Piyush Pandya

Comedy

3  

Piyush Pandya

Comedy

ચંપક છત્રી, ‌‌અંક-૨, પ્રકરણ-૧૦...ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે

ચંપક છત્રી, ‌‌અંક-૨, પ્રકરણ-૧૦...ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે

4 mins
7.1K


હવે એ ઘડી પણ આવી ગઈ... જ્યાં “ચંપક છત્રી”નો વરઘોડો નીકળવાની તૈયારી થઈ ગઈ.

બેંડવાજાવાળા પણ આવી ગયા અને વરરાજા માટે શણગારેલો ઘોડો પણ તૈયાર. સાથે સાથે આખા મહોલ્લાના લોકો પણ સજીધજીને તૈયાર અને ચંપકના સગાવહાલા પણ તૈયાર અને ત્યાં બળદેવકાકા પણ પધાર્યા...

ગમનલાલ : આવો આવો બળદેવભાઈ આજે ખરા વેવાઈ તો તમે જ લાગો છો...

બળદેવભાઈ : હા...હા... ગમનભાઈ ચંપકીયો મારે પણ છોકરા જેવો જ છે તો હું પણ તો વેવાઈ થયો કે નહી...

કમલાકાકી : આજે તો મહોલ્લાનાં બધા જ મરદો વેવાઈ અને સ્ત્રીઓ વેવાણ... બરાબર ને...

ગમનલાલ : હા...હા...હા... સાચી વાત... બસ હવે બધા જ ભેગા થઈ ગયા છે ... તો શીદને વાર? કાઢો વરઘોડો અને પહોંચો વેવાઈને દ્વાર...

કમલાબેન : જરા હું ચંપકીયાને પોંખી આવુ... (પોંખવાનુતો બહાનું છે બાકીતો ચંપકની હયાતી જ જોવાની છે...)

ગમનલાલ : હા...હા.. તમે પણ પોંખી લો... ચંપકને કોઈની નજરનાં લાગી જાય આજે...

કમલાબેન અંદર જાય છે અને જમનાબા ચંપકને દહીં ચટાડી શુકન કરાવતા હોય છે....

જમનાબેન : લે ચંપક, જરા દહીં ચાટી લે શુકન સારા થાય...

ચંપક : હા... બા (અને જમનાબેન ને પગે લાગે છે...)

કમલાકાકી : ચાલો શુકન સારા થયા છે. સારા ચોઘડીયામાં વરઘોડો પણ નીકળવાનો...

ચંપક : આવો... આવો... કમલાકાકી તમે પણ શુકન નહીં કરાવશો... દહીં ચટાડીને...

કમલાકાકી : હા...હા... ચંપક કેમ નહી.. અને ચંપકને ચમચીથી દહીં ચટાડે છે....

જમનાબેન ચંપકને પોંખવાની તૈયારી કરે છે... ચંપકના હાથમાં ઉભો ચાંલ્લો કરી નાગરવેલનું પાન, સોપારી, સવારરૂપીયો અને તેના પર નાળીયેર મુકી વરમાળા પહેરાવે છે અને ચોખા નાખી વધાવે છે અને ચંપકનો હાથ પકડી ઘરનાં દ્વાર સુધી લાવે છે...

કમલાકાકી : (ચંપકના કાન પાંસે...) કેમ ચંપક આજે તુ બાજી હારી ગયો... તેં શરણાગતી સ્વીકારી લીધી ને...

ચંપક : ના કમલાકાકી.... હાર માને એ બીજા હું તો બાજી જીતીને જ લીલાને હાર પહેરાવીશ...

કમલાકાકી : (મનમાં હાશ... હજી ટેક પુરી નથી કરી...) તો હું જોવ છું કે તુ તારી વાતમાં કેટલો પાક્કો છે એ આજે ખબર પડશે... તને ખબર નથી તારો મુકાબલો કોની સામે છે...

ચંપક : હા... મને બરાબર ખબર છે કમલાકાકી... મુકાબલો હોય તો જ જીતવાની મજા આવે... ચાલો હું પ્રસ્થાન કરું... જય મહાદેવ...

અને કમલાકાકી મહોલ્લાનાં લોકો સાથે વરઘોડામાં નીકળવાને જોડાઈ જાય છે... અને ચંપક જમનાબાને કાનમાં કહે છે....

ચંપક : બા... હું તો દાદાજી અને બાના આશિર્વાદ લેવાનું જ ભુલી ગયો... હમણા જ હું પગે લાગીને આવ્યો.. મારા રૂમમાં દાદા અને બાનો ફોટો છે એમને પગે લાગી આવ...

જમનાબેન : હા... એમના પણ આશિર્વાદ લેવાજ પડે ને... જા તુ પગે લાગી આવ ... વરઘોડો કાઢવાનુ મુહર્ત થઈ ગયું છે...

ચંપક : હા... બા, હમણાજ આવ્યો...

ચંપક ઉપરના માળે એના રૂમમાં જાય છે અને ત્યાં ભુરીયો બેઠો હોય છે... તેને સહેરો... કલગો અને પોંખેલુ નાળીયેર ... હરીયાના હાથમાં પકડાવીને ચંપકને ઓઢાડેલી શાલ પહેરાવી હરીયા ને ચંપકની જગ્યાએ ભુરીયો હાથ પકડીને લાવે છે...

જમનાબેન : આવી ગયો ચંપક, ચાલ ચાલ હવે મોડું થાય છે... હરીયો જે ચંપક બન્યો છે તે જમનાબેન ને પગે લાગે છે અને બાજુમાં ઉભા ગમનલાલને પગે લાગવા જાય છે... ત્યાં ગમનલાલ હરીયાને છાતી સરસો ચાંપીને ઘોડાપર બેસાડવાને લઈ જાય છે....

ઘોડાની આજુબાજુ વામનીયો, જગલો,રમલો અને ભુરીયો ગોઠવાઈ જાય છે અને હરીયાને ઘોડા પર બેસાડે છે અને વરઘોડો બેંડવાજાવાળાના તાલ પર ચાલી નીકળે છે. વામનીયો, જગલો અને રમલો અગાડી નાચવા મંડી પડે છે અને ભુરીયો રખેવાળી કરતો ઘોડાની બાજુમાં જ ચાલી નીકળે છે...

વરઘોડો વાજતે ગાજતે શેરીનાં નાકે પહોંચે છે અને વામનીયો ત્યાંથી ધીરેથી સરકીને છટકે છે અને પહોંચે છે માળીશેરીનાં નાકે જ્યાં ચંપક મોઢું છુપાવીને પહેલેથી જ વામનીયાની રાહ જોતો ઉભો હોય છે... અને બંને નીકળી પડે છે... મોટીશેરી તરફ....

વામનીયો : બધું બરાબર જ ચાલે છે... આયોજન પ્રમાણે પણ આપણે દોટ લગાવવી પડશે... મોટીશેરી પહોંચવા.

ચંપક : હા... તો ચાલ લગાવ દોટ કોણ વહેલું પહોંચે....

ચંપક અને વામનીયો દોડતા પહોંચે છે મોટીશેરીનાં નાકે અને જોયું તો મીઠાઈ નાં થાળ ઊતરતા હોય છે અને વામનીયો ચંપકને ઈશારો કરી એક એક મીઠાઈનો થાળ ઊંચકીને ચાલતા થાય છે... રસોડા તરફ...

વામનીયો : ચંપક, તારે માટે શું નું શું નથી કરવું પડતું!

ચંપક : મારા જ લગ્ન છે ને હું પણ તો થાળો ઊંચકીને જ ચાલુ છું ને...

વામનીયો : પણ તુ સાવધાની રાખજે તને કોઈ ઓળખી ના જાય...

ચંપક : હા... હા... પણ કદાચ મને અહીં લીલાના બાપુજી સિવાય કોઈ નહી ઓળખી શકે... કારણ કે મને તો કોઈએ જોયો જ નથી ને...

રસોડું આવે છે અને વામનીયો, ચંપક મીઠાઈના થાળ માથા પરથી ઊતારીને નીચે મુકે છે...

વામનીયો : ચંપક ... મીઠાઈની સોડમ સરસ આવે છે...

ચંપક : ભાઈ તુ હમણા સોડમને છોડ બાકી મારા બાર વાગી જશે... ચાલ ઘરમાં ઘુસવાની તૈયારી કરીયે...

વામનીયો : હા... ચંપક... ઘરમાં ઘુસ તો મારીએ પણ જેવો મોભો એવી જ તૈયારી કચરાશેઠે કરી છે, મોભા પ્રમાણે બધાને જ આમંત્રણ આપ્યુ છે...

ચંપક : તો શું હમણા ગણતરી કરવા બેસવાનો... ચાલને ભાઈ મારા…

વામનીયો અને ચંપક ઘરમાં ઘુસવા જ જાય છે અને કચરાશેઠને સામેથી આવતા જોઈને પાછા ફરી જાય છે અને લતાબેનનાં ઘરમાં ઘુસી જાય છે...

 


Rate this content
Log in

Similar gujarati story from Comedy