Piyush Pandya

Comedy

3  

Piyush Pandya

Comedy

ચંપક છત્રી, ‌‌અંક-૨, પ્રકરણ-૭... ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે

ચંપક છત્રી, ‌‌અંક-૨, પ્રકરણ-૭... ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે

5 mins
14.3K


ત્રણેત્રણની મંદિરે આવવાની દીશા પણ અલગ જ છે.

વામનીયો : ચંપક, આપણે મહાદેવના મંદિરમાં થોડીવાર પછી જઈશુ પહેલા લીલાભાભીને અંદર જવા દઈશુ અને ચોક્ક્સાઈ કરીશું કે એમની પાછળ કોઈને મોકલ્યા તો નથીને....

ચંપક : હા... એમ જ બરાબર રહેશે...

વામનીયો અને ચંપક ઘીયાશેરીનાં નાકે લપાતા છુપાતા ગોઠવાઈ જાય છે... અને એટલામાં

વામનીયો : ધત્તતેરીકી... લીલાભાભી એમના બા અને બાપુજી સાથે!

ચંપક : કેમ શું બબડાટ કરે છે...

અને ત્યાં તો બીજી તરફથી ગમનલાલ અને જમુનાબેન ને વામનીયો મંદિરમાં જતાં જોઈ જાય છે...

વામનીયો : ચંપક આજેતો તારો દિવસ જ ખરાબ છે!

ચંપક : કેમ શું થયુ હવે?

વામનીયો : એક તો લીલાભાભી તેમના બા અને બાપુજી સાથે મંદિરમાં દાખલ થયા છે અને તારા બા બાપુજી પણ મંદિરે દર્શન કરવા આવ્યા છે... ખરેખર... તારું નસીબ જ ખરાબ છે!

ચંપક : ઓહ્હ... પથારી ફરી ગઈ મારી... એટલે આજેતો લીલાની મુલાકાત થઈ શકે એમ નથી... ચાલ હું તો ચાલ્યો દુકાને તુ અહીં બેઠોબેઠો તમાશો જોયા કર... પગ પછાડતો ચંપક દુકાને જવા રવાના થાય છે...

અને અહીં મંદિરમાં...

લીલા મહાદેવની પૂજા કરવા લાગે છે અને પ્રાર્થના કરતા મહાદેવને વિનંતી કરાતી હોય એમ લાગે છે....અને..

કચરાશેઠ : (પૂજારીને...) આ પત્રિકા મહાદેવને અર્પણ કરવાની છે...

પૂજારી : કોના લગ્ન છે?

કચરાશેઠ : મારી દિકરી લીલાના આવતા અઠવાડીયે ગુરુવારના રોજ નિર્ધાર્યા છે...

પૂજારી મહાદેવને પત્રિકા ચઢાવવા જાય છે ત્યાં તો ...

ગમનલાલ : પૂજારીજી... થોભજો આ પત્રિકા પણ સાથે જ ચઢાવવાની છે... મહાદેવને પરીવાર સહીત આમંત્રિત કરવાના છે...

કચરાશેઠ પણ ખુશખુશાલ થઈ જાય છે ગમનલાલની હાજરીથી જ....

પૂજારી : તમારે ત્યાં પણ લગ્ન લેવાયા છે?

ગમનલાલ : હા મારા દિકરા ચંપકના... કચરાશેઠની દિકરી લીલા સાથે...

શબ્દો પ્રાર્થના કરતી લીલાના કાને અથડાય છે અને આંખ ખુલી જાય છે અને એક્દમ દિગ્મૂઢ થઈને ગભરાઈ જાય છે કે ક્યાંક વામનીયો એમને લઇને મંદિર ના આવી જાય... અને ફરીથી વિનંતી કરવા લાગી જાય છે...

કચરાશેઠ, જશોદાબેન, ગમનલાલ અને જમુનાબેન... ગર્ભગ્રુહમાં પૂજા પતાવીને મંદિરના પ્રાંગણમાં આવે છે...

કચરાશેઠ : નમસ્કાર શ્રેષ્ઠી... તમને પણ અહીં જોઈ આનંદ થયો. આતો મહાદેવની જ ઈચ્છા હતી...

ગમનલાલ : હા.. શ્રેષ્ઠી... ઊપરવાળાની લીલા તો ન્યારી જ હોય...

જમનાબેન : તમને અને જશોદાબેનને મળવાનો લ્હાવો પણ મળી ગયો...

જશોદાબેન : આજનો દિવસ જ ખરેખર ન્યારો છે... અમને પણ ઘણીખુશી થઈ તમને મળી ને...

અને લીલા આવે છે... જમનાબેનને પગે લાગે છે...

જમનાબેન : (લીલાના માથે હાથ મુકી આશિર્વાદ આપતાં) ખુબ ખુશ રહો... અને વિચાર્યુ એના કરતા પણ ખરેખર દિકરી ખુબ જ સુંદર અને સંસ્કારી છે...

કચરાશેઠ અને જશોદાબેન (એક સાથે) : હા હવે થોડા દિવસોમાં તમારા ઘરની શોભા બનવાની છે...

જમનાબેન : ના શોભા નહી... મારા ઘરની દિકરી બનવાની છે ... અને પાકીટ કાઢીને લીલાના હાથમાં રૂપિયા મુકે છે... આ શુકન છે, તને આજે જોઈને એટલે...

અને બધા વેવાઈ, વેવણ વાતોમાં વળગે છે ... પણ લીલાની આંખો આજુબાજુ ફરકતી કંઈક શોધતી રહેતી હોય છે પણ વામનીયો અને ચંપક ના દેખાતા ... મનમાં થોડીક શાંતિ અને બેચેની અનુભવે છે...

આ બાજુ ચંપક વામનીયા સાથે દુકાને પહોંચે છે...

ચંપક : ભુરીયાભાઈ, ચા લઈ આવો અને જરાક કડક બનાવડાવી લાવજો...

ભુરીયો : જી મોટાભાઈ, પણ તમે તો કડક ચા નથી પીતા...

ચંપક : આજે માથુ ભમે છે તો કડક ચા જ લઈ આવો ..

ભુરીયો : જી મોટાભાઈ હમણા જ લઈ આવુંકહી ને ચા લેવા જાય છે...

ચંપક : વામનીયા.. બા, બાપુજી જો મંદિર આવવાના જ હતા તો મને  કહ્યું તો હોતે જ ને...

વામનીયો : હવે શું ખબર... પણ કાકા કાકી મંદિર કેવી રીતે પહોંચ્યા એની તપાસ તો કરવી જ પડશે...

ચંપક : હા વામનીયા, મને એજ નથી સમજાતું કે બધા એક સાથે જ, એક જ સમયે  મહાદેવના એજ મંદિરમાં... નક્કી કોઈનું તરકટ જ લાગે છે.

વામનીયો : કોઈનું શાંનુ મારી બાનું જ તરકટ લાગે છે.

એટલામાં રમલો, જગલો અને હરીયો પણ દુકાને આવી પહોંચે છે...

રમલો : કેમ ચંપક, વાત બની કે નહીં? ભાભી સાથે મુલાકાત થઈ?

જગલો : કેવા છે અમારા ભાભી...

હરીયો : એ શું બોલે, એની તો બોલતી જ બંધ થઈગઈ લાગે છે... મારી જેમ જ, મેં પણ પહેલી વખત ભાભીને જોયા હતા ત્યારે મારી પણ દશા આવી જ હતી...

ચંપક : અરે, એવુ કંઈજ નથી...

વામનીયો : બળતામાં ઘી હોમવાનું કામબના કરો... એક તો આજના બધા જ પાસા ઊલ્ટા પડ્યા ને તમે લોકો દાઝ્યા પર દામ દેવા આવી ગયા...

બધા એક સાથે : કેમ શું થયું?

વામનીયો : (સવિસ્તાર વાત કરે છે..) અને આજે કામ જ ના બન્યું, હવે કંઈક અલગ જ વિચારવું રહ્યું અને લગ્નનો દિવસ પણ નજીક આવતો જાય છે...

હરીયો : ચંપક, તુ જીદ છોડી દે અને પરણી જા આંખ બંધ કરી ને મારા ભાઈ... કારણ કે હવે કંઈ દાળ ગળવાની લાગતી નથી...

વામનીયો : કેમ.. કેમ... હરીયા, હથિયાર શાના હેઠા મુકવાનાં...

ચંપક : તો તમારા બધાનું એમ જ કહેવુ છે કે, હું એમ જ પરણી જાવ, એ તો શક્ય જ નથી... હવે તો મારો નિશ્ચય અડગ થઈ ગયો છે... લીલાને પહેલા મળીશ અને પછી જ પરણીશ..

વામનીયો : હા, ચંપક એમ જ થશે પણ સમય પણ ઓછો છે ને મારાભાઈ... જે કંઈ કરવુ હોયતે જલ્દી કરવું પડશે...

ચંપક : હવે તો વરઘોડો વાજતે ગાજતે જ નીકળશે, ઘરેથી... પણ મુલાકાત પણ એ જ દિવસે લગ્ન પહેલા એ નક્કી બસ...

વામનીયો : એ... ચંપક તુ હવે કરવા શું માંગે છે?

ચંપક : ક્યાંક તો આ પાર યા પેલે પાર...

રમલો અને જગલો : એટલે તુ શું કરવા માંગે છે એનો ફોડ પાડ ને...

ચંપક બધાને હવે લગ્નની અગાઉન વ્યુઈહરચના સમજાવે છે અને બધા મિત્રો પોતપોતાનો સુજાવ આપી ને સુદ્ર્ઢ આયોજન નક્કી કરે છે...

ચંપક : બોલો તો  દોસ્તો શું કહેવું છે તમારે?

વામનીયો : ઝક્કાસ... બસ પણ આ વાત આપણા પાંચની અંદર જ રહેવી જોઇએ...

ભુરીયો : પાંચ નહી છની અંદર રહેશે...

વામનીયો : હા હા હા... હા ભુરીયાભાઈ તમને તો ભુલી જ ગયા...

જગલો, રમલો અને હરીયો : તો પછી થઈ જાય... એક ચાય ઔર...


Rate this content
Log in

Similar gujarati story from Comedy