે સૂરજ બોલ્યો, 'ના ભાભી ફરીવાર આવીશ, મોડું થઈ ગયું છે.'


આ વાતના અઠવાડિયા પછી ફરી એક વાર સૂરજ આવ્યો. સ્વાતિ એ તેને આવકાર આપ્યો. સ્વાતિ સૂરજની વાત ભૂલી પણ ગયેલો કેમકે કેમ સૂરજની વાત પોતાના મગજ પર લીધા વગરજ પોતાના કામમાં પોતાની દીકરીમાં ખોવાઈ ગઈ. ફરી વખત સુરજ 'સ્વાતિ મારા જીવનસાથી હું તને પ્રેમ કરું છું.'


સ્વાતિ બોલી, 'સૂરજ તું પાગલ થઇ ગયો છે. તું મારાથી બે વર્ષ નાનો છે. તારી સામે તારી આખી જિંદગી પડી છે. તારા મમ્મી પપ્પા તારો પરિવાર તારો સમાજ આ બધું જ છે અને તું અને તારું પાગલ પણ બંધ કરી દે. તે ખૂબ જ ઉતાવળો નિર્ણય લીધો છે અને જે વ્યાજબી નથી અને હું પણ તારા આ નિર્ણય સાથે બિલકુલ સહમત નથી.'

સુરજ બોલ્યો, 'હું તારા સાસુના કહેવાથી એક ઘરમાંથી નીકળી ગયો પછી આજદિન સુધી એ ઘરમાં નથી ગયો. આટલો લાંબો સમયગાળો વિચારવામાંજ ગયો છે અને તું મને કહે છે કે મેં ઉતાવળો નિર્ણય લીધો છે. એવું બિલકુલ નથી. સ્વાતિ બસ મારે તારો સહારો જોઈએ છે. સુરજ બોલ્યો મારા મમ્મી પપ્પા ના પાડે છે. એક બાજુ તું ના પાડે છે અને એક બાજુ મારી ખુશી તારી સાથે જોડાઈ ગઈ છે. તું તો મને સમજવાની કોશિશ કરો.'


સ્વાતિ બોલી, 'તારા મમ્મી પપ્પાની ઈચ્છા નથી તો પછી તું શા માટે મારી પાછળ પડયો છે ? હું હા પણ પાડી દઉં અને જો તારા મમ્મી પપ્પા ના પાડે તો ?'

સૂરજ : 'કંઈ નહીં હું તને પ્રેમ કરું છું અને તું ના પાડીશ તો હું કોઈ પણ છોકરી સાથે લગ્ન નહિ કરું અને મારી જિંદગી બગાડવામાં તારો હાથ હશે. એ વાત તું યાદ રાખજે અને એ બધુંજ પાપ તને લાગશે. હું આખી જિંદગી કુંવારો રહીશ મારા મમ્મી પપ્પા ક્યાં સુધી બોલ ? પછી મારુ જે થશે બધું જ પાપ તારા ઉપર આવશે.'


સ્વાતિ બોલી, 'સુરજ એક સમય માટે મારી દીકરી માટે અને મારા માટે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર પણ થઈ જાવ. પણ મેં એક વાર ભૂલ કરી એવી બીજી વાર નહીં કરું.

સુરજ બોલ્યો, 'કઈ ભૂલ ?'

સ્વાતિ બોલી, 'અનુરાગના મમ્મી મરજી વિરુદ્ધ જઈને તેની સાથે લગ્ન કર્યા અને તેનું પરિણામ તું જાણે છે. હવે હું બીજી માતાના દિલને દુખ પહોચાડવા પહોંચાડવા નથી ઈચ્છતી.

સુરજ બોલ્યો, ' સ્વાતિ દરેક વખત એવું ન થાય.'

સ્વાતિ એ કહ્યું, 'તું તારા મમ્મી પપ્પાને મનાવ પછી બીજી વાત. ત્યાં સુધી તું ઘરમાં પગ નહી મુકતો.'


સુરજ પોતાના મમ્મી-પપ્પાને મનાવવા માટે રાત-દિવસ એક કરવાનું શરૂ કરી દીધું. તેની મમ્મીને તેના પપ્પાને એ મોડી રાત સુધી સમજાવે ક્યારેક તો જમેં પણ નહીં. તો ક્યારેય પોતાની બંને બહેનોને કોલ કરીને કે તું મમ્મી પપ્પાને સમજાવ હું કોઈ જોડે લગ્ન નહીં કરી અને એમની મરજી વગર પણ હું સ્વાતિ સાથે લગ્ન નહીં કરૂ. રાજીખુશીથી મને આશીર્વાદ આપે.  સૂરજે એમ પણ કહી દીધું કે તમે વિચારો આમ તો મારી તમને ન કહેવું જોઈએ. તમે મારી બંને બહેનો છો. ન કરે નારાયણ અને સંજોગવશ કશુંક થાય તો ? તમે લોકો સ્વાતિની જગ્યા એ હોવ તો ?


બંને બહેનો પિયર આવીને સૂરજ માટે તેના મમ્મી-પપ્પાને મનાવવા લાગી અને અંતે એક માતાપિતા ઢીલા પડી ગયા. એક દીકરા પાસે ને સ્વતીના મમ્મી પપ્પાને સ્વતીનો હાથ સૂરજ ના હાથમાં આપવા કહ્યું. એક સેકન્ડ માટે આ ઘટના કોઈ ન સમજી શકયુ. આરતી ભાભી મમ્મી પપ્પા ખુશ ખુશ થઈ ગયા. તો એક બાજુ ચમત્કાર થયો. કિશોરભાઈ પોતાની દીકરીને હાથ ખુશીનો ખજાનો આવતા તેમણે તરત જ હા પાડી દીધી હતી. સ્વાતિના મમ્મી-પપ્પા, ભાઈ- ભાભી, શિલ્પાભાભી, કશ્યપભાઈ બધા ખૂબ ખુશ થઈ ગયા.


સ્વાતિ એ કહ્યું, 'આ વખતે મારા લગ્ન વિધિવિધાન સાથે સગાઈની રસમથીજ કરો મમ્મી. ભલે દુનિયા ગમે તે કહે.'


સ્વાતિની ઈચ્છા મુજબ તેના પપ્પા એ બ્રાહ્મણને બોલાવ્યા એક શુભ મુહૂર્તને સગાઇ નક્કી કરી. સ્વાતિની જિંદગીમાં ફરી વખત ખુશીના દિવસો શરૂ થયા સૂરજની સાથે...


Rate this content
Log in

More gujarati story from #DSK #DSK

Similar gujarati story from Tragedy