Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF
Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF

#DSK #DSK

Drama


3  

#DSK #DSK

Drama


અભિનંદન: એક પ્રેમકહાની-26

અભિનંદન: એક પ્રેમકહાની-26

6 mins 250 6 mins 250

તમારા બધાના દિલમાં ઘણા સમયથી પ્રશ્ન છે. અભિનંદન અને મિતાલી આવ્યા ક્યાંથી? કોણ છે? શું છે એનીનઆઈડેન્ટી? કોઈ કહે છે અભિનંદન પાપ છે. તો કોઈ કહે છે મિતાલી એની માના અફેરનું સંતાન છે. કોઈ કહે છે અભિનંદન એના પાપા ના અફેરનું સંતાન છે. તો કોઈ કહે છે પૈસાદાર લોકોને શું હોય? એ ગમે ત્યાંથી બચ્ચા પેદા કરી શકે છે.


હા અમે પૈસા વાળા, પણ એનો મતલબ એવો નથી કે તમે લોકો અમારા વિશે ગમે તેમ બોલો. ગમે તેવી વાતો કરો. ગમે તેવું ઉડાવો. અભિનંદન ના પપ્પા અનિલભાઈ મેજર બોલી રહ્યા.

અનિતાબેન બોલ્યા તકલીફ એ વાત નથી કે તમે લોકો બોલો છો. બોલો, વાત કરો પણ જ્યારે તમે અર્થના અનર્થ કરો છો અર્થઘટન અલગ અલગ કરો છો ત્યારે તકલીફ થાય છે. અગર આવી જ બધી બાબતો તમારા વિશે બોલવામાં આવે તો? તમને કહેવામાં આવે તો? તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી હાલત શું થાય? ઈશ્વરે અમને પણ માણસ બનાવ્યા છે. થોડા પૈસા વધારે છે તેનો મતલબ એવો નથી કે અમારી પાસે અમારું પોતાનું સન્માન નથી .બધું જ છે. અમારી પાસે અને અમે બધું જ કરી શકીએ છીએ. તમારા મોઢા બંધ કરવા માટે. પણ એવું કરીશું તો લોકો કાલે કહેશે સત્યને છુપાવવા માટે નિર્દોષ બલીનો બકરો બન્યો.


વિશ્વાસ બોલ્યો જી હા, મારા મમ્મી અને પપ્પા જે કહી રહ્યા છે તે બિલકુલ સાચું છે. હું તેમના પૂરેપૂરા 110% સપોર્ટમાં છું. મને ગર્વ છે કે મારા માતા-પિતા ખરેખર એક મહાન માતા-પિતા છે. બાકી દુનિયાની કોઈ તાકાત નથી કે આ વસ્તુ કરી શકે. મને ગર્વ છે મારા માતા-પિતા ઉપર એમના કામ ઉપર.

અનિલભાઈ આગળ બોલ્યા તમે જાણો છો અવારનવાર આપણે ત્યાં પાકિસ્તાની હુમલા કરતા રહે અને તેને કારણે અનેક સૈનિકો મરાય છે એટલે આપણે અહીં દર્દીઓને પરેશાન કરવા માટે કોઈ ઝંઝટ ન કરીએ. અવાજ નહીં કરીએ. અને એ લોકોને પરેશાન પણ નહીં કરીએ.

અભિનંદન, અભિનંદન માત્ર ને માત્ર પાંચ મહિનાનો હતો.... એક અનાથ આશ્રમમાંથી મળેલો. હું એક અનાથ આશ્રમ ગયેલો. એમાં ઘણા બાળકો નાઇસ સુંદર સુંદર અને બાળક તો ગમે તેવું હોય દેખાવે તેની કિલકારી હંમેશા દિલને સ્પર્શ કરી જાય છે. પણ ખબર નહીં મને અભિનંદનની કિલકારી મારા દિલ સુધી પહોંચી ગઈ. અને ત્યારે જ મારા જોડે રહેલા એ અનાથ આશ્રમના પ્રમુખને કહ્યું મારે આ બાળક જોઈએ છે મને ગમે છે ત્યારે પ્રમુખે કહેલું, સર, તમે એકલા નિર્ણય ન લો. બેન ને પૂછી જુઓ. કેમ કે તમારે હાલ કોઈ સંતાન નથી પણ જ્યારે થશે ત્યારે શું તમે તમારા સંતાન અને આ સંતાન બંને વચ્ચે બેલેન્સ જાળવી શકશો ? શું તમે આ બાળકને જીવનપર્યંત કોઈ પણ જાતના વાંકુચૂકો બોલ્યા વગર સાચવી શકશો ?

ત્યારે તારી મમ્મી વિશ્વાસ. (વિશ્વાસ ની સામે જોઈને)જ્યારે તું કે તારું અસ્તિત્વ પણ ન'તું ત્યારે. તારી મમ્મી એ આવીને કહ્યું સર તમારે મને અભિનંદન આપવા જોઈએ કે મારા પતિ મને માતા બનાવે છે. આ બાળક ને અભિનંદન આપવા જોઈએ કે એક સારા પરિવારમાં જઈ રહ્યું છે. આ બાળક એની આઈડી બનાવી શકશે. પોતે દુનિયામાંથી કંઈક મેળવી શકશે. તમારે કોંગ્રેચ્યુલેશન્સ કેવું જોઈએ!

ત્યારે પ્રમુખે કહ્યું મેજર જોડે તમે સહમત છો ? ત્યારે અનિતા એ કહ્યું હું મેનેજર જોડે પૂરેપૂરી સહમત છું. મને પણ આ બાળક ગમે છે મારા દિલે પણ એની ચિંતા કરી છે. ત્યારે મેં તારી મમ્મી ને કહ્યું અભિનંદન. તું આજે કોઈ પણ કષ્ટ વગર માતા બની ગઈ. કોઈ પણ દુઃખ વગર માતા બની ગય. મમ્મી બની ગઈ. મધર બની ગઈ. ત્યારે જ મારા દિલમાં ચમકારો થયો. અનિતા આનું નામ આપણે અભિનંદન જ રાખશુ.અનિતા કહે હા અભિનંદન. અને આ રીતે અભિનંદન નામકરણ થયું અને એને હું લઈ આવ્યો. તમને બધાને ખબર છે હું અહીં સાત વર્ષથી સ્થિત છું ને અભિનંદન સાત ધોરણ સુધી મારા જોડે ભણાવ્યો. પછી મેં એને હોસ્ટેલ ભણવા માટે મોકલી દીધો. તે ડોક્ટર ની પદવી મેળવીને આવ્યો.આર્મી ની ડૉક્ટર ની એક્ઝામ માં પાસ થઈ અને મારા જોડે મારો એક હાથ બની એ હોસ્પિટલમાં આવી ગયો. આગળ અનિલભાઈ બોલ્યા હવે હું તમને મારા બે હાથ જોડું છું, મહેરબાની કરીને તમે અમારા પરિવારને ડિસ્ટર્બ કરવાની કોશિશ નહીં કરતા. અમે બધા સુખી છીએ. મારા પોતાના બે સંતાન છે. વિશ્વાસ અને આરોહી. તેને અભિનંદન થી કોઈ તકલીફ નથી. તો હું તમને તમારા પગે પડી બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમારા પરિવારમાં આ સત્ય જાણ્યા પછી દખલ કરવાની કોશિશ કરતા નહીં.


મિતાલી ના મમ્મી બોલ્યા જે રીતે અભિનંદન ઘરમાં આવ્યો એ જ રીતે બીજા દિવસે અમે પણ એ જ અનાથ આશ્રમમાં ગયા કેમ કે અનિતાબેન મારી સખી. એ બાળક લઈ આવી. એ માતા બની ગઈ. તો હું કેમ નહીં? અને મેં પણ મારા પતિ સાથે વિઝીટ કરી અને કહ્યું મારે પણ એક દીકરી જોઈએ છે અને એના અભિનંદન થી વધારે રૂપાળી હોવી જોઈએ. વધારે સુશીલ હોવી જોઈએ. અને એટલા તો સંસ્કાર આપીશું કે તે એના દીકરા પર ક્યારેય ગર્વ નહીં કરી શકે. તેને દીકરો છે હું મારી દીકરી પર ગર્વ કરીશ. અભિમાન કરીશ એને મને કીધા વગર જ અનાથ આશ્રમમાંથી બાળક લઈ આવી અને મને કહ્યું પણ નહીં.


એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હું ખૂબ જ ખુશ છું અને ખરેખર ગુસ્સે થઇ ગઈ અને બીજા દિવસે હું પણ મિતાલી ને લાવી મારા ઘરે મારી દીકરી બનાવી. મારે તો એક સંતાન છે. વિહાન. વિહાન મારી મિતાલી કરતા મોટો. આજે મને મારી મિતાલી પર ગર્વ છે. અભિનંદન જોડે એ બંને હાથ બનીને ઉભી છે. એની દેશભક્તિ ને એ માન આપે છે અને અભિનંદનની દેશભક્તિ વચ્ચે જ્યારે મારી દીકરી આવતી નથી.

અનિતા ને મનોમન આપેલું વચન પૂરું થયું. મારી દીકરી મારુ અભિમાન છે. અગર મારી દીકરી ચાહે તો અભિનંદનના બધા જ કામ બંધ કરાવી શકે છે. પણ એક તારા દીકરાને બંને હાથ બનીને ઉભી છે. તને દીકરો હોવાનો ગર્વ છે તો મને મારી દીકરી હોવાનો પણ ગર્વ જ છે કેમ કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તારા સફળ અભિનંદન પાછળ મારી મારી દીકરી છે જેને મેં મારી દીકરી બનાવી છે.

અનીતાબેન બોલ્યા તારી વાત સાચી છે પદ્માવતી. તું જીતી ગઈ. તાને એ દિવસે ખુબ જ ગુસ્સો આવ્યો હતો ને એ દિવસે હું અભિનંદન ને લાવી અને એ ગુસ્સામાં તો તું લઇ આવી મિતાલી ને.તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે મેં તને વાત પણ નથી કરી અને તને તો ખબર પણ નહોતી કે હું અભિનંદન ને લઈ આવી છું. તારી દીકરી ના સંસ્કાર સામે હું હારી ગઈ.


મિતાલી બોલી હું તમને બધાને વિનંતી કરું છું કે તમે મારા અને અભિનંદન મમ્મી-પપ્પા શક શરૂ કર્યા હતા તેના સંસ્કાર પર કોઈ શક નહિ કરતા. આ મારાને અભિનંદન માટે એક મહાન વ્યક્તિ છે કે અભિનંદન મમ્મી-પપ્પા માટે જિંદગી આપી દઈએ તો ઓછું પડે.એક અનાથ આશ્રમમાંથી ઉપાડીને લાવેલા બાળકોને કેટલો પ્રેમ કરે છે.

વિહાન કરતા મારી મા મને વધારે પ્રેમ કરે છે અને આરોહીને વિશ્વાસ કરતા મારા સાસુ-સસરા અભિનંદન વધારે પ્રેમ કરે છે. એક અનાથ આશ્રમમાંથી આવેલા બાળકો માટે આનાથી વિશેષ મોટો દરજ્જો કયો હોઈ શકે? અને અન્ય લોકોની સામે ઉભા રહી શકીએ એટલા લાઈક બનાવ્યા છે. અભિનંદન આર્મીમાં ડોક્ટર બની શક્યો. એક અનાથ બાળકને ડોક્ટર બનાવ્યો. અને હું. હું પણ એક સારી કંપની માં જોબ કરી શકું એ લાયક છું પણ અભિનંદન માટે....વિશ્વાસે પોતાની ભાભી નો હાથ પકડ્યો અને કહ્યું ભાભી તમારા દિલમાં તમે ક્યારેય ઓછું ન લાવશો. તમે મારા ભાભી છો અને અભિનંદન મારો ભાઈ છે. તમે લોકો મારાથી મોટા છો અને મોટા રહેશો.

આરોહી બોલી ભાભી વિશ્વાસ ની વાત સાચી છે. ભાઈ ની વાત સાચી છે. તમે અમારા થી મોટા છો અને કાયમ મોટા રહેશો. એક પરિવાર બની. બધા રડવા લાગ્યા. નીચે ઊભેલા તમામની આંખોમાં અશ્રુની ધારા વહી રહી છે.

ત્યાં જ શૌર્ય આવ્યો ને ધીમેથી કહ્યું સર,ચિંતા ન કરશો, કરણસિંહ ને હવે કોઈ ખતરો નથી....અભિનંદન શૌર્ય ને ભેટી પડયોને બધા એ બે ને જોઈ રહ્યા.!


Rate this content
Log in

More gujarati story from #DSK #DSK

Similar gujarati story from Drama