Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અશ્ક રેશમિયા

Drama Romance

3  

અશ્ક રેશમિયા

Drama Romance

અધુરા અરમાનો-૧

અધુરા અરમાનો-૧

6 mins
484


(સમાજના બંધનો અને પરિવારની વેદનામાં વીંધાયેલા-પ્રેમવિહ્વળ દિલની,ઘાયલ હ્રદયની ગમગીન વ્યથાની વાચા રજુ કરતી કહાની એટલે....અધુરા અરમાનો...!)

અર્પણ

મહોબ્બતના અરમાનોને

જેઓ પામી શક્યા નથી,

એવા અમર આશિકોને..!

કે જેઓ

અશ્રુભરી આંખે

પ્રણયભર્યા અરમાનોનો ઈંતઝાર કરે છે એવા પ્રણયદિવાનાઓને....!

સાથે જ

પ્રેમની દિવ્યતાને

સિતમગાર કરનાર સમાજને

કે જેઓ

આ કહાની વાંચીને

એમણે આદરેલા-વેરેલા સિતમો બદલ

જરા જેટલું પણ

પસ્તાવાનું ઝરણું વહાવશે

તો પ્રણયતરસ્યા હૈયાઓને

મંઝીલ મળ્યાનો આનંદ મળશે...!

અધુરા અરમાનો........!

લવ ટુ લવમેરેજ

(એક વાસ્તવિક અધુરી કહાનીની સંપૂર્ણ નવલકથા)

તા.ક:વિસ્તરતા જતા વિશાળ સાહિત્યમાં ટાઈટલ બેવડાઈ જવાનો પૂર્ણ સંભવ છે.મારી નવલનું ટાઈટલ પણ શાયદ અગાઉ કોઈ કવિ/લેખકે ઉપયોગમાં લીધેલું હોઈ શકે.અને એ હિસાબે મારા પર ટાઈટલ ચોરવાનો આરોપ પણ લાગી શકે! પરંતું મને જાણ નથી અગાઉ ક્યા કવિ લેખકે આ ટાઈટલનો ઉપયોગ કર્યો છે.તેમછતાં આ અવસરે હું એ કવિ/લેખકની ક્ષમાં ચાહું છું જેમણે આ ટાઈટલ પર કોઈ રચના પ્રગટ કરી હોય!

અધુરા અરમાનો-૧

અફસોસ રહ્યો મને આજ લગી,

અધુરા એ અરમાન તણો...!

એક સિવસ...! બે દિવસ....! એમ કરતાં-કરતાં તો પૂરા પાંચ દિવસના વાણા વહી ગયા,કિંન્તું સૂરજના વાવડ ન આવ્યા તે ન જ આવ્યા!

કાગના ડોળે રાહ તાકીને બેઠો એનો પરિવાર સૂરજ વિનાના પ્રગાઢ અંધકારમાં ડૂબવા લાગ્યો.સૂરજની એક એક ઝાંખી જોવા માટે પચાસથી સાઈઠ આંખો મટકુંય માર્યા વિનાની તરફડવા લાગી.પરંતું સૂરજે દેખા ન દીધી તે ન જ દીધી! આ સૂરજ વિના એેમને આકાશનો સૂર્ય પણ ઝાંખો લાગવા માંડ્યો.જે પિતાએ સમાજની માત્ર બદનામીથી ડરી જઈને સૂરજને ઊભી પૂંછડીએ ભગાડ્યો હતો એ જ પિતા હવે એને જોવાની તીવ્ર ઝંખનાએ પૉસ પૉસ પાણીએ આંખોને વરસાવી રહ્યાં હતાં.એક સૂરજના પાંચ દિવસથી ન આવવાથી આખા પરિવારમાંથી જાણે દશ-દશ માણસો ઓછા થઈ ગયા હોય એમ સૂરજના હરઘડી કિલ્લોલ કરતાં લીલાછમ્મ ફળિયામાં સાવ સોંપો પડી ગયો હતો.છતાં માણસોએ ફળિયું જાણે નિર્જનતાનો અડ્ડો.

પરિવારના પાંચ રત્નોમાંથી સૂરજને ભણાવી ગણાવીને શિક્ષકના પવિત્ર યગ્નમાં હોમવાના અરમાનો સજાવી રાખ્યા હતા એ જ સૂરજ શિક્ષકની પાઠશાળાથી માત્ર એક ડગલું દૂર હતો ને એ ક્યાંક અલોપ થઈ ગયો!

પાંચમાંથી પચ્ચીસ અને પચ્ચીસમાંથી પંચાવન દિવસો પાંચ કરોડ યુગોની માફક વહી ગયા કિંન્તું સૂરજની કોઈ જ ભાળ ન જ મળી.એને ગોતવા આકાશ પાતાળ ફંગોળી ઉથલ-પાથલ મચાવી દીધી પરંતું એના કોઈ જ વાવડ નહી! કોઈ કહે નહી કે અમે એને દીઠો છે.લોક એવી અચરજમાં ગરકાવ થયું કે એવો તો એ ક્યાં ભરાઈ બેઠો કે આટઆટલી ખોજ કરવા છતાંય એ હાથ ન લાગ્યો! હવે, લોકો પણ એના વિશે મનઘડંત તર્કવિતર્કે ચડ્યા.

કોઈ કહે એને જંગલી પ્રાણી ઓહિયા કરી ગયું હશે,કોઈ કહે ગિરનારનો દિવાનો એ ત્યાં અવધૂત બની બેઠો હશે,કોઈ કહે એ ક્યાંક ગુફામાં ચીરનીંદની સમાધી લગાવી બેઠો હશે.કોઈ કહે એને મગર ગળી ગયો હશે.કોઈ વળી કહે એ દરિયાના ખોળે બેઠો હશે.કોઈ હદ વટાવીને કહે સૂરજ આતંકવાદી બન્યો હશે કે પકડાઈ જતાં એ ઠાર થયો હશે! તો કોઈ વળી હાથ ખંખેરીને કહે એ આત્મવિલોપને ચડ્યો હશે!

ખેર,ગમે તે થયું હોય પણ એનો બચ્યો ખૂચ્યો નખ સરીખો ટૂકડોય હાથ તો લાગવો જોઈએને?

ઢળતી મોહક સાંજે અસ્ત થયેલા સૂરજની ભાળ મેળવવા ઘણાંય ફાંફા માર્યા,ઘણાં વલખા માર્યા કિંતું અથાક પ્રયત્નો છતાંય ક્યાંયથી પણ એનો પગરવ ન મળ્યો.છતાંય એ આવશે એવી અનેક અમર આશા લઈને એનો પરિવાર એની શોધખોળે વળગી રહ્યો હતો.છતાંય ઝળહળતાં ભવનેથી આથમી ગયેલ સૂરજ ન ઊગ્યો તે ન જ ઊગ્યો!

એની "માં" ના હૈયાફાટ થતા રુદનમાથી એક ડુંસકું નીકળી ગયું:"બેટા,તારા જન્મ વેળાએ તે હજું દુનિયાના દીદાર પણ નહોતા કર્યા ત્યારે પ્રગાઢ મમતાથી ફાટફાટ ઊભરાતી છાતીમાંથી આરમાનો નીકળ્યા'તા કે તું અમારા ઘડપણની ટેકણલાકડી બનશે! પણ તું જ આજે અકાળે અમને ઘડપણ આપી ગયો! તને જન્માવ્યો,પાળ્યો-પોષ્યો,કૉડથી ઉછર્યો,વહાલથી વહેલાસર મોટો કર્યો ને તું જ અમારી નજરથી અળગો થયો!? નાનપણમાં માં-માં કરતા તારું મોં ન્હોતું થાકતું એ જ તું આ અભાગણ જનેતાને પળમાં વીસરીને પરાયાનો બની બેઠો? તને ધાવણ પાવામાં કોઈ જ કસર નહોતી છોડી છતાંય તુ જનનીના સીનાને કેમ વીસરી ગયો બેટા,કેમ??"

વળી, સ્વયમ અશ્રુ લૂંછતા એમનાથી મોટેથી બોલી પડાયું,`મારા લાલ! પરાયાના પ્રેમને ખાતર તું એક માં ની મમતાનેય વીસરી બેઠો! તે જનેતાના ધાવણને લજવ્યુ બેટા! જનેતાની છાતી લજવી.ખેર,તે જે કર્યુ એ ભલે તને ગમ્યું,પણ એકવાર દીકરા! મારા ખોળાના ખુંદનાર મારા લાલ...સૂરજ! ફક્ત એકવાર તારી જનેતાની આંખના આંસું રોકવા આવ..આવ...!!'

જીંદગીની પૂર્વ સંધ્યાએ એક 'માં' દીકરાના આખરી દીદાર માટે વલખા મારી રહી હતી! મનતોડ તડપી રહી હતી.

કહેવત છે ને કે 'કંઈ લાખો નિરાશામાં એક અમર આશા છૂપાઈ છે.' પણ એનેય આ સૂરજે સાવ સાવ જુઠ્ઠી પાડી દીધી! અસંખ્ય અરમાનો લઈને પરિવાર એનો ઈંતજાર કરી રહ્યો હતો પરંતું એ કરોડો આશાઓમાં એક ભયંકર નિરાશા છૂપાયેલી હતી એ ક્યા કોઈને દેખાતી હતી!

કંઈ કેટલાંય હૈયાઓની એક અમર આશા ન ફળી તે ન જ ફળી! સૂરજ ન આવ્યો તે ન જ આવ્યો!

હમણાં એ આવશે,હમણાં આવતો હશે! એ આવ્યો....!! એમ ઈંતજાર કરી રહેલાં અસંખ્ય બેબાકળા હૈયાઓના કાને આખરે સૂરજ અથડાયો.હવામાં એના પગલા પડ્યાં.વાયરાએ આખા ગામમાં એના આગમનની વાત પ્રસરાવી!

આખરે સૂરજ આવ્યો!

સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા..

સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા ગામ એના આંગણે ઊભરાણું!

***

ગુજરાતની ઉત્તર સરહદે એક ગામ આવેલ છે.નામ છે ઝાંઝાવાડા.

આ ઝાંઝાવાડાની રજનીના ગર્ભમાંથી ઉષાનો શાનદાર અવતાર થઈ રહ્યો હતો.એને વધાવવા પંખીઓ ટહુંકારે ચડ્યા હતાં.દૂર દૂર આકાશરુપી ફૂલોની મખમલી ખીણોમાં તરતી આછી આછી વાદળીઓ પ્રભાતની શોભામાં ચાર ચાંદ લગાવી રહી હતી.સઘળું બ્રહ્માંડ જાણે ઉષાના જન્મની મહેંફિલમાં મેઘધનુષી રંગો લઈને પૂર્વ દિશાની ગોદમાં ઊતરી આવ્યું હતું.ઉષાના રોમાંચક અવતરણની વધામણી આપવા પંખીઓ દૂર દેશાવરે ઉડાન ભરી રહ્યા હતાં.પરોઢનું સમગ્ર વાતાવરણ એવું લાગતું હતું જાણે સ્વર્ગના દેવો વિભિન્ન રુપે અવની પર ક્રીડા કરવા ઊતરી આવ્યા ન હોય!

હળવે હળવે સૂરજદાદા ગર્ભ અવનીમાંથી ડોકિયું કરી રહ્યાં હતાં.પરોઢનું સઘળું વાતાવરણ અત્યંત રમણીય,આહ્લાદક અને નયનરમ્ય બન્યું હતું.ગામની મહિયારણઓ ઝપાટે નયનોથી નીંદરને ભગાડી રહી હતી.ઘમ્મર વલોણાના નાદે અને ગાય-ભેસના દૂધની સર..સર...સૅરો સાથે જ હવામાં ચૈતન્યતા પ્રસરી ગઈ.

ગામકૂવો નિર્જનતાના ભારથી સાવ બેવડ વળી ગયો હતો જ્યારે એનાથી થોડે દૂર ઊભેલ હેન્ડપંપ પનિહારીઓથી ઊભરાઈ રહ્યો હતો.તાંબા પીતળની હેલ હિલ્લોળે ચડી હતી.હેન્ડપંપનો કિચૂડ કિચૂડ સમો મધુર રણકાર હવામાં મીઠી વાંસળીસમાં સૂર રેલાવી રહ્યો હતો.ને એ સાથે જ ગઈ રાતે ગામ પર ઊતરી આવેલ નીંદપરી અને અંધારપરી ઝપાટભેર આકાશમાર્ગે પ્રયાણ કરી જતી હતી.

સૂરજદાદાએ ધરતી પર અડધું ડોકિયું ફેરવ્યું ને સૂરજના ખાટલા નીચે પડેલ એલાર્મની ઘંટડી રણકી.એનો અવાજ કાને પડતાં જ સૂરજે આળસ મરડી.એ ઊભો થયો.વાડામાં કિલ્લોલ કરતાં પંખીઓના અવાજે એને ખુશ કર્યો.

રાત્રે એક વાગ્યા લગી વાંચન કરેલ હોવાથી દરરોજ કરતા આજે એ જરા મોડો ઊઠ્યો હતો.

આંખ ખોલતા જ નિત્યક્રમ મુજબ એણે પ્રભું સ્મરણ કર્યું.ધરતી પર પગ મૂકતાવેંત એણે ટેવ પ્રમાણે માવતરને ચરણશ્પર્શ કર્યા.

માવતર એના માટે ભગવાનથીયે અધિક હતા.

પ્રભાતની નયનરમ્યતામાં સૂર્યના કોળ કિરણો દિવ્ય પ્રકાશ રેલાવી રહ્યાં હતાં.પક્ષીઓના સુંદર ગાન સુણતા સુણતા એણે સ્નાન કર્યું.મધુર નાસ્તો કરીને એ તૈયાર થયો.દરમિયાન આઠ વાગી ગયા હતા.માવતરના દિવ્યાશિશ દિલનાગજવે કરી એ સાયકલ લઈને ચાલી નીકળ્યો.પોણા નવ વાગ્યે પાલનવાડાના દરવાજે ને ત્યાંથી દશ વાગે હાઈસ્કૂલના દરવાજે પ્રવેશ કર્યો.ભણતર માટે જ.

ગુજરાતની ઉત્તર સરહદ પર રાજસ્થાનની ભૂમિને સ્હેજ અડીને પાલનવાડા ગામ આવેલું છે.ગામની દક્ષિણ દિશાએ નાનકડો અને બેઠા ઘાટનો એક ડુંગર આવેલ છે.જેના પર ગામનું જાણીતું અને માનીતું એવું વીરબાપજીનું ઐતિહાસિક મંદિર આવેલ છે.

મંદિરની સહેજ સામે જ સૂરજની શાળા આવેલી છે.આશરે પાંચ-છ દાયકા પહેલા એનું બાધકામ થયેલ પરંતું આજેય એ અડીખમ ઊભી છે,વિદ્યાર્થીઓનું નવસર્જન કરવા માટે જ! આજ લગી કંઈ કેટલાય અભ્યાસીઓની જીંદગી ઊજાળી આપી છે આ શાળાએ.

હાઈસ્કૂલના દરવાજામાં પ્રવેશ કરતાં જ બન્ને બાજુએ લીમડાની સુંદર હારમાળાઓ ઊભી છે.જમણી બાજુએ બિસ્માર બનીને સ્થગિત થયેલી પરબડી ઊભી છે.એનોય એક જહોજલાલી વાળો ભવ્ય જમાનો હતો.પણ આજે એની સામુય કોઈ તાકતું નથી.એની ચડતીના દિવસોમાં એ શીતળ જળથી ઊભરાતી હતી ત્યારે અહીં વિદ્યાર્થીઓની કતારો પર કતારો લાગતી.રિષેશનો ઘંટ વાગતા જ જેમ તરતની વિયાયેલી ગાય એના વાછરડા માટે દૂધની સૅર છોડે એમ એય બાળકો માટે શીતળ જળની છોળો ઉડાડતી.વિશ્રાંતિ વિનાના સમયમાં ચકલીઓને આનંદે નવરાવતી.આજે સાવ બિસ્માર છે પણ એની જ્હોજલાલીવાળા ભવ્ય ભૂતકાળને વાગોળતી અડીખમ ઊભી છે.એ શાળા એટલે...!

આવતા અંકે.....!!!

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama