Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

#DSK #DSK

Drama


3  

#DSK #DSK

Drama


અભિનંદન: એક પ્રેમ કહાની-27

અભિનંદન: એક પ્રેમ કહાની-27

5 mins 319 5 mins 319

ત્યારે અભિનંદન શૌર્યને બાથ ભીડી ગયો. તે એવા ન્યુઝ સંભળાવ્યા છે કે હું આ સાંભળવા માટે જાણે વર્ષોથી તરસતો હતો. મારા કાનને આશા હતી. મારી આંખોમાં પ્રેમ હતો. મારા દિલમાં લાગણી હતી કે આ કામ અવશ્ય પૂર્ણ થશે અને થઈ ગયું.

થેંક્યુ સો મચ શૌર્ય.ત્યારે શૌર્ય એ કહ્યું મહેનત તમારી છે.તમને સમાચાર આપ્યા છે મેં...

ત્યારે અભિનંદનને કહ્યું પણ તે એવા સમાચાર આપ્યા છે કે ખરેખર તે મને એટલી બધી ખુશી આપી છે કે હું તેને શબ્દોમાં વર્ણન કરી શકું તેમ નથી. થેન્ક્યુ સો મચ શૌર્ય.

ત્યાં આરોહી આવી અને બોલી ભાઈ તું કેમ આટલો બધો ખુશ છે?

ત્યારે પોતાની બહેનને હસતા હસતા કહ્યું શૌર્ય એ ગુડ ન્યુઝ આપ્યા છે.તેની સગાઈ ફિક્સ છે.

આરોહી બોલી what?અભિનંદન બોલ્યો લે ! તને નથી ખબર? તું તો બોવ દોસ્ત દોસ્ત કરે છે શૌર્ય ને.

આરોહી બોલી ઉદાસ થઈને ના.મને નથી ખબર.અભિનંદન બોલ્યો લે!!! તું તો શૌર્ય જોડે ગપ્પાં લડાવતી હોય છે ને તને ખબર નથી.બોવ કેવાય હો. શૌર્ય એ જ વાત મને કહી એટલે હું ખુશ થઈ ગયો. શૌર્ય ખૂબ સારો છોકરો છે. જોકે આપણો શૌર્ય ઓછો નથી.પણ બોવ કેવાય તું તો ફ્રેન્ડ કહે ને, શૌર્ય એ તને વાત ન કરી...કરણસિંહજી ના સમાચાર સાંભળી ખુશ થયેલા ને આજનો કાર્યક્રમ સક્સેસ ગયો એનાથી ખુશ થયેલા અભિનંદનને મજાક શરૂ કરી. શૌર્ય આરોહી સામે ઘણા ઈશારા કરે છે, કે અભિનંદન સર તને જુઠ કહે છે. તને ઉલ્લુ બનાવવાની કોશિશ કરે છે. તેના ઈશારા આરોહી સમજી નહીં અને માત્ર એટલું જ બોલી ભાઈ આપણે તો શૌર્યને આપણે પાર્ટીમાં બોલાવી લીધો પણ એની સગાઈ ની પાર્ટી માં આપણને ના બોલાવ્યા.ત્યારે અભિનંદન બોલ્યો અરે પાગલ સગાઇ થઇ ક્યાં છે? હજી બાકી છે આતો ખાલી નક્કી થયું છે. અભિનંદન હસતા હસતા બોલ્યો ત્યારે વચમાં શૌર્ય બોલ્યો સર, તમે પણ શું બોલો છો?

ત્યારે મિતાલી બોલી અભિનંદન....

અભિનંદન બોલ્યો ....જતાં-જતાં આરોહી હું તો મજાક કરતો હતો.

શૌર્ય બોલ્યો જી સર.અભિનંદન તો જતો રહ્યો પણ આરોહી બોલી કે આવડી મોટી વાત મારાથી વાત છુપાવી. તે મને પણ ન કહ્યું. અને સીધું ભાઇને કહી દીધું.ભલે નક્કી ન થઈ હોય પણ છોકરી ના મમ્મી પપ્પા જોવા આવે તોય તારે કેવું જોઈએ.

ત્યારે શૌર્ય બોલ્યો અરે ભાઈ, ભાઈ મજા કરે છે. તેને જ તને કહ્યું ને કે એ મજાક કરતા હતા.આરોહી બોલી ગમે તેમ હોય પણ શૌર્ય. તું મારાથી વાત છુપાવી છે એ નારાજ થઈ ગઈ.ત્યારે શૌર્ય બોલ્યો આરોહી તને તારા ભાઈના શબ્દો પર વિશ્વાસ નથી. મારા પર તો નથી. એ બોલ્યા "આરોહી હું મજાક કરું છું."


***

અભિનંદન અને તેનું ફેમિલી, મિતાલીનું ફેમિલી અને શૌર્ય નું ફેમિલી એક સાથે હસી મજાક કરતા કરતા જમવા લાગ્યા. શૌર્ય ના મમ્મી પપ્પા એ અનિલભાઈ ને સુનિલભાઈ ના કામની સરાહના કરી....એક મહાન મમ્મી પપ્પા ગણાવ્યા....


****

ફંકશન પતી ગયું બધા જ પોતાના ઘરે જઈ રહ્યા. હવે માનો કે ગણ્યાગાંઠયા લોકો જ આ હોસ્પિટલને સામેના કેમ્પસમાં છે તેવા જ થોડા ઘણા મહેમાન છે બાકી બહારથી આવેલા એ જતાં રહે છે.

હવે,આર્મીના કેમ્પસના લોકો પોતાના ઘરે જતા રહ્યા અભિનંદન વિશ્વાસ તેના મમ્મી-પપ્પા મિતાલી આરોહી બધા ઘરે જતા હતા ત્યાં જ

અભિનંદન બોલ્યો તમે લોકો જાઓ હું આવું છું. ત્યારે અનિતાબેન બોલ્યા કેમ તારે શું કામ છે?

ત્યાંરે અભિનંદન બોલ્યો તમે લોકો જાવ હું કરણસિંહજી ને મળતો આવુ અને કહે તો આવું કે હવે તમારી પત્નીને મારી વ્યવસ્થા ની કોઈ જરૂર નથી. એ બધી વ્યવસ્થા કરવા માટે તમે છો..અનિલભાઈ કહ્યું ઠીક છે તો તારી મમ્મી ભલે ના પાડે તું જઇ આવ....


વિશ્વાસ બોલ્યો ભાઈ હું પણ આવું. અભિનંદનને કહ્યું ઓકે. નો પ્રોબ્લેમ. ચલો.

બંને ભાઈઓ જતા વાતો કરે છે... મજાક મસ્તી કરે છે અભિનંદન કહે છે કે તે કોઈ છોકરી શોધી કે નહીં?ત્યારે વિશ્વાસ કહે છે ભાઈ એક છોકરી ગમે છે ત્યારેઅભિનંદન બોલ્યો રીયલ સાચે જ.વિશ્વાસે કહ્યું પણ એ મને પ્રેમ કરે છે કે નહીં મને ખબર નથી.

ત્યારે અભિનંદન બોલ્યો ઓહો. હજી તો પ્રેમનો ઈઝહાર કરવાનો બાકી છે. અને કહે છે કે એક છોકરી ગમે છે. તો તો તારૂ પતી ગયું. વિશ્વાસ બોલ્યો કેમ ભાઈ? પણ અભિનંદનનું ધ્યાન નથી એની નજર માં કંઈક કંઈક ચમકતું હોય એવું લાગે છે.કોઈ જોતું હોય એવું લાગે છે. અને કોઇ છુપાઈ છુપાઈને જાય છે અને આવે છે. વૃક્ષોની પાછળથી કોઈ સમજાવવાની કોશિશ કરે છે તેવો તેને અહેસાસ થાય છે.વિશ્વાસ બોલ્યો ભાઈ શું જુઓ છો? તમને કોઈ શંકા છે, આર્મીના કેમ્પસમાં?


ત્યારે અભિનંદન બોલ્યો વિશ્વાસ મને એવું લાગે છે કે કોઈ છુપાઈ રહ્યું છે આપણાથી. કોઈને એવું લાગી ગયું છે કે આપણે બન્ને આવ્યા છીએ.કોઈ ઝડપથી આવે છે જાય છે ને કોઈને સમજાવે છે કે કોઈ છે છુપાઈ જા.ત્યારે વિશ્વાસ બોલ્યો ભાઈ,એ તમારો વહેમ છે.આજ તમે થકી ગયા છો એટલે.બહારથી તો કોઈ આવી શકે તેમ નથી.અભિનંદન બોલ્યો તો અંદરના લોકો તો કશુંક કરી શકે છે ને?ત્યારે વિશ્વાસ બોલ્યો ભાઈ તમારે કરણસિંહજી ને મળવા જવાનું છે અને મને મળવાનો છે કે આપણે જઈ આવીએ.અભિનંદન બોલ્યો હા,વિશ્વાસ કદાચ મારી નજરમાં કોઈ ખામી હશે.વિશ્વાસ બોલ્યો ભાઈ તમારી નજરમાં ખામી નથી.તમે થાકી ગયા છો.


અભિનંદન બોલ્યો તારી સાચી છે. પણ હશે એ બંને ભાઈઓ ઉપર ગયા વોર્ડ નંબર 2 નંબર એક. હાલ તો આ રૂમમાં કરણસિંહજી એક દર્દી છે તેનું ધ્યાન રાખવા માટે બે માસી એક નર્સ અને બાજુમાં એક ડોક્ટર છે. અભિનંદન અને આવતા જોઈ બંને માસી ઉભી થઇ ગયા.

અભિનંદન અને વિશ્વાસ અંદર આવ્યા અને અભિનંદન કહે "જો વિશ્વાસ આ કરણસિંહજી છે."

વિશ્વાસ બોલ્યો ન જય હિન્દ કરણસિંહજીને અભિનંદનને કરણસિંહજીને બોલવાની ના પાડી એટલે માત્ર તેણે પોતાનું માથું હલાવ્યુ.અભિનંદન બોલ્યો કરણસિંહજી આ મારો ભાઈ છે. મારાથી નાનો છે અને બીજું એ કે હવે તમે ચિંતા ના કરતા તમારા પત્નીની.હવે તમને કોઈ પણ જાતનો કોઈ ખતરો નથી .હવે તમે અને તમારો જીવ બંને સલામત છો.તમારો પરિવાર પણ તમારા થકી સલામત છે.

કરણસિંહજીના પરિવારના સભ્યો પણ સાંજ સુધીમાં આવી ગયેલા. એ લોકો પણ અભિનંદન અને વિશ્વાસને મળ્યા અને અભિનંદન આભાર માનતા તેમની પત્ની અને તેમના માતાપિતાએ કહ્યું કે સર ખરેખર તમે મારા બધાનો જીવ બચાવી લીધો.


ત્યારે અભિનંદન એક માત્ર એટલું જ કહ્યું કે કાકા ઈશ્વરની મરજી વગર આપણું કશું ચાલે નહિ.

કાકાબસ એટલું જ બોલી શક્યા તુ સો એ સો ટકા સાચો છે....

પછી બન્ને ભાઈ નીકળ્યા હજુ અભિનંદન પેલા પડછાયાના વિચારમાં જ છે એ આમ તેમ જુએ છે

ત્યારે વિશ્વાસ હસતા હસતા ધીમેથી બોલ્યો આર્મીવાળો ગમે તે હોય, પત્તાવાળો જ કેમ નહિ! પણ લાગે તો આર્મી,સાલો જેની પાછળ પડે એની ધૂળ કાઢી નાખે છે....

અભિનંદન બોલ્યો હે..!


Rate this content
Log in

More gujarati story from #DSK #DSK

Similar gujarati story from Drama