Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

#DSK #DSK

Drama

3  

#DSK #DSK

Drama

અભિનંદન: એક પ્રેમકહાની- 30

અભિનંદન: એક પ્રેમકહાની- 30

8 mins
263


અભિનંદન અને મિતાલી આર્મી કેમ્પસના ગાર્ડનમાં એકબીજાનો હાથ પકડીને બેઠા છે. અભિનંદન મિતાલીના ગાલ ઉપર હાથ રાખતા "આઈ એમ સોરી" હું તારી સાથે ઘણા સમયથી આ બોલિવૂડનો કહેવાતો ક્વોલિટી ટાઈમ કે આધુનિક લોકોનો કહેવાતો સમય નથી આપી શક્યો.


ઘણી બધી મુશ્કેલી માં ઘણી બધી સમસ્યામાં મારા પરિવારને અને તને એક સાથે રાખવાની કોશિશ કરું છું પણ એવું મારાથી નથી થતું. ન જાણે પરિવારને રાખું છું તો હોસ્પિટલમાંથી કશુંક છૂટે છે અને હોસ્પિટલને જોડે રાખું તો પરિવારમાંથી કશુક છૂટે છે. અને પરિવારને ધ્યાન આપૂ તો તને સાથ આપી શકતો નથી.મને યાદ પણ નથી કે તને છેલ્લે ક્યારે આઇ લવ યુ કહ્યું. છેલ્લે ક્યારે આઈ એમ સોરી કહ્યું. છેલ્લો સમય ઘણી બધી મુશ્કેલી અને સમસ્યાથી ભરેલો રહ્યો. આજે મને થોડો સમય તારી સાથે વાતચીત કરવા મળ્યો છે અને તારા ખોળામાં માથું રાખીને સૂઈને વિતાવવા માંગુ છું.અભિનંદન મિતાલીના ખોળામાં સુઈ ગયો અને મિતાલી અભિનંદનના માથામાં હાથ ફેરવતા બોલી અભિનંદન જિંદગી છે "તું કોઈ મશીન નથી, માણસ છે." કે એકસાથે બધા કામ કરી શકે!!!! પણ મને અને આપણા પરિવારને સંતોષ છે કે તું જે કામ કરે છે એ નેક જ છે અને અમે લોકો હંમેશા તારી સાથે છીએ તો અમને ભૂલી જાય તો અમે તને યાદ કરાવીશું કે તું અમને ભૂલી ગયો છે.હસતા હસતા અભિનંદને મિતાલીનો હાથ પકડીને કહ્યું ચોક્કસ. તમે લોકો મને યાદ કરાવજો હું તમને લોકોને ભૂલી રહ્યો છું, હું તમને લોકોને છોડી રહ્યો છું.મિતાલી અભિનંદનના માથા પર કિસ કરી અને પછી બોલી અભિનંદન કરણસિંહજી હવે જઈ રહ્યા છે. બિલકુલ ઠીક છે. તેના પરિવાર સાથે તેને એક મહિનો વિતાવવા માટે છૂટી મળી છે. તેનો પરિવાર પણ ખૂબ જ ખુશ છે. આજે એ લોકો વિદાય લેશે અને સૌથી વધારે ખુશી એમાં તને હશે કે તે ઘણી મહેનત કરી અને એ રંગ લાવી.


ત્યારે અભિનંદન બોલ્યો મારા પુરા સ્ટાફે મને સાથ આપ્યો છે અને મને ગર્વ છે મને અભિમાન છે મારા સ્ટાફ પર કે બધા મને પૂરો સાથ આપે છે. સહકાર આપે છે. હું જ્યારે ખોટો હોઉં છું કે ખોટા નિર્ણય લઉં છું ત્યારે મારો વિરોધ નથી કરતા પણ બધાએ સાથે મળીને કહે છે કે આ બાબતને અમે સર સ્વીકારવા તૈયાર નથી.

એટલે હું વિચારું છું કે આટલા બધા એકસાથે વિચારવા તૈયાર નથી એનો મતલબ હું કંઈ ખોટો છું અને હું મારું ડિસિઝન બદલી નાખું છું.મિતાલી આનાથી સારો સ્ટાફ કોને મળી શકે? હાલ તો બધે ડખા ચાલે છે પછી કેવી જિંદગી હોય છે!!!!

મિતાલી અભિનંદનના ફેસ પર હાથ રાખતા, હોઠ પર હાથ આપતા કહ્યું બસ હવે, તો આ બધી જ વાતો ભૂલી જા. તેને યાદ નહીં કરે, ચાહે તને સાચું લાગે કે ખોટું લાગે પણ હાલ તું મારો છે અને તું મારા સાથે ટાઈમ વિતાવ.

*********


અભિનંદન રિમાના ઘેર જાય. જોડે મિતાલી પણ છે બંને ઘેર પહોંચ્યા છે. તેના મમ્મી-પપ્પા નથી. રિમા છે આગળના રૂમમાં કોઈ ન દેખાયું...છેલ્લા રૂમમાં લાગે રિમા....

મિતાલી બોલી. રીમાના ઘેર આવતી કામવાળી એ દરવાજો ખોલ્યો. ને મિતાલી સોફા પર બેસી ગઈ. અભિનંદન રીમાને બોલવા માટે અંદર રીમાના બેડરૂમ માં ગયો. ત્યાં તેણે જોયું કે રિમાનો કબાટ અધ ખુલ્લી હાલતમાં છે અભિનંદન કબાટને બંધ કરવા પ્રયત્ન કર્યો ત્યારે તેણે જોયું કે રિમાના કબાટમાં હાર્ટની રેડ કલર ની દવા પડી છે. તેને જોયું તો પૂરી 15 બોટલ છે. અભિનંદન ખુશ થઈ ગયો. રિમા મને તારો સાયન્ટિફિક અંદાઝ ગમે છે.રીમા બોલી અરે સર તમે? ક્યારે આવ્યા? ત્યારે અભિનંદન બોલ્યો આ શું છે?ત્યારે બોલી મારા કપડા છે. સર કેમ?

ત્યારે અભિનંદન બોલ્યો કપડાની જોડે આ બોટલ છે.

રીમાં બોલી હું મારા કબાટમાં કોઈ બોટલ રાખતી જ નથી.

ત્યારે અભિનંદન બોલ્યો હું જોઉં છું છતાં પણ તું જૂઠું બોલે છે.

ત્યારે રીમાએ કહ્યું જુઠ બોલવાનો કોઈ સવાલ જ નથી.

અભિનંદને કહ્યું તો જોઈ લે.


તેણે કબાટ ખોલી જોયું તો પેલી રેડ કલરની હાર્ટની બોટલ પડી છે. રિમા એ બે ડગલાં પાછળ લીધા અને પોતાના મોં પર હાથ રાખ્યો અને પછી મુંઝાયેલી ધીમા સ્વરે માંડમાંડ એટલું બોલી શકી "સર, હું આ બોટલ નથી લાવી અને હું એ વિશે કશું જાણતી નથી અને મને તો એ પણ ખબર નથી કે મારા કબાટમાં ક્યાંથી આવી?" કેમ કે હમણાં હમણાંથી હું મારા દરરોજ પહેરવાના કપડાં એ કબાટમાં નથી મૂકતી. એટલે મેં કબાટ ખોલ્યો જ નથી અને મને તો એ પણ નથી ખબર કે એ ક્યાંથી આવી?

અભિનંદન બોલ્યો રીમા આ કબાટ આ રીતે અડધો ખુલ્લો પડ્યો હતો મેં કબાટને બંધ કરવા માટે બંને દરવાજાઓ open કર્યા ત્યાં મને આ હાર્ટની બોટલ દેખાય અને તું કહે છે કે આ બોટલ તું નથી લાવી.


મને ખબર છે તને લાઈબ્રેરી ટેસ્ટ ખુબ જ ગમે છે અને રાસાયણિક પ્રક્રિયા કરવી તારો શોખ છે અને મને એ પણ ખબર છે જી, તું સાયન્સ ની સારામાં સારી વિદ્યાર્થીની છે અને મને ગમે છે. તું આ કામ કરે છે ભલે તારા શોખ ખાતર કરે છે તું કોઈ નવી શોધ નથી કરી શકતી પણ તને અવનવા પ્રયોગો કરવા ખૂબ જ ગમે છે.

અરે તારી સાયન્સ લેબ મને ખૂબ જ ગમે છે તું ચિંતા ના કર ભલે તું લાવી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ચિંતા ન કરતી મને કોઈ તકલીફ નથી.આટલી મોંઘી બોટલ તું તારા ઘરમાં લાવી છે ટેસ્ટ માટે. મને કોઈ પ્રોબ્લેમ નથી.ત્યારે રિમા બોલી પણ સર મે આ કબાટ ખોલ્યો જ નથી ને ત્યાં જ કોઈના જોરથી કૂદકો મારવાનો અવાજ આવ્યો અને અભિનંદને એ જોયું પણ કોઈ દેખાયું નહીં એટલે રિમા એ પાછું બોલવાનું શરૂ કર્યું "સર હું આ કબાટ નો યુઝ કરું છું. "ત્યારે અભિનંદન હસીને બોલ્યો બસ, બાર મિતાલી બેઠી છેરિમા બોલી ઓકે સર.


રીમાં મિતાલીને અભિનંદન હોસ્પિટલ પહોંચ્યા. કરણસિંહજી ને ઘેર લઈ જવા માટે તેનો પરિવાર તત્પર છે ખુશ છે કરણસિંહજી હવે પોતાના પગ પર ઊભા રહી શકે છે અને સાથે સાથે વ્યવસ્થિત બોલી શકે છે અને તેની તબિયત ખૂબ જ સારી છે.

કરણસિંહજીની વિદાય આપવા માટે પુરો સ્ટાફ હાજર રહ્યો બધાએ કરણ સિંહજી ને પુષ્પગુચ્છથી અને ભેટ આપી. આ હોસ્પિટલમાંથી જ્યારે પણ કોઈ સૈનિક મોતના પંજા સામેથી લડીને જાય છે ત્યારે એને કંઈક ભેટ આપીને જ વિદાય આપે છે. આજે પણ બધા જ ડોક્ટર સ્ટાફ મળી કરણસિંહજીને ભેટ આપી અને વિદાય કર્યા.

અભિનંદન કરણસિંહજી ના જવાથી નર્વસ થઈ ગયો.કેમ કે તેમણે પોતાના ઘરની પરિસ્થિતિ નું જે રીતે વર્ણન કર્યું અભિનંદન ખરેખર દિલથી દુઃખી થઈ ગયો.....

તેના દિલના ધબકારા જાણે અભિનંદનને પૂછવા લાગ્યા કે કરણસિંહજી જેવા કેટલા સૈનિકો છે જેની ઘરની પરિસ્થિતિ આવી છે...પોતાનો જ પરિવાર પોતાનો ભાઈ પોતાની પત્ની નો વિરોધી હોય.


*****

મીતાલી અને અભિનંદન.અભિનંદનની ઓફિસમાં જતા રહ્યા. ઓલ સ્ટાફ પોતાના કામ પર લાગી ગયો. રિમા પોતાના કામની દિશા તરફ જવા લાગી. એટલી બધી વિચારમાં છે કે તેને શું કરવું એ સમજાતું નથી. કે પોતાના કામને ભૂલી ગઈ અને પોતાના કબાટમાંથી જાતે નવા કપડાં રાખે છે ત્યાં દવાની બોટલ કેમ આવી? એ વિચારવા લાગી અને આખરે અભિનંદન અને રિમા વાત કરતા હતા ત્યારે કૂદકો માર્યો એ કોણ હશે?આ પ્રશ્ન પણ થયો. કોઈ કેમ દેખાયું નહીં. અને અભિનંદન સર મારા પર કેમ વિશ્વાસ કરતા નથી .મને ખબર છે અભિનંદન સરને મારૂ લેબનું કામ ગમે છે પણ તેનો અર્થ એ નથી કે એ મારા પર વિશ્વાસ ન કરે. મને તો ખબર જ નથી કે આ બધું શું ચાલી રહ્યું છે.?વિશ્વાસ પોતાની મસ્તીમાં મોબાઇલમાં મોઢું રાખીને ચાલ્યો આવે છે.હોસ્પિટલની લોબીમાં. સામેની બાજુથી રિમા ચાલી આવે છે. જે ખુબ જ વિચારમાં છે. એને ખબર પણ નથી કે તેની સામે કોઈ આવી રહ્યું છે અને વિશ્વાસ મોબાઇલમાં પડ્યો છે. જેને પણ ખબર નથી.વિશ્વાસ અને રીમાં જોરદાર ટકરાય છે . વિશ્વાસને રિમા બંનેને માથા પર જોરદાર વાગે છે.ત્યારે રિમા બોલે છે "દેખાતું નથી" વિશ્વાસ તને. ત્યારે વિશ્વાસ બોલ્યો મને નથી દેખાતું પણ તને તો દેખાઈ છે તો જોઈને ચાલ. ત્યારે રીમાં બોલી સોરી.

વિશ્વાસ બોલ્યો ઓકે નો પ્રોબ્લેમ. થોડી ભૂલ મારી છે. જોને ગેમ રમતા રમતા હું તારા જોડે અથડાઇ ગયો.ત્યારે રિમા બોલી તું તો ગેમ રમતા રમતાં અથડાઈ ગયો પણ કોઈ મારી સાથે ગેમ રમી રહ્યું છે. જેને હું સમજી શકતી નથી.ત્યારે વિશ્વાસ બોલ્યો શું થયું? ત્યારે રિમા બોલી મજાક કરું છું.

******


બીજા દિવસે રીમા પોતાની ચિંતામા ચાલી આવે છે કાલની વાત છે રિમા હજુ પણ એ વાતને એ ઘટનાને ભૂલી શકી નથી કે આખરે તેના કબાટમાં બોટલ આવી એ તેને સમજાતું નથી. તેને કાલનો દિવસ માંડ માંડ હોસ્પિટલમાં વિતાવ્યો. રાત્રે નીંદર ન આવી અને જોડે જોડે એ વિશ્વાસ જોડે ટકરાય એ યાદ આવી અને હસવું પણ આવી ગયું.

આજે બીજો દિવસ.રિમા હોસ્પિટલમાં પણ આવી ગઈ તેમ છતાય તેની સમસ્યાનું કોઈ સમાધાન ન નીકળ્યુંરિમા હોસ્પિટલની સીડી પરથી નીચે ઉતરે છે અને સામેથી વિશ્વાસ આવ્યો. વિશ્વાસે સામે જોયું તેને લાગ્યું કે એનું ધ્યાન નથી અને તે ખૂબ ચિંતામાં હોય એવું પણ લાગ્યું.હજી એ મનમાં બબડ્યો ત્યાં સુધીમા રિમાનો પગ લપસી ગયો અને એ સીધી નીચે આવી અને વધારે નીચે જતા વિશ્વાસે તેને બચાવી અને ઊભી કરી વિશ્વાસ તેને હાથ પકડીને ડ્રેસિંગ રૂમમાં લઇ ગયો અને કોણી પર થોડું લોહી નીકળ્યું હતું ત્યાં તેણે ડ્રેસિંગ કરી આપ્યું અને પછી.. વિશ્વાસ બોલ્યો રિમા તારું ધ્યાન ક્યાં હતું?

ત્યારે રિમા બોલી મારું ધ્યાન તો સીડી પર જ હતું તો પણ લપસાઈ ગયું ત્યારે વિશ્વાસ બોલ્યો નામે તારી સામે જોયું ત્યારે તારું ધ્યાન બિલકુલ પણ ન'તું અને જાણે તું કંઈક વિચારતી વિચારતી નીચે આવતી હોય એવું મને લાગ્યું.

ત્યારે રિમા બોલી કશું નહીં એવું કશું નથી.

ત્યારે વિશ્વાસ બોલ્યો રીમાને પોતાના તરફ કરતા તેનો હાથ પકડીને એવું કશું નથી તો કેવું કશું છે? તું ટેન્શનમાં છે. એ વસ્તું હકીકત છે અને તું કહેતી નથી એ પણ હકીકત છે.

રીમાએ આખરે મૂંઝાઈને દવા મેડિસિન રૂમ સાફ કર્યો ત્યારથી માંડી અને કચરાપેટીના ડસ્ટબીનમાં જોઈને આવેલી બોટલને છેલ્લે તેના કબાટમાંથી નીકળી દવા સુધીની વાત માંડીને વિશ્વાસને કરી.

રીમાંથી રડાઈ ગયું એ રડતા રડતા વાત કરતી ગઈ વિશ્વાસને તેનું દુઃખ જોઈ તે પણ ગળગળો થઈ ગયો અને વિશ્વાસ બોલ્યો તેના ખભા પર હાથ મૂકીને" તું ચિંતા ના કર હું તારી સાથે છું" તને જ્યારે પણ મદદની જરૂર પડે તો મને કહેજે હું તારી દરેક પ્રકારે મદદ કરવા માટે તૈયાર છું.

ત્યારે રિમા એવિશ્વાસ નો હાથ પકડીને કહ્યું "થેન્ક યુ સો મચ વિશ્વાસ"અભિનંદન અને વિશ્વાસ જોડે હતા ત્યારે અભિનંદન ને જોયેલો પડછાયો, રિમાને ફસાવનાર વ્યક્તિ,રિમાને વિશ્વાસની વચ્ચે વધતી નજદીકિયા, અભિનંદનની બેન આરોહીને શૌર્યનો બંધાયેલો પ્રેમને અંતે આર્મીની હોસ્પિટલમાં ચાલતી ગડમથલ કોના સુધી પહોંચશે એ બધું જ .....

હવે ટૂંકા વિરામ બાદ અભિનંદન: એક પ્રેમકહાની રીટર્ન માં જોવા મળશે...


Rate this content
Log in