Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Piyush Pandya

Comedy

2  

Piyush Pandya

Comedy

ચંપક છત્રી અંક-૧,પ્રકરણ - (૨)

ચંપક છત્રી અંક-૧,પ્રકરણ - (૨)

5 mins
7.7K


અંક- ૧, પ્રકરણ- ૨

 

ચંપક છત્રીથી છૂટો પડ્યો અને વિચારોમાં અટવાયો, બસ કાલ સવારની રાહ અને ચંપક છત્રીનું ચા પીવા માટેનું આમંત્રણ વધારે રોમાંચ જગાવતું હતું, મને ચા પીવામાં કોઇ ઇન્ટ્રેસ્ટ ન્હોતો, પણ ચંપક છત્રીને સાભળવાનો રોમાંચ હતો અને વિચારમાં જ સૂઈ ગયો.

સવાર પડી... ઝટપટ દૈનિક કર્મ પતાવી અને હું તો તૈયાર થઇ ગયો... અને ઉપડ્યો ચંપક છત્રીને ત્યાં...

લેખક : (ડોરબેલ મારે છે.. અને દરવાજો ખુલે છે..) નમસ્કાર... ચંપકભાઇ છે? ના કહીને દરવાજો ફટાક દઈને બંધ...(ફરી પાછો ડોરબેલ મારયો... અને દરવાજો ફરીથી ખૂલ્યો..) મેં પૂછ્યું ચંપક છત્રીનું ઘર આજ છે ને?

(સાલુ, ચંપક છત્રી નામ સાંભળતા જ મીઠો આવકાર પણ મળ્યો...)

આવો.. બેસો... હમણાં આવતા જ હશે... (પ્રત્યુત્તર પણ મળ્યો... અને મનમાં ને મનમાં હસવું પણ આવ્યુ કે ઘરમાં પણ “ચંપક છત્રી”)

ચંપક છત્રી : અરે... આવો આવો લેખક, સમયસર આવી ગયા ને! રાત્રે સુતા હતા કે પછી..(હજી આગળ બોલવા જાય એ પહેલા...)

લેખક : નારે... ના એવુ તો હોય રાત્રે મસ્તમજાની નિંદ આવી ગઇ હતી, પણ સમયસર પહોંચવુ મારી આદત છે.

ચંપક છત્રી : એ તો સારુ કહેવાય, ... ( અને બૂમ મારે છે) લીલૂડી બે કપ ચાઇ લાવજે અને એય ટેણીયા... (છોકરાનો છોકરો નામ ટીનુ) છાપુ લાવતો જરાક હેડલાઈન જોઇ લવ અને ચંપક છત્રી છાપુ વાંચવા લાગ્યા (એટ્લા મા ચા પણ આવી ગઈ)

લીલા(ચંપક છત્રીના પત્નિ): આ ભાઇ કોણ? (ચંપક છત્રી બાજુ જોઇને પૂછ્યું)

ચંપક છત્રી : આ લેખક છે... મારી પર લેખ લખવા માંગે છે.

લીલા : હેં.. શું વાત! ( અને મારી બાજુ જોઇને) તમે લેખક છો? સારામાના કે એવા જ?

લેખક : (ડઘાઇ ને)... સારામાના એટલે હું સમજ્યો નહીં!

લીલા : અરેરેરે... તમે પણ શુ ડઘાઇ ગયા એમ ડાઘીયા કૂતરાની માફક... આ તો એમની પર લેખ લખવાના છો એટલે પૂછ્યું? બીજા કોની પર તમે લખો છો?

લેખક : (લીલાબાનાં આંખોનાં પહોળા ડોળા જોઇને, ઘભરાઇ જઇને) બસ ચંપક છત્રી પર... જ... લખવું છે...

લીલા : લો.. તો પછી તમારે મારી પર લખવુ પડશે...

ચંપક છત્રી : એય લીલુડી... તારો નંબર પછી આવશે, તુ જા અને અંદરથી કંઇક નાસ્તામાં ખારી કે સુરતી ચવાણુ લઇ આવ... ( અને લીલાબા નાસ્તો લેવા જાય છે)

લેખક : ( અહીં હવે મારી અધીરાઇ વધતી જાય છે) ... તમને ઘરમાં પણ બધા ચંપક છત્રીથી જ ઓળખે છે?

ચંપક છત્રી : હા... ભાઇ મારુ તો નામ જ “ચંપક છત્રી” છે...

લેખક : તો, એક સવાલ પૂછુ તમને?

ચંપક છત્રી : હા ભાઇ પૂછને; એક નહીં, બે ચાર પૂછી લે... હાહાહા.. જવાબ આપવામાં પાછો નહીં જ પડુ..

લેખક : હવે ધીરજ ખુટે છે, મને જરા વિસ્તારથી કહો ને... તમારુ નામ “ચંપક છત્રી” કેવી રીતે પડ્યુ?

ચંપક છત્રી : મેટ્રીકની પરીક્ષા પાસ કરી એટલે મારા પિતા ગમનલાલ ખત્રીએ મને અમારા ખાનદાની ધંધા પર.. મતલબ દુકાન પર ગોઠવી દીધો...

હવે અહીં થી ફ્લેશબેક શરુ થાય છે....

ગમનલાલ : ચંપક કાલથી તારે સવારે ૭ વાગ્યે દુકાન ખોલી સાફ સફાઇ કરાવી ને માલસામાન વ્યવસ્થિત ગોઠવવાનો છે.

ચંપક : જી... બાપુજી

ગમનલાલ : શેરીમાંથી બહાર નીકળે તો શેરીનાં ઓટ્લા ઠેકીને જજે...

ચંપક : જી બાપુજી.. કહી આપણે તો બીજા દિવસની તૈયારીમાં સૂઇ ગયા અને સવારે ઊઠી ફુલફટાક તૈયાર થઈ ભાગળ ચાર રસ્તાની દુકાન ખોલવા જવાની તૈયારી કરી લીધી, ચાવી લીધી અને એ આપણે તો બહાર નીકડ્યા....

શેરીમાં ચાલતો જતો જ હતો અને ત્યાં પહેલુ જ મૂહર્ત થયુ મારી પર..... ઉપરથી એઠવાડનુ પાણી પડ્યુ અને એ ઘર હતુ કમલાકાકીનુ... એટ્લે આપણે તો જોરથી બૂમ પાડી...

ઓ કમલાકાકી... અરે ઓ કમલકાકી (આખી શેરી બારીમા ડોકાઇ પણ કમલાકાકી નહીં) હું તો ત્યાં જ ઊભો રહ્યો અને થોડીવારમાં કમલાકાકી બારીમાંથી ડોકાયા ખરા..

કમલાકાકી : બોલ ચંપકીયા શું થયુ?

ચંપક : શું થયુ એમ? એટલે મારી પર એઠવાડ ફેંક્યો અને પૂછો છો શું થયુ?

કમલાકાકી : ડોબા, એઠવાડ ન્હોતો... કચરાપોતાનુ પાણી હતુ, તો એમા શુ થયુ? હુ તો રોજ આમ જ ફેંકુ છુ... કોઇ બૂમ નથી મારતુ અને તુ તો રાડો પાડે છે...

ચંપક : એ ગંદુપાણી મારી પર પડ્યુ એટલે...

કમલાકાકી : હવે નખાતા નખાઇ ગયુ, જાણી જોઇને થોડુ નાખ્યું છે... જા ઘરે જઇ ને ન્હાઇ લે...

ચંપક : ઘરે જઇ ને ન્હાઇ લે એટલે શું? એમ થોડી વાત પતી જાય?

કમલાકાકી : તો હુ નવડાવી આપું?

ચંપક એક્દમ ડઘાઇને ત્યાંથી પાછો વડ્યો ને ઘરે પાછો આવ્યો...

ગમનલાલ : કેમ દુકાને નથી ગયો? પાછો કેમ આવ્યો?

ચંપક : અરે.. ના બાપુજી જતો હતો ને કમલાકાકીએ ગંદુપાણી ફેંક્યુ ને તે મારી પર પડ્યુ તો કપડા બદલવા આવ્યો...

ગમનલાલ : જા ... જલ્દીથી ન્હાઇધોઇને ફરી તૈયાર થઇને જવા નીકળ...

ચંપક : (તૈયાર થઈને ફરી નીકળે છે અને રાજકપૂરની ફીલ્મનું મસ્તમઝાનું ગીત મોટેથી ગાતો જાય છે)

મેરા જૂતાં હે જાપાની... યે પતલૂન ઇંગ્લિસ્તાની... શર પે લાલ ટોપી..ઇ..ઇ..ઇ..ઇ

(એટ્લા મા બળદેવકાકાની બારીમાંથી એક પડીકુ માથે પડે છે અને મારાથી જોરથી તેમના નામની જોરથી ગુસ્સા મા બૂમ નીક્ડી જાય છે)

બળદેવકાકા : કેમ ચંપકીયા કેમ બરાડા પાડે છે?

ચંપક : અરે કાકા દુકાને જવા નીકડ્યો જ હતો અને મારા માથે તમારી બારીમાથી આ પડીકુ પડ્યુ...

બળદેવકાકા : મેં કંઇ જાણી જોઇ ને થોડુ નાખ્યુ... સવારનો નાસ્તો પૂરો થાય તો કચરો તો બારીની બહાર જ નાંખવો પડે ને?

ચંપક : તે મારા માથે થોડો નાંખવાનો હોય…

બળદેવકાકા : વચ્ચે તારુ માથુ આવી ગયુ તો હું શુ કરુ? ... અને જોરથી હસે છે...

ચંપક : (ચાળા પાડતો) મારે દુકાને જવુ છે ને તમારી ચટ્ણીએ મારો કોટ બગડ્યો...

બળદેવકાકા : તો એમા શું? કોટ ઉતારી નાંખ નીચે પહેરણ તો પહેર્યુ જ છે ને અને દુકાને જતો રહે...

ચંપક : વાહ વાહ... ઉપદેશ આપતા તો સારો આવડે છે તો પડીકા જોઇને નાખતા શું થાય? (અને વિચારુ છુ કે હવે ઘરે પાછો જઇશ તો બાપુજી ના હાથનો માર ખાવો પડ્શે...એટ્લે ઉતર્યો કોટ ને મૂકી દોટ...સીધો શેરીની બહાર..) હાશ... બચ્યા...

અમારે સુરતની શેરીઓનુ પણ કેવુ પડે સવાર હોય કે સાંજ શેરીઓમાંથી પસાર થવુ એટ્લે યુધ્ધના મેદાનમા જવુ બેય બરાબર... ક્યારે શુ પડે એ નક્કી જ નહી.. આમ બબડ્તો જાવ છું... સાલુ આ શેરીઓનુ ય કેવુ બીચારા બીજા લોકોનુ તો શું થતુ હશે?

વધુ આવતા અંકે...

 

 


Rate this content
Log in

Similar gujarati story from Comedy