ચંપક છત્રી, અંક-૨, પ્રકરણ-૧૨...ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે
ચંપક છત્રી, અંક-૨, પ્રકરણ-૧૨...ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે
કચરાશેઠ અને જશોદાબેન બંનેને એકલા છોડીને રૂમની બહાર જાય છે અને જશોદાબેન રૂમનો દરવાજો બંધ કરે છે...
લીલા આંખો બંધ કરીને ઉભી હોય છે...
ચંપક : લીલા આજે તમને મળીને હું ધન્ય થઈ ગયો એથી વધુ તો તમને પામીને ધન્યતા અનુભવીશ...
લીલા : હવે, જે કંઈ વાત કરવી હોય તે જલ્દી કરો વરઘોડો પહોંચી જશે તો...
ચંપક : કંઈ વાંધો નહી... (અને લીલાનો હાથ હાથમાં લઈને લીલાની આંગળીમાં વીંટી પહેરાવતા) આ ચંપકની છત્રી બનવાનું તમને મંજુર છે.
લીલા : હા મંજુર છે...
ચંપક : લીલા મારે તમને અગત્યની વાત કરવી છે. વાત એમ છે કે હું મારો અગાડીનો અભ્યાસ પુરો કરવા માંગુ છું. હું ગ્રેજ્યુએટ થવા માંગુ છું. તો તમે મને સાથ આપશો...
લીલા : મારે પણ આગાડી ભણવું છે.
ચંપક : અરે વાહ, મારે એજ જાણવું હતું અને જાણી ને ખુશી થઈ કે તમે પણ અગાડી અભ્યાસ પુરો કરવા માંગો છો...
લીલા : મારી તો નાનપણથી જ ઈચ્છા માસ્તર બનવાની છે...
ચંપક : પણ હમણાં તો મારે તમારા બનવાની ઈચ્છા છે... પણ મારી એક શરત છે કે જ્યાં સુધી આપણા બંનેનો અભ્યાસ પુરો ના થાય ત્યાં સુધી આપણે સંસારમાં પગલુ નહી ભરીશું...
અને લીલા ચંપકના મોઢા પર હાથ દઈને...
લીલા : બસ તમારી ઈચ્છા એ જ મારા શિવશંકરની ઈચ્છા અને લીલા પગે લાગવા જાય છે અને ચંપક રોક્તા...
ચંપક : તમારું સ્થાન તો મારા દિલમાં છે મારા પગમાં કદાપી નહી... તો હવે હું રજા લઉં અને વાજતે ગાજતે આવું છું તમને લેવા...
લીલા : તમને નહી... તને લેવા...
ચંપક હસી પડે છે અને દરવાજો ખોલીને બહાર આવે છે...
કચરાશેઠ અને જશોદાબેન આદરપૂર્વક ચંપકને બાજુના રૂમમાં લઈ જાય છે અને તેમના અંગત માણસોને નીચે બધાને શાંત કરીને વરઘોડાની તૈયારી કરવા કહે છે...
અને જશોદાબેન ચંપકને પાણીનું પવાલું ભરી આપે છે...
ચંપક : બાપુજી તમને એક વાત કહેવા માંગુ છું...
કચરાશેઠ : હા... જરુર... કંઈ તકલીફ તો નથી ને...
ચંપક : ના... ના... બાપુજી વાત એમ નથી... મારે લીલાને લગ્ન પહેલા મળવા પાછળનું કારણ એ હતુ કે હું મારો અગાડી નો અભ્યાસ પુરો કરવા માંગુ છું એટલે ગ્રેજ્યુએટ થવા માંગુ છું... એ સહમતી લેવા માંગતો હતો પણ લીલાની ઈચ્છા પણ અગાડી અભ્યાસની છે... એ જાણી મને આનંદથયો... અમારા લગ્ન પછી હું લીલાનો આગામી અભ્યાસ પૂરો કરાવવા માંગુ છું અને સાથે મારું ગ્રેજ્યુએશન પણ પુર્ણ કરવા માંગુ છું અને પછી જ અમે સંસાર માંડીશુ...
જશોદાબેન : તમારા આવા વિચાર સાંભળીને અમે તો ધન્ય થઈ ગયા...
કચરાશેઠ : જેવુ વિચાર્યું હતુ એનાથી પણ અધિક તમે સમજદાર નીકળ્યા... હવે મને લીલાની કોઈ જ ચિંતા નથી... એ તમને પામીને ધન્ય થઈ જશે...
ચંપક ઉભો થઈને લીલાના બા અને બાપુજીને પગે લાગે છે...
અને વામનીયો પણ આવી ચડે છે...
કચરાશેઠ : અરે લલ્લુ તુ અહીં...
ચંપક : મારો ખાસ મિત્ર છે... વામનીયો...
કચરાશેઠ : (વામનીયાનો કાન પકડી...) એટલે તારી બદમાશી હતી એમને!
વામનીયો : ના... કાકા...
કચરાશેઠ : ચંપકકુમાર તમે તમારા મિત્ર સાથે અહીં બેસો... હું જાનની આગતા સ્વાગતતા કરીને આવું છું...
મોટીશેરીમાં વરઘોડો પ્રવેશે છે બધા જાનૈયા વાજતે ગાજતે મંડપ પાંસે આવીને ઉભા રહે છે... અને કચરાશેઠ અને જશોદબેન જાનૈયાઓનું સ્વાગત કરે છે...
પણ કમલાકાકીને ચેન પડતુ નથી કે... અંદર શું રંધાયુ અને કચરાશેઠ અને જશોદાબેન અહીં સ્વાગત કરે છે... કદાચ હું ખોટી પડી લાગું છું મારે લતાના ઘરમાં જ છુપાઈ જવું પડશે અને કમલાકાકી લતાબેનનાં ઘરમાં ભરાઈ જાય છે...
કચરાશેઠ : આવો પધારો શ્રેષ્ઠી... કહી ગમનલાલને ભેટી પડે છે...
ગમનલાલ : (પણ ગળે લાગી ને...) ધન્યવાદ શ્રેષ્ઠી...
અને જાનને મીઠો આવકાર આપી જશોદાબેન ચંપક એટલે કે હરીયાને સાચવીને ઘોડા પરથી નીચે ઉતરવાનું જણાવે છે....
એકબાજુ હરીયો ગભરાયેલો છે જગલા, રમલા અને ભુરીયાને પણ કંઈ સમજાતું નથી અને હરીયાની નજીક આવે છે...
હરીયો : (જગલાના કાનમાં) અરે જગલા... ચંપક અને વામનીયો ક્યાં છે?
જગલો : ખબર નથી... કોઈ જ ખબર અંતર નથી... મને કંઈ પણ સમજાતું નથી....
હરીયો : જો એમ હોય તો હું તો અહીંથી ભાગવાની તૈયારી કરું છું....
જગલો : મારા ભાઈ ... જોજે એવું ના કરતો... જેમ થાય છે એમ કરતો જા... કદાચ ચંપક અને વામનીયો તને ઉતારે જ મળી જશે....
કચરાશેઠ : શ્રેષ્ઠી, તમે ચંપકકુમાર અને જમનાબેન સાથે મારા ઘરમાં પધારો....
ગમનલાલ : હમણાં? કંઈ સમજાયુ નહી!
જશોદાબેન : આવો તો ખરા, આ અમારી પરંપરા છે... અંદર મંદિરે પગે લગાડવાની...
ગમનલાલ અને જમનાબેન કચરાશેઠની હવેલીમાં પધારે છે... અને ચંપક ઊર્ફે હરીયાનો હાથ પકડીને જશોદાબેન લઈને આવે છે....
કચરાશેઠ અને જશોદાબેન ત્રણેયને ચંપક અને વામનીયો જે કમરામાં બેઠા છે... ત્યાં લાવે છે...
કચરાશેઠ : બસ, અમારા મહાદેવ તો આ કમરામાં જ છે.
ગમનલાલ : વાહ, દર્શન કરીને અમે તો ધન્ય થઈ જઇશુ...
અને કચરાશેઠ દરવાજો ખોલે છે... અને ત્યાં જ ચંપક અને વામનીયાને બેઠેલા જોઈ ને ગમનલાલ ન આંખ ફાટી જ રહી જાય છે...
ગમનલાલ : ચંપક, વામનીયા તમે લોકો અહીં તો આ કોણ છે?
કચરાશેઠ : શ્રેષ્ઠી, શાંતથી કામ લો... હું તમને સમજાવું છું...
જમનાબેન : ચંપક આ બધુ શું છે અને આ કોણ છે....
હરીયો : (માથેથી સહેરો હટાવીને કહે છે) હું હરીયો... ચંપકનો મિત્ર...
ગમનલાલ : એટલે ચંપક તે આ બધું માંડ્યુ છે શું? અમને છેતરી અને અહીં સુધી પહોચી ગયો?
કચરાશેઠ : શ્રેષ્ઠી, શાંત પડો હમણાં... ગુસ્સાથી નહીં શાંતિ અને સમજણથી કામ લેવું યોગ્ય રહેશે... કદાચ આપણી જ ભૂલ છે... સમય બદલાયો છે એની સાથે આપણા વિચારો પણ બદલાવવા જોઈએ... મારે ચંપકકુમાર સાથે બધી જ વાત થઈ ગઈ છે અને તેઓ લીલાને કેમ લગ્ન પહેલા મળવા માંગતા હતા એ બાબતમાં પણ એમણે અને લીલાએ મને જણાવ્યું. કદાચ આપણે વડીલોની નાસમજી કે જોહુક્મીપણાને લીધે જ ચંપકકુમારે આજે આ કદમ ઊઠાવવું પડ્યું... શ્રેષ્ઠી, કદાચ જે વખતે ચંપકકુમારે તમને વાત કરી હશે લીલા સાથે મુલાકાતની બાબત માટેની એ વાત તમે મને જો કરી હોત તો હું કંઈ ખોટુ ના માનતે કે ના આપણા સંબંધમાં કોઈ ફરક પડતે ઊલ્ટા વધુ ગાઢ બનતે જે આજે સમજદારીથી ચંપકકુમારે કર્યુ...
જમનાબેન : માફ કરજો શ્રેષ્ઠી, ચંપકથી કોઈ ભુલચુક થઈ હોય તો...
જશોદાબેન : ના...ના માફી માંગવા જેવી કોઈ વાત જ નથી... એમણે તો આજે આપણા જેવા વડીલોની આંખ ઊઘાડી છે અને ચંપકકુમાર અમને પસંદ જ છે... એમણે કોઈ ગુનો કર્યો જ નથી તેઓ તો પોતે આગળ અભ્યાસ કરવા માંગે છે અને લીલાને પણ આજ બાબતમાં વાત કરવા માંગતા હતા... લીલાએ પણ પોતે અગાડી અભ્યાસ કરવાને ઈચ્છા દર્શાવી તો તેને અગાડી ભણાવવાની જવાબદારી પણ પોતે લઈ લીધી... હવે આનાથી વધારે સમજદારી શું હોઈ શકે!
ગમનલાલ : (વાત સાંભળીને ચંપક પાસે જાય છે...અને ચંપકને ઉભો કરીને ગળે લગાવે છે) તારે એક વખત મને કહેવું તો જોઈએ....
જમનાબેન : ચાલો જે થવાનુ હતું એ થઈ ગયું હવે અગાડી શું કરવાનું એ વિચારીશું...
કચરાશેઠ : તમે અહીં જ ચંપકકુમારને તૈયાર કરો... એટલે આગળની વીધી પતાવી શકાય...
કચરાશેઠ અને જશોદાબેન લીલાના રૂમમાં જાયા છે અને ગમનલાલ, જમનાબેન, વામનીયો અને હરીયો ચંપકને તૈયાર કરે છે અને ચંપકને લનેઈ લીલાના રૂમ પાસે આવે છે...
જશોદાબેન ચંપકનો હાથ પકડે છે અને જમનાબેન લીલાનો હાથ પકડીને માયરામાં લાવે છે કચરાશેઠ અને ગમનલાલ એક્બીજાના હાથ પકડીને મંડપમાં સ્થાન ગ્રહણ કરે છે...
બ્રાહ્મણો લગ્નની વેદીઓ પઢવાનું ચાલુ કરે છે... ત્યાં જગલો, રમલો અને હરીયો માયરામાં આવે છે અને ચંપકના કાનમાં જગલો...
જગલો : હરીયા... ભાગ હવે અહીંથી બાકી માર ખાવો પડશે... ચંપક અને વામનીયા નો કોઈ જ અતોપતો નથી...
ચંપક : જગલા... હું ચંપક જ છુ...
જગલો : ના હોય... કેવી રીતે... તારી દાનત બગડી હોય એવું લાગે છે... હરીયા!
ચંપક : જો... સામું જો... સામેથી વામનીયો અને હરીયો ચાલતા આવે છે...
જગલો : હેં... આ બધું કેવી રીતે બન્યુ!
જગલો, રમલો અને ભુરીયો ત્રણેય અવાચક થઈ જાય છે... અને કમલાકાકી તો લતાબેનના ઘરમાં ભરાણીતે ભરાણી... બહાર નીકળવાનું નામ જ નથી લેતી...
માયરામાં ચંપક અને લીલાનાં સપ્તપદીનાં ફેરા ચાલુ થાય છે... અને અવાજ કમલાકાકીના કાને અથડાય છે... સફાળી ઊભી થઈને જલ્દીથી માયરા પાસે આવી ને...
કમલાકાકી : આ ચંપક નથી...
ચંપક : (સહેરો હટાવીને...) અરે કમલાકાકી હું ચંપક જ છુ ચંપક ગમનલાલ ખત્રી યાને “ચંપક છત્રી!”
અને કમલાકાકી તો માંડવામાં જ બેહોશ થઈ જાય છે...
કચરાશેઠ, ગમનલાલ અને જશોદાબેન, જમનાબેન અને લીલા ખડખડટ હસી પડે છે... અને આખા મંડપમાં અટ્ટાહાસ્ય રેલાઈ જાય છે...
