Piyush Pandya

Comedy

3  

Piyush Pandya

Comedy

ચંપક છત્રી, ‌‌અંક-૨, પ્રકરણ-૯...ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે

ચંપક છત્રી, ‌‌અંક-૨, પ્રકરણ-૯...ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે

4 mins
7.3K


ચંપકનાં ઘરમાં લગ્નનો માહોલ બરાબર જામ્યો છે તો લીલાનાં ઘરમાં પણ એવી જ તડામાર તૈયારી... લીલા થોડીક ગભરાયેલી છે અને શિવશંકરનાં જપ પણ ચાલુ જ છે ... લતાકાકીની બહેનપણી  લીલાનાં હાથ પર મહેંદી મુકતી હોય છે...

લીલા : લતાકાકી, વામનીયાભાઈ આવ્યા હતા પાછા?

લતાકાકી : કેમ શું થયું?

લીલા : મને બોવ ચિંતા અને અકડામણ થાય છે... હું શિવમંદિર એમને મળવા ગઈ હતી પણ એ દિવસે બા અને બાપુજી અને એમના પણ બા અને બાપુજી મંદિરમાં જ ભેગા થઈ ગયા હતા... તો મુલાકાત થઈ જ ના શકી બસ, ત્યારથી લઈને આજ સુધી ચિંતા અને ગભરાહટમાં જ દિવસ પસાર કર્યા છે... આગળ શું થશે...

લતાકાકી : કંઈ નહી, શિવશંકર બધુ જ હેમખેમ પાર ઊતારશે... તુ કહે તો વામનીયા ને તેડાવ...

લીલા ઃ ના કાકી... રહેવા દો કંઈક ઊંધુચત્તુ થઈ જશે... હવે તો સમય પર જ છોડવું સારું... હે શિવશંકર બધું હેમખેમ ચંપકના વરઘોડાની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે સાંજે ગ્રહ્શાંતક અને જમણવાર અને આવતીકાલે સાંજે ૬ વાગ્યે એટલે બારાત દુધારાશેરીથી રવાના થઈ વાજતે ગાજતે પહોંચશે મોટીશેરી કચરાશેઠ ને ત્યાં...

હવે આખરનો દિવસ આજે આવી ગયો બધા જ ધામધુમથી ચંપકને પરણાવવાના અભરખા સાથે પોતપોતાની તૈયારી માં લાગી ગયા છે... જમનાબેન અને ગમનલાલ...

ગમનલાલ : ચાલ સારું થયું ચંપકને સમયસર અક્કલ આવી... બાકી મારી આબરુનાં તો ધજાગરા ઊડતે...

જમનાબેન : તમે આવું કેમ વિચારો છો.. આપણો ચંપક એવો નથી, એ બહુ જ સમજુ છે...

ગમનલાલ : બસ આજ તારો વધુ પડતો વિશ્વાસ એની પરનો...

જમનાબેન : હોય જ ને.. આપણા ઘડતરમાં કોઈ ખામી થોડી રાખી છે... એટલે વિશ્વાસ તો હોય જ ને...

ગમનલાલ : બસ હવે તો વાજતે ગાજતે જાન કચરાશેઠનાં દ્વારે પહોંચી જાય ને ચંપક અને લીલાના લગ્ન પુરા થાય ત્યારે જ ટાઢક વળશે....

જમનાબેન : કેમ આમ વિચારો જ છો.. ભોલેનાથ બધુ સમુંસુતરું પાર ઊતારશે... મને મારા ભોલેનાથ પર પુરો વિશ્વાસ છે...

ગમનલાલ : હા હવે તો બસ સમયની રાહ જોવામાં જ ભલાઈ પણ, આજે સવારથી મારી ડાબી આંખ ફરકે છે...

જમનાબેન : હવે તમે પણ આ બધી વાતમાં કયાં પડો છો... સૌ સારાવાનાં થશે...

હવે આખરનો સમય આવી ગયો વરઘોડો નીકળવાને ચાર કલાક બાકી છે... અને બધા મિત્રો ચંપકનાં ઘરે ભેગા મળે છે.

ચંપક : આવી ગયા દોસ્તો... હવે સમય ખૂબ જ ઓછો છે.  ભુરીયાભાઈ તમે દરવાજો બંધ કરીને અંદર આવી જાવ..

ભુરીયો : જી મોટાભાઈ, અને ભુરીયો રૂમનો દરવાજો બંધ કરે છે...

રમલો, હરીયો, જગલો, વામનીયો અને ભુરીયો બધા એકીટસે ચંપકને સાંભળે છે...

ચંપક : હવે અહીંથી આપણું કામ શરુ થાય છે... બધા ધ્યાનપુર્વક સાંભળી લેજો...

બધા એક સાથે : હા, ચંપક કહેતો ખરો...

ચંપક : અગાઉ નક્કી થયા મુજબ... પણ ફરીથી ચોક્ક્સાઈ તમારી સાથે કરી લઉં...

વામનીયો : બરાબર છે... ચંપક ચાલુ રાખ...

ચંપક : હું અહી મારા રુમમાં તૈયાર થઈશ બરાબર બાજુનાં રૂમમાં હરીયો મારી જેમ જ તૈયાર થશે... અને હા હરીયા તને આપેલી છત્રી લેવાનુંના ભુલતો...

હરીયો : નહીં ભુલુ દોસ્ત...

ચંપક : બા મને પોંખી ને સહેરો પહેરાવશે... બરાબર...

બધા દોસ્તો : બરાબર...

ચંપક : મને પોંખી લેય એટલે હું બહાનુ કાઢીને મારા રૂમમાં આવીશ અને અહીંથી ભુરીયાભાઈને મારો સહેરો અને પોંખેલુ નાળીયેર અને કલગો આપી દઈશ અને ભુરીયાભાઈ તે હરીયાના હાથમાં પકડાવી ને હરીયા ને મારી જગ્યા એ નીચે લઈ જશે... ભુરીયાભાઈ અહીં તમારે સાવચેતીથી કામ લેવું પડશે...

ભુરીયો : હા મોટાભાઈ… હું ખૂબ જ સાવધાની રાખીશ અને તમે પાછા ના આવો ત્યાં સુધી વરરાજાનાં ઘોડાની આસપાસ કોઈ ને ફરકવા પણ નહીં દઈશ...

ચંપક : બરાબર... તમારુ આ કામ ખુબ જ અગત્યનું છે...

વામનીયો : વરઘોડો શેરીના નાકે પહોચે એટલે હું અને ચંપક મોટીશેરી જવા રવાના થઈશું....

ચંપક : જગલા તારે વામનીયાની બા પર પૂરી નજર રાખવાની રહેશે... અને કંઈપણ શંકા જણાય તો રમલાને જાણ કરજે એ તરત જ અમને જાણ કરશે અને હા, કોઈને પણ શંકા જાય એમ તમે વરઘોડામાં વર્તન ના કરતા...

જગલો અને રમલો : હા ચંપક, તુ ફિકર ચિંતા ના કર અમે બધું જ સાચવી લઈશુ અને ભુરીયાભાઈની પણ સાવચેતી રાખીશું...

ચંપક : અને હરીયા... મારી જગ્યાએ વરઘોડામાં તૈયાર થઈને તારે બેસવાનું છે પણ ક્યાંય પણ તારો સહેરો ઊંચો કરી કોઈ તારું મોઢું ના જોઈ જાય એની તકેદારી રાખજે મારાભાઈ ... બાકી મારા બાર વાગી જશે...

હરીયો : ફિકર ના કરો દોસ્ત... હું પુરી સાવચેતી રાખીશ...

ચંપક : (બધાનાં હાથમાં હાથ લઈને..) બસ દોસ્તો મને તમારા બધાની ઊપર પુરો ભરોસો છે... તમે આ આયોજનમાં મને પૂરતો સાથ આપ્યો...

બધા એક સાથે : અમે દોસ્ત કોના?

ચંપક : આ “ચંપક છત્રી”નાં જ વળી...

બધા એક્બીજા ને ભેટીને જોરથી હસી પડે છે...


Rate this content
Log in

Similar gujarati story from Comedy