Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અશ્ક રેશમિયા

Drama Romance

3  

અશ્ક રેશમિયા

Drama Romance

અધુરા અરમાનો-૨

અધુરા અરમાનો-૨

6 mins
523


અધુરા અરમાનો-૨

રાજસ્થાનને અડીને આવેલ છેવાડાના બધા જ ગામોના વિદ્યાર્થીઓના શિક્ષણની, જીવનઘડતરની, સંસ્કારસિંચનની અમૂલ્ય મૂડી સમાન આ હાઈસ્કૂલ છે.જ્યાં આ વિસ્તારનું આવતીકાલનું ઉજ્જવળ ભાવિ કંડારાય છે.

સૂરજ પણ આ હાઈસ્કૂલમાં પોતાનું ભવ્ય ભાવિ ઘડતો હતો.

એના ઘરમાં સૂરજ સૌથી નાનો.એટલે લાગણીના લીલાછમ્મ અને પુષ્કળ પ્રેમમાં એ ઉછર્યો હતો.સાવ ખોબા જેવડા ગામડાની મૂઠ્ઠીભર શાળામાં એકથી ચાર ધોરણમાં એ હંમેશા અવ્વલ રહ્યો હતો.એના થકી જ ગામની અને શાળાની રોશની વધતી હતી.

સૂરજ ભણવામાં બહું જ તેજ.વાંચનનું તો જાણે એને ગાંડપણ જ વળગ્યું ન હોય! રોજ કંઈક નવીન વાંચ્યા વિના એને ચેન ન પડતું.માવતરના મોઢેથી પૂરા વેણ નીકળે એ પહેલા તો એનો સ્વિકાર કરી લેતો.એવો તો એ આગ્યાકારી હતો.એના માવતરના હૈયામાં સૂરજને કંઈક બનાવવાના મહાન સપનાઓ થનગનાટ કરતા હતાં.એમની મહેચ્છા હતી કે સૂરજ ભણીગણીને સારી નોકરીમાં જોડાશે તો સૌની જીંદગી સોને મઢાશે.અમે ભણ્યા વિનાના અંધારી જીંદગી ગુજારી નાખી પણ આ સૂરજનો ભવ ભણતરથી સુધરશે તો બચ્યુું ખુચ્યું અમારું ઘડપણ પણ સારી રીતે વીતશે.આવા દિવ્ય ખયાલોથી એમણે સૂરજના દિલમાં ને દિમાગમા ભણતરની તીવ્ર ભૂખ ઊગાડી દીધી હતી.વળી બંન્ને મોટા દીકરાઓને ભણાવી ન શકાયાનો અફસોસ તથા ગામને લાગેલું 'અનોકરિયું ગામ' નું મહેંણું ભાંગવું હતુ. બસ, ઊરમાં ઉમટેલી આ બે ધૂનને સાકાર કરવા માટે થઈને એમણે સૂરજને તૈયાર કરી દીધો હતો.અને મમતાભર્યા માવતરની વિશાળ તમન્નાઓને સાકાર કરવા એ પણ તનતોડ મંડી પડ્યો હતો.આ માટે એણે પોતાની તરૂણાવસ્થાની સર્વ ખુશીઓને પણ નેવે મૂકી દીધી હતી. એની પણ એક જ તમન્ના હતી: કંઈક બનવાની, કંઈક પામવાની! માનવતાને મનભેર માણવાની.દેશ તથા સમાજને ઉપયોગી થવાની!

હાલે એના શાળાજીવનનું છેલ્લું વર્ષ હતું.ને એ સઘળી મોજ વીસરીને અભ્યાસના અજવાળે લીલાલહેર કરતો હતો.

ઘણીવાર પોતાના ભાઈબંધો સાથેની ચર્ચામાં સૂરજ કહેતો: 'મિત્રો, ભણતરનો ધ્યેય નોકરી ન હોવુ જોઈએ. તમે જો નોકરી મેળવવા માટે જ ભણતા હો તો આજથી જ શાળાને અલવિદા કરી દો.ભણતર નોકરી માટે નહી પણ જીવનના સુંદર મૂલ્યોને પામવા માટે હોવું જોઈએ. ભણવાથી કદાચ નોકરી નહી મળે તોય એ જીવન જીવવા માટેનું ઉત્તમ ભાથુ તો પૂરુ પાડશે જ.'

ભણવા સિવાય એનો બીજો પણ એક જબરો શોખ હતો: પ્રકૃત્તિને માણવાનો! કુદકાભેર કુદરતમાં નહાવાનો અને સવાર સાંજ પક્ષીઓના મધુરા ગાન સાંભળવાનો પણ એને શોખ હતો.નવરાશની પળમાં પોતાની વાડીએ જઈ એ પક્ષીઓના કલરવ સુણતો.

સૂરજ પાલનવાડા રોજ અવરજવર કરતો હતો. ભવ્ય ભાવિના વિશાળ મેઘધનુષી સપનાઓને બેય આંખોની નાનકડી કીકીઓમાં કેદ કરીને એ ભણ્યે જતો હતો.પોતાના સોનેરી શમણાઓ સાકાર કરવા એની પાસે પૂરતી તૈયારી હતી.જોમ અને જુસ્સો હતો.

સૂરજનું ગામ ઝાંઝાવાડા.

ગામ જાણે જંગલના પાલવમાં અને ડુંગરાના ખોળે રમતું બાળક જોઈ લો! પાલનવાડાથી આશરે દશેક કિલોમીટરના અંતરે આવેલ છે. નવા આગંતુકને તો ચાર કિમી. દૂરથી લઈને છેક ગામના ચૉરે પગ ન મૂકે ત્યાં લગી એમ જ લાગે જાણે એ કોઈ ગામ નહી પણ જંગલ મહી જઈ રહ્યો છે! ગામની વસ્તી આશરે દોઢેક હજારની.નાનકડું ગામ ને મોટેરી એની માણસાઈ.ગામની ગરીબાઈ તો ત્રણેક કિમી.દૂરથી જ ઉડીને આંખે વળગે એવી.

કેટલાંય વિદેશીઓ આવ્યા ને ગયા.અંગ્રેજો પણ આવીને ગયા.પરંતું ઊડીને આંખે વળગે એવી ગામની ગરીબાઈ ન જ ગઈ. સ્વરાજ આવ્યુ પણ ગામમા હજું સુધી રોનક ન આવી.ગામની સ્થાપના વખતે જે પ્રશ્ન હતો:પીવાના પાણીનો! એ વિકરાળ સવાલ આજેય દાનવ સમો મ્હોં ફાડીને અડીખમ ઊભો છે.મરનારા એક જ અફસોસ લઈને જાય છે કે જીવતેજીવ પાણીનો કકળાટભર્યો ત્રાસ ન મટ્યો! ને જીવનારા એક જ મહેચ્છાથી જીવી રહ્યા છે કે ક્યારેક તો પાણી ઘરના આંગણા પાવન કરશે જ !

ગામના આ દાનવ સમાં પાણીની તંગીને લઈને સૂરજ પણ મોટી વિમાસણમાં હતો.

નાના બાળકના ખોબા જેવડા ઝાંઝાવાડા ગામેથી પાલનવાડા જવા માટેની એક જ ટેક્સી! અન્ય કોઈ વાહન મળે નહી.

સૂરજની જીંદગી પણ કેવી અજાયબ! પાંચમાં વર્ષે એને સાત વરસનો બનાવી લીધો.ને સાતમે વર્ષે એને શાળા પ્રવેશ મળ્યો! ને વળી,બારમાં વરસે પ્રથમ પાંચમામાં મજા ન આવી એટલે એ તેરમાં વરસે બીજું પાચમું ભણવા બેઠો!

પાલનવાડા આવવા માટે સૂરજ રોજ સવારે નવ વાગે ઘેરથી નીકળે.માર્ગમા આવતી ગોવનગીરી મહારાજની ધુણીના દર્શન કરીને હવાની મંદ લહેરો વચ્ચેથી એકાદ ગીત ગણગણાવતો ચાલી નીકળતો.થોડે આગળ જતા માર્ગમાં એક ગામ આવે છે,ગામને એકદમ અડીને સીપુ નામની નદી વહે છે.ચોમાસામાં ઘણીવાર આ નદી અનેક બાળકોને કનડી છે.આમ તો નદીને લોકમાતા કહી છે પણ ચોમાસામાં જ્યારે એમા ભયંકર પૂર આવતું ત્યારે એ માતામાંથી માથાનો દુખાવો બની જતી હતી.કારણ કે નદીની ઉપરવટના માણસો માટે પાલનવાડા જવાનુ ફરજીયાત બનતુ.પણ પાણીના ધસમસતા વહેણના કારણે લોકો સામેના કિનારે જઈ શકતા નહોતા.જેથી લોકોના કામ અટકી પડતા હતાં.

આ નદી આગળ જતા બનાસ નદીને મળે છે.

સીપુ નદીની ઉપરવટમા ચાર રસ્તા પડે છે.એમાનો એક રસ્તો ઝાંઝાવાડા તરફ,બીજો ડાબી બાજુ તરફ્નો રસ્તો ભીલાવાડા તરફ અને ત્રીજો જમણી બાજુ તરફનો માર્ગ ભડલીયા ગામ તરફ ફંટાય છે.નદીની ભેખડોને અડીને ઝાંઝાવાડાના મારગે એક વાડી આવેલ છે.આ વાડી પર સૂરજ પોતાની સાઈકલ મૂકતો.ત્યાથી ટેક્સીમાં બેસીને પાલનવાડા આવતો.

બરાબર સાડા દશના ટકોરે સૂરજ શાળામાં આવીને એના પ્યારા મિત્રોને મળ્યો.પ્રાર્થના બાદ એ વર્ગમાં ગયો.

આ એનો નિત્યક્રમ હતો.

એના મિત્રોમાં જય, વિજય, અર્નિશ, નોટી, પ્રવેશ, શિવમ અને સમરનો સમાવેશ થતો હતો.એ સૌ પણ સૂરજની માફક પોતાને ગામથી રોજ અપડાઉન કરતા હતા.શાળામાં આ સૌની ટોળી હંમેશ સાથે જ હોય.એમનો સંપ જોઈને જોનારને વહેમ જાય કે શાયદ આ એક માતાના જાયા તો નથી ને! આખો દિ આનંદથી ભણે ને સાંજે ઘેર જાય.

સૂરજના ઘરમાં માત્ર ત્રણ જ જણ હતાં:માતા-પિતા અને સૂરજ પોતે.એટલે અભ્યાસની એને સારી અનૂકુળતા રહેતી. જૂના જમાનામાં બધાયેલું ઘર સૂરજને ઓછી વ્યક્તિઓની હાજરીમાં મોટા મહેલ જેવું લાગતું.

અભ્યાસના પુસ્તકો સિવાય પણ એના સુસાહિત્યની અલગ અજાયબ દુનિયા હતી.ભણતરની સાથે સાથે એણે ચંદ્રકાંત બક્ષીની 'બક્ષીનામા'ની સફર આદરી લીધી હતી.મેઘાણીકૃત 'સૌરાષ્ટ્રની રસધાર'ની વાર્તાઓનું મધુર રસપાન માણી લીધું હતું. સરસ્વતીચંદ્ર અને ક.મા.મુનશીની રાજાધિરાજ અને ગુજરાતના નાથને જાણી લીધા હતા. અરેબિયન નાઈટ્સની સફર આદરી લીધી હતી અને નાનાભાઈ ભટ્ટ રચિત લોકભાગવતનો ભક્તિભાવ પણ ચાખી જોયો હતો.

એને વાંચનનું એટલું તો ઘેલું હતું કે ઘણીવાર વાંચવામાં ને વાંચવામાં સવાર પડી જતું.

એવામાં એકવાર સૂરજ પડ્યો, પડતાભેંર જ ખૂંપ્યો. એટલે કે પાણી જેવા પાતળા અને પવન સમાં ઝીણા પ્રેમમાં પડ્યો.

પડ્યો એવો જ પટકાયો. કિન્તું પડ્યા બાદ હેમખેમ ઊભા થઈ જવાનું એનામાં જબરું જોમ હતું.

સૂરજ નવમાં ધોરણમાં હતો ત્યાં સુધી એના ઘરમાં વીજળીની કોઈ જ વ્યવસ્થા નહોતી જ. ઘરની સાવ કથળેલી આર્થિક પરિસ્થતિ જ એવી હતી કે બે ટંકના ભોજન અને આરામથી નીંદરને ખોળે માથું ટેકવા માટે થઈને ખાટલા-ગોદડા સિવા અન્ય કોઈ સુવિધાને કશું સ્થાન જ નહોતું. લેશન કરવા સારૂ થઈને એના કાકાને ઘેર જવું પડતું. એ લોકો ઊંઘવાની તૈયારી કરે એટલે સૂરજ ઘેર આવી જતો. કેરોસીનની દીવાબત્તીના અજવાળે એ બાકીનું લેશન પૂરૂ કરી લેતો હતો. ઘણીવાર તો લેશન બાદ વાંચવાનું રહી જતું ને દીવાબત્તીનું તેલ ખુટી જતું.

સૂરજના અભ્યાસનું બારમું સારી રીતે ચાલતું હતું. ઘરમાં એકાંતની અનુકૂળતા સૂરજને સફળતા ભણી પ્રયાણ કરાવી રહી હતી. પ્રથમ પ્રિલિમિનરીમાં એ સારા પરિણામે ઊતીર્ણ થયો હતો. આથી એના ઉમળકામાં અને વિશ્વાસમાં વધારો થયો હતો.

કિંતું એનું સુંદર ભાવિ કાગળમાં કંડારાય એ પહેલા જ એના જીવનનો પલટો થવા લાગ્યો.

ભવ્ય ભણતર જેની ભારેખમ ભક્તિ હતી,સારી કેળવણી જેની મંઝીલ હતી, જેની માસૂમ આંખોમાં સુકોમળ શમણાઓ આંજેલા હતાં એવા સૂરજની સુહાની જીંદગીમાં એક દિવસની એક ક્ષણ એવી આવી કે એની જીવનસરિતાનું વહેણ જ ફંટાઈ ગયું! એક જ વળાંકે સૂરજની જીવનની નાવને અવળી દિશાએ વાળી દીધી.એના જીવનમાં ભયંકર ભૂકંપ આવી ગયો.

જીવન અને જીવનના પ્રવાહો વિચિત્ર અને વિભિન્નતાઓથી ભરેલા છે.જેમ ભૂકંપ જળની જગ્યાએ સ્થળ અને સ્થળની જગ્યાએ જળના, પહાડોના આવરણો પાથરી દે છે એમ જીવનના મારગે આવતા પ્રવાહો જીવનની દિશા તથા દશા બદલી નાખે છે.ઘણીવાર જે રસ્તે મંઝીલ આદરી હોય એ રસ્તો જ સંપૂર્ણ બદલાઈ જાય છે તો ક્યારેક પ્રયાણ કર્યું હોય ઉત્તર દિશાએ અને ક્ષણની એક જ ઝપાટે છેક દક્ષિણમાં પહોંચી જવાય છે.

કાળની એક જ થપાટ હર્યાભર્યા જીવનને વેરવિખેર બનાવી મૂકે છે.ને એ જ થપાટ ન કલ્પેલા મારગે હેમખેમ મંઝીલે પહોંચાડી દે છે.

સૂરજની જીંદગીમાં પણ આવું જ કંઈક થયું.એનું આખું જીવન જ પલટાઈ ગયું.

એ અજાયબભરી જીંદગી એટલે પ્રણય, લાગણી, મહોબ્બતનો ઉછાળા મારતો પ્રગાઢ મહાસાગર....! અણકલ્પેલા અને અવિચારેલા વૈભવમાં એનું જીવતર સરકી ગયું. પ્યારની પરીઓએ સૂરજના અસ્તિત્વને જ ઘેરી લીધું!

મનુષ્યના સર્જન પછીનું પ્રેમનું સર્જન એ કુદરતનું સદાબહાર સર્જન છે.એ પ્રભાવશાળી સર્જન થકી જ આજનું આ વિશ્વ ટકી રહ્યું છે.આ પ્રેમ એ ઈશ્વરે મનુષ્યને આપેલી જીવન જીવવાની અદભૂત જડીબુટ્ટી છે.

ઈશ્વરે એના દરેક સર્જનને કંઈક વિશેષતા બક્ષી છે. દરેક સજીવમાં કંઈક ભિન્નતા ભરી છે. કિન્તું પ્રેમ અને લાગણીનો સર્વે સજીવોને સરખો અબાધિત અધિકાર આપ્યો છે. કુદરતનું એકેય જીવંત સર્જન એવું નહી હોય જેનામાં પ્રેમ કે લાગણીનો અભાવ હોય!

કેવા સંજોગોમાં સૂરજને પ્રેમનો રોમાંચક વાયરો અડ્યો એ માટે વાંચો આવતો અંક..!

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama