Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Fantasy

4  

Mrugtrushna Tarang

Fantasy

મી બી4 યુ ...

મી બી4 યુ ...

4 mins
259


"લિનિયર, ડાર્લિંગ, કેટલી વાર છે તને ? હજુ કેટલી રાહ જોવડાવીશ ડિયર ?"

"બસ પાંચ મિનિટ ઓર, પ્લીઝ ડાર્લિંગ..." વિનંતીનો સૂર અને લહેકો બંન્ને એટલા કેનેસ્થેટિક હતાં કે લાગ્યું જ નહીં લિનિયરનો પ્રેમ અને એ પોતે કોઈ નાટકનો એક ભાગ હોય ! 

પાંચ મિનિટ, પાંચ મિનિટ કરીને પોણો કલાક થઈ ગયો પણ, આ મેડમ વિક્ટોરિયા મારી વેસ્ટ ઈન્ડિઝ ખાતેની સાતમી ક્રિકેટ મૅચની સક્સેસ પાર્ટીમાં તૈયાર જ થઈ રહી છે હજુ. - મનમાં જ બબડતો રહી ગયો લેસ્લી હિલટન, એટલે કે પૂર્વ જનમનો મારો પ્રપૌત્ર... આ જનમમાં પણ ક્રિકેટર તરીકે જ જન્મ્યો છે.

'બોર્ન વિથ સિલ્વર સ્પૂન' ને ટ્વિસ્ટ કરીને ખાસ એનાં માટે વાપરી શકાય - 

'બોર્ન વિથ ક્રિકેટ બેટ એન્ડ બૉલ...' અતિશયોક્તિ નથી.. તેમ, પુરાવાઓ પણ નથી એની તો શું મારી પાસે ય નથી. એટલે, કલ્પના જ સમજી લ્યો. ઠીક.

પણ, હાં, એની આત્મકથા હું હિન્ટ સ્વરૂપે કહીશ. બાકી શેષ તો,.. તો... તમારે જ શોધવી પડશે. અને તમે શોધી પણ શકશો ... અમારો એ ભૂતપૂર્વ જમાનો નથી રહ્યો. હવે તો, ગૂગલદેવી બધું જ જ્ઞાન પૂરું પાડે છે ને કંઈ ! અજન્મા જીવની પણ જાણકારી પ્રીડિકટ કરીને જણાવતાં હોય છે, નૈ ! -- મેં મારાં પૌત્ર અને પ્રપૌત્ર પાસેથી જાણ્યું હતું. એ મને શીખવવાની કોશિશ કરતો.

સૉરી, સૉરી... પ્રસ્તાવના થોડી વધારે પડતી જ લાંબી થઈ ગઈ.

હાં, તો હું મિ. એક્સ.નો દાદો. રાષ્ટ્રફૂટનો રહેવાસી, હાલ મુંબઈ ખાતે મારાં ચૌદમા પુત્ર સમશેરનાં પુત્ર હેરીની ઈન્ટર સ્કૂલ મૅચ માટે ચિયર્સ કહેવા આવ્યો'તો તે રહી જ ગયો, એને ટ્રેનિંગ આપવા જ સ્તો. હેરીનાં જન્મ પૂર્વે જ એનાં માતા-પિતાનાં સ્વપ્નબીજ તરીકે એ જન્મી ચૂકેલો એક ક્રિકેટર. કપિલ દેવ અને પટોડીનાં જમાનાને શ્વસી ચૂકેલો.. એમની એક એક મૅચને અભિમન્યુની જેમ ગર્ભમાં રહીને જોઈ ચૂકેલો. તેમ, એમની સિક્સર પર ઉછળી પણ પડેલો, ને કિક પણ મારેલી ફૂટબોલ પ્લેયરની જેમ કદાચ. અને એટલે જ પ્રિમેચ્યોર ડિલિવરી કરવાનો વારો આવ્યો'તો. પણ, ડૉ. દસ્તુર એટલા બાહોશ ને હોંશિયાર કે મને એક્યુબેટર બોક્સમાં ચોવીસ કલાક માટે રાખી ફરી એની માતાનાં ગર્ભાશયમાં એમનો એમ સ્થાપિત કરી દીધો. અને, પૂરાં નવ મહિના નવ દિવસ બાદ લેસ્લી હિલટનનાં જન્મદિવસે જ જન્મ્યો. મોડર્ન લેસ્લી હિલટન એટલે કે મારો ટપુડો હેરી. 

એટલે, કપિલ દેવ, પટૌડી, નવજોત સિદ્ધુ રન આઉટ થયાં હોય કે કૅચ આઉટ થયાં હોય તો એ એનાં માતા-પિતામાં રહેશે એ પણ એ આઘાત જીરવવા સક્ષમ બનવા મથી રહેલો.

હૅરીની કથા કહેવા હું એનાં જન્મેતર પહેલા જણાવવાનું શરૂ કરી રહ્યો છું એટલે તમને સહુને એનો અંદાજ આવે. એટલે એની હકીકત બયાં કરે છે એના દાદા. હેરીનાં દાદા હેરીની ક્રિકેટ રમવાની સ્ટાઇલ જોઈ હંમેશ કહેતાં :

"હેરી (મારું સાચું નામ નથી આ, હુલામણું નામ છે, તું બિલકુલ લેસ્લી હિલટન જેવું રમે છે."

લેસ્લી હિલટન, વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટિમનો ધુરંધર ખિલાડી. ઓલ રાઉન્ડર. નેતરની સોટી ને ટેનિસ બોલથી ક્રિકેટની પ્રેક્ટિસ કરી ચૂકેલો એક નંબર ખિલાડી. 1935 થી 1942 સાત વર્ષ જોરદાર રમ્યો. એ પછી રિટાયરમેન્ટ લઈ પોતાનાં પરિવાર સાથે હર્ષોલ્લાસપૂર્ણ જીવન જીવી રહ્યો હતો. અને, પત્ની સાથે અણબનાવ સર્જાતા અવિશ્વાસ સાંખી ન શક્યો અને કોર્ટ દ્વારા ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યો. ટેસ્ટ સિરીઝ રમનાર એક સમયનો ધુરંધર ક્રિકેટર ક્ષણિક ક્રોધને જીરવી ન શક્યો અને જજનાં હાથે મૃત્યુનામું લખાવી પોતાનો સૂર્ય પોતાનાં હાથે જ ડૂબાડી ગયો.

"દાદા, મારી કમ્પેર લેસ્લી હિલટન સાથે કરતાં કરતાં તમે તો હિલટનની જીવનગાથા જ કહેવા બેસી ગયાં ને કંઈ !" હેરીએ નકલી રોષ વ્યકત કરવા પગ પછાડયાં. હેરીનો ક્રિકેટ પ્રત્યેનો સ્નેહ અને જૂનુંન જોઈ દાદા બહુ ખુશ થતાં. એમાંય હેરીની રાઈટ હેન્ડેડ સ્ટાઇલ બિલકુલ લેસ્લી હિલટન જેવી જ આબેહૂબ એકને રમાડો ને બીજાને ભૂલો એટલી અદલોઅદલ ! બસ, રૂપરંગમાં હેરી જેટલો રૂપાળો એટલો જ લેસ્લીનો રંગ કોલસાનેય શરમાવે એવો !

"હેરી ! બેટિંગ સમયે બોલરની આંખમાં જોવાનું... એ જે કંઈપણ વિચારે તે આબેહૂબ એની આંખોમાં છલકાયા વગર ન જ રહે!"

"ખરેખર દાદુ! એટલું શ્યોર તમે કેવીરીતે કહી શકો ! તમે કંઈ એનાં મનમાં ઘૂસ્યા'તા કે ?"

હૅરી એટલે કે મને, દાદુની દરેક વાતો પર સંપૂર્ણ વિશ્વાસ ખરો પણ, તોયે મનમાં પ્રશ્ન તો નક્કી જાગતો કે દાદુ આટલા શ્યોર કેવીરીતે હોતા હશે! - પછી મનને વાળી ય દેતો કેમકે,  એમણે કહેલી બાબતો 99.99% સાચી ઠરી જ હોય !

એક સમયે મારો હેરી ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં એનાં સ્કૂલ તરફથી રમી રહ્યો હતો ત્યારે 99 પર રન આઉટ થઈ ગયો. ઉદાસ થઈ મારી પાસે (એનાં દાદા) આવ્યો અને ક્યાં કેવીરીતે તેમજ કઈ ભૂલો થઈ એ બાબતે ચર્ચા કરવા લાગ્યો.

અદલોદલ હિલટનની જેમ. એ પણ પોતાની શિકસ્તનાં કારણો શોધી જાતે જ એનું અવલોકન કરતો અને પછી એ મિસ્ટકેસ રિપીટ ન થાય એનું ધ્યાન રાખવા મહેનતે ય કરતો. એટલે જ સ્તો, ક્રિકેટનો 'ક' નહોતી ખબર એવો લેસ્લી હિલટનને વેસ્ટ ઈન્ડિઝ થકી રમવા દેવા માટે સૌથી મોટું બલિદાન અપાયું હતું એનાં દ્વારા.

બરાબર 8 વર્ષ બાદ મોકો મળ્યો હતો વેસ્ટ ઈન્ડિઝની ટિમ તરીકે રમવાનો ચાન્સ મેળવવામાં. હિલટન રાઈટ હેન્ડેડ હતો. બોલર પણ એટલો જ ઉમદા કે જેટલો બેટિંગનો બાદશાહ કહેવાતો. હેરીનાં દાદા, એટલે કે હું, વેસ્ટ ઈન્ડિઝની રમત જોવા હાજરાજૂર રહેતો. એકેય મૅચ એવી નહોતી કે મેં મારી આંખે એને રમતાં ન જોઈ હોય ! હું એનો પડછાયો જ હતો.

બસ, એનાં એ ક્રોધાવેશ વખતે હું ત્યાં હાજર નહોતો, નહીંતર, આજે તારો કૉચ એ નક્કી બન્યો હોત.

કદાચ, વર્ચ્યુઅલ.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy