Piyush Pandya

Inspirational

2  

Piyush Pandya

Inspirational

એક અનોખો બદલો

એક અનોખો બદલો

12 mins
12.5K


સરિતા... સરિતા.. અરે! નાસ્તાનું શું થયું? રાહુલ જો તો તારી ભાભી ક્યાં અટકી? અને મારે ડ્યુટી પર જવાનું મોડું થાય છે.” એસ.પી. રાઠોડ રાહુલને રસોડા તરફ જવાનો ઇશારો કરે છે.

રાહુલ જેવો રસોડા તરફ જવા આગળ વધે છે ત્યાં તેને છૂપો રડવાનો અવાજ તેનાં કાને સંભળાયો. રાહુલ રસોડાની અંદર દાખલ થાય છે ત્યાં જોયુ તેની ભાભી અને કામવાળી બા બેઉ રડી રહ્યા હતા અને તેની ભાભીનાં ચહેરા પર ભય અને દર્દ સ્પષ્ટ પણે દેખાઇ આવતા હતા અને એવા જ ભાવ કામવાળીબાઈનાં ચહેરા પરપણ તરી રહ્યા હતા.

ભાભી... ભાભી, વાત શું છે? શું થઈ ગયું આમ અચાનક? તમે બંને રડી રહ્યા છો?” રાહુલ ચિંતાજનક અવાજમાં.

કં જ વાત નથી. અને સરિતા સાડીનાં પાલવથી આંખો લૂંછતા અને રડમસ ચહેરે. સ્ત્રીઓનું તો જીવન જ નરક છે. જ્યારથી જન્મ લે અને જ્યાં સુધી એ મરી નથી જતી ત્યાં સુધી હરએક મોડ પર તેને ચૂંથવાને જ બધા ગીદ્ધની માફક તૈયાર જ બેઠા હોય છે. આમ કહેતા તો સરિતાભાભીનાં ગળે ડૂમો ભારાઇ આવે છે.

અને રાહુલ ત્યાં જ ભોંયતળીયે બેસી જાય છે. ઘડીકમાં ભાભીને તો ઘડીકમાં કામવાળી બાઈને જોતો રહે છે. કામવાળી બા પણ તેણે પહેરેલી સાડીનાં પલ્લુથી આંખો સાફ કરતા બોલી.

ભાઈ, ભરોશો કરવા જેવો સમય તો રામચંન્દ્રજીનાં વખતમાં જ હતો. હવે તો આપણાં પોતાના પર પણ ભરોશો કરવા જેવો વખત રહ્યો નથી. હવે, તમે જ કહો કાકા તો બાપ સમાન ગણાય કે નહીં? મારી દિકરી મોટી થઈ રહી છે કેવી રીતે સંભાળુ એને બધા જ એના વિકસતા શરીરને અને અંગઊપાંગો ને ઘૂરીઘૂરી ને જોયા કરતા હોય છે. આજે જ જ્યારે મેં એને સમજાવ્યુ કે તારા શરીરનાં અમુક ભાગો ને કો પણ અડકેને તો તું મને તરત જ જણાવજે. તો એ કહેવા લાગી કે કાકા ગઈકાલે જ મારી છાતી પર હાથ મૂકીને મને પૂછતા હતા કે આ કેમ મોટા થવા લાગ્યા કંક ગૂમડા જેવુ લાગે છે અને મારા કપડા બધા ઉતારીને મારી છાતી પણ દબાવતા હતા.

મારા દિયર સાથે હું ખૂબ જ ઝઘડી પડી પણ ક્યાં ક્યાં અને કોનાથી હું એને બચાવતી ફરીશ? ભગવાન પણ પુખ્તતા આવી ઉંમરે જ છોકરીઓ ને કેમ આપી હશે? છોકરીની આ ઉંમરે પરિપક્વનાં થતા સીધી સ્ત્રીજ કેમ નથી બની જતી? ત્યારે એનામાં સાચી સમજ તો હોય ને કે શું સાચુ અને શું ખોટું? આમ કહી ને માથુ કૂટીને કામવાળી બા ખૂબ જ રડી અને ઠીને બાલ્કનીમાં ઝાડુ લેવા જતી રહી.

રાહુલ એની નજરનાં ઉઠાવી શક્યો સતત ભોંયતળીયે જ મીંટ માંડીને બેસી રહ્યો. પત્થર જેવું થઇ ગયું એનું શરીર અને ચહેરો લાલઘુમ. આંખો માંથી આંસુઓનાં ટપકવાને જ વાર હતી આંસુ પણ પાપણનાં સહારે લટકી રહ્યા હતા કે હવે તે ગાલ પર ઉતરે કે ન ઉતરે.

થોડીવાર પછી રાહુલ સ્વસ્થ થતાં પોતાને રસોડામાં એકલો જોયો અને બહાર ડ્રોઇંગરૂમમાં આવે છે. તો એસ. પી. રાઠોડને પણ ચિંતિત જોયા અને ત્યાં તેને સમજાઇ ગયુ કે ભાભીએ કામવાળી બાની સઘળી બીના એસ.પી. રાઠોડને પણ કરી દીધી અને તેમણે કામવાળી બાને યોગ્ય પગલા લેવાની ધરપત આપી રવાના કરી.

રાહુલ એક ઉંડો શ્વાસ ભરીને સોફા પર એસ.પી. રાઠોડની સામે ગોઠવાઇ જાય છે અને બોલ્યો..

કંઇક યાદ આવે છે અવિનાશ તને?

એસ.પી. અવિનાશ રાઠોડ પણ જાણે કંઈ જાણતા ન હોય એમ, “શું?  શેની વાત પૂછી રહ્યો છે તું રાહુલ?” રાહુલ હવે તેની તિખી નજરો એસ.પી રાઠોડ ની નજરો સાથે મેળવીને.મોનિકા આંટીને ભૂલી ગયો? તું કેમ ભૂલી પણ શકે?” અવિનાશ રાહુલનાં શબ્દો સાંભળીને બોખલા ગયો હોય તેમ. લૂક આઇ હેવ મૂવ્ડઓન ઓન માય લાઇફ, યુ શુડ ઓલ્સો! રાહુલ ભાંપી ગયો અવિનાશનાં શબ્દોને.

શું મૂવ્ડઓન.. મૂવ્ડઓન લગાવી રાખ્યુ છે? આજ મૂવ્ડઓન છે તારું?” અને વાત કરતા કરતા રાહુલ નાં હાવભાવ જ બદલાઇ જાય છે. જે મૂવ્ડઓન કરે છે ને તેની સામે વાત આવતા તે એવોઇડ નથી કરી શક્તા એમને તો બસ કોઇ ફરક જ નથી પડતો, મોટો આવ્યો... ફટ્ટૂ એસ.પી. સાલો....

તો શું કરું? એને યાદ કર્યા કરું? યા એને શોધીને ગોળી મારી દઉં? એની જાન લઈ લઉં? બોલ તો ખરો શું કરું? હા, હું છું ફટ્ટૂ એસ.પી પણ તું તો મરદ છે ને મૈં ઇન્સાફ કરુંગાનો હીરો અને ભા થઈ ને કહ્યું, “બે.. તેં શું ઉખાડી લીધું હેં? તું પણ તો કાયર જ છે ને આજદિન સુધી ઔરતનાં નામથી ડરે છે. અને એટલે તો આજદિન સુધી તે મેરેજ પણ તો નથી કર્યા કે નથી તારે કોઇ ગર્લફ્રેન્ડ, હં હં હં.. સાચી વાત ને?” એસ.પી. રાઠોડનાં દિલની ભડાશ એક્દમ આગ ઉલગવા માંડી અને રાહુલ પર કટાક્ષ કરતા બોલે છે.

જો આપણે બેઉં લંગોટીયા દોસ્ત છીએ એનો મતલબ એવો તો નથી ને... અહીં રાહુલ અધવચ્ચેથી વાત કાપીને. હા, એનો મતલબ એજ થાય કે આપણે બંને એકબીજાને સાથે એ બધી જ વાતો કરી શકીયે.  નાનપણનાં મિત્રો એટલા માટે જ તો હોય ને. અહીં રાહુલ વાત ફેરવીને મૂળમૂદ્દે લાવવાની કોશિશ કરે છે.

આજે ઘણા સમય પછી બે બાળપણનાં મિત્રો લડી રહ્યા હતા અને એકબીજા સાથે મનખોલીને વાત કરી રહ્યા હતા. એસ.પી. રાઠોડ જે મનમાં વાત ગાંઠવાળીને બાંધી રાખી હતી તે રાહુલનાં આત્મિયતાનાં તાપથી પિગળી રહી હતી.

રાહુલ દૂર સોફા પર બેઠો હતો પણ એસ.પી. રાઠોડને બહુ જ નજદિકથી મહેસુસ કરી રહ્યો હતો. નાનપણમાં પિંટુ (રાહુલ) અને બબલૂ(એસ.પી. રાઠોડ) એક સાથે લખોટા રમતા હતા અને ગિલ્લીદંડા રમતા શિખતા હતા. અને ગલીનાં વયસ્ક છોકરાઓની સાથે જૂઠમૂઠ રડીને ખાટીમીઠ્ઠી પણ ખા લેતા એમ જ કે જેમ કદી મોનિકાઆંટી વાળી વાત એકબીજાને ક્યારેય બતાવી ન હતી પણ બંને એકબીજાનાં રાઝ પણ જાણતા તો હતા જ.

હવે રાહુલ ઇન્ક્વાયરી કરતો હોય તેવા અંદાજમાં, “ક્યાં છે આજકાલ? કોઇ ખબર ખરી?” અવિનાશને રાહુલની નજરમાં શરારત નજર આવી અને હસી ને કહ્યું, "લઈ રહી હશે મજા સાલી, પણ તુ કેમ મરી રહ્યો છે એના પ્રેમમાં?"

રાહુલ ખડખડાટ હસી પડ્યો અને અવિનાશ એકી ટશે જોઇ રહ્યો અને બકી પડે છે. હશે ત્યાંજ એજ ગામમાં ગામની બહાર સોસાયટીમાં રહેવા જતી રહી હતી અને હવે તો ડોક્ટર સાહેબ પણ પાછા આવી ગયા છે.

રાહુલ અવિનાશ રાઠોડનાં છેલ્લા વાક્યો સાંભળીને બહાર દૂર આકાશ તરફ એકમીટ જોતો રહ્યો અને એનો ચહેરો પૂરાની યાદોંમાં ઓઝલ થઈ ગયો.

દરવખતની જેમ આજે પણ રાહુલ મોડો પડ્યો અને દોડીને ટ્રેન પકડવી પડી, શ્વાસ એક્દમ ચઢી ગયા હતા અને  આંખોમાં જનૂન સવાર હતું. અવિનાશ રાઠોડનો નંબર પોતાના મોબાઇલ પર જોતાંવેત એક કાતિલ મુશ્કુરાહટની લહેરખી એનાં હોઠ પર છવાઇ ગઈ. એણે ફોન કટ કરીને સ્વિચ ઓફ કરી એની બેગમાં છૂટ્ટો નાંખી દીધો.

આજે વરસો પછી રાહુલ પોતાનાં ગામ પાછો ફર્યો હતો. ગામ હવે ગામ જેવુ રહ્યું જ ન હતું અને રાહુલ પોતાનાં મકાનમાં ન રહેવા જતાં શહેરની બહાર આવેલી એક હોટલમાંજ રોકાવવાનું મુનાસિબ માન્યું.

સવાર થતા જ રાહુલ ગામની બીજા છેડે વસેલી એક સોસાયટીમાં જઈ પહોંચે છે. અને પૂછતા પૂછતા એક નાની ગલીમાં ઘૂસી જાય છે અને એજ શેરીનાં નાકે એક મકાન પર મોનિકા આંટીનાં હસબંડનું નામ લખેલુ વાંચ્યું.

રાહુલ એજ ઘરનાં બંધ દરવાજા સામે ભો રહે છે, અને આ એજ કે એની બાળપણની એ યાદ જે મિટાવી પણ નહોતો શક્તો અને ક્યારેય એને ચેનથી સૂવા નહોતી દેતી. આ એજ શખ્સ કે એની સાથે ક્યારેય નહોતો રહ્યો પણ છેલ્લા પંદરા વર્ષથી સૂ જ શકતો ન હતો. એના મનપર એનાં નખોથી બસ ઊઝરતો રહ્યો.

રાહુલ ઘણીવાર સુધી રાહ જોયા પછી ડોરબેલ એવી રીતે દબાવ્યો જાણે કોઇ બલાને જોર થી પાછળ ધકેલી રહ્યો હોય.  અંદરથી એક આધેડ ઉંમરની સ્ત્રીએ દરવજો ખોલ્યો.  તેને જોતા જાણે માથા પર કરચલીઓ પડી ગઈ હતી અને આંખો પણ ઊંડી ઉતરી ગઈ હતી, કાન પાસેની વાળની સફેદ લટ અને કાળા રંગની ડાઇ મારેલી પણ વાળોની જડોમાં સફેદી દેખાઇ રહી હતી. સમયની થપાટો ખાને માટીનો ઢેર બની ગયેલો ચહેરો.. પણ ચહેરોતો એજ હતો કે જે રાહુલ ક્યારેય ભૂલી નહોતો શક્તો. હા, આજ મોનિકા આંટી.

કોણ? કોને મળવુ છે? મોનિકાઆંટીએ સહજ ભાવે પૂછ્યું. જી હું તમને જ મળવા આવ્યો છું. મોનિકાઆંટી.” રાહુલે એક્દમ શાંતચિતે જવાબ આપ્યો.

મને મળવા આવ્યા છો? પણ મેં તમને ઓળખ્યા નહીં. મોનિકાઆંટીનો અવાજ ગહેરાય છે. અને એમની મૂંઝવણ પણ વધતી જાય છે.

અરે... તમે તો મને ખુબ જ સારી રીતે ઓળખો છો. જુઓ ધ્યાનથી જુવો, મને તો તમે બહુંજ નજીકથી જોયો છે. આમ કહી મોનિકાઆંટીને ધક્કો મારી ઘરમાં ઘુસી જાય છે અને મોનિકાઆંટીની લગોલગ રાહુલ ભો રહી જાય છે.

અરે તમે છો કોણ? અને આમ મારા ઘરમાં કેમ ઘૂસી રહ્યા છો? અરે સાંભળો છો આ કોઇ બદ્તમિઝ માણસ ઘરમાં ઘૂસી રહ્યો છે. મોનિકાઆંટી મદદ માટે બૂમ પાડે છે પણ ડોક્ટર સાહેબ તો ક્લિનિક જવા રવાના થઈ ગયા હોય છે. અને એમને જતાં જોયા પછીજ રાહુલે ડોરબેલ વગાડ્યો હોય છે.

અરે, તમે તો એવી રીતે ડરી રહ્યા છો કે હું કો પારકો હોઉં. કેમ આટલું જલ્દી ભૂલી ગયા મોનિકાઆંટી? રાહુલ એક શિકારીનાં અંદાજમાં જાળમાં પારેવું ફસાવ્યું હોય એમ પોતાનાં હુન્નર પર હરખાય છે.

અરે! તમે ક્યાંક વર્માજીનો દિકરો પિંટુ તો નથી ને? ના તમે પિંટુ જ છો. અરે! બેટા કેટલો મોટો થઈ ગયો કે આજે તને ઓળખી જ ન શકી. મોનિકાઆંટીને જાણે જીવમાં જીવ આવ્યો પણ આંખો પરથી સંશયનો પડદો હજી પડેલો જ છે. એમ વિચારી ને કે આટલા વર્ષો પછી આમ અચાનક વીતેલા વર્ષોની એક પહેલી આમ નવજવાન ચહેરો લઈને આજે એમની સામેજ સામી છાતીએ ભો હશે. પણ મોનિકાઆંટીનાં મોઢે પોતાનાં માટેનાં બેટા શબ્દનાં ઉચ્ચારણ માત્રથી રાહુલને ખૂન્નસ ચઢે છે. હાથની મુઠ્ઠીઓ પણ વળી ગઈ અને મોનિકાઆંટી તરફ આગળ વધે છે. અને જોર થી ધક્કોમારી સોફા પર પટકે છે. એની આંખોમાં આજે લોહીની ટશરો ફૂટી નીકળી એક નાના સરખા બાળકનાં દિલમાં વર્ષોથી ધરબાયેલી નફરત આજે જનૂન બની ચુકી છે.

રાહુલ જોરથી ચિલ્લાઇને જેમ કે આ અવાજ એના એકલાનો ન હતો પણ મહોલ્લાનાં એ બધાજ સાથીદારો, દોસ્તો એના અવાજમાં એક સાથે ચિલ્લાઇ રહયા હોય. જાણે દરેકની ઉપર વિતી ચુકેલા જૂલ્મની દાસ્તાન. અવિશ્વાસની કહાની આજે અવાજમાં ઝહેરીલુ દર્દ બનીને ઉભરાઇ રહી હોય.

બેટા? હં.. દિકરા? આજે તમને મારામાં તમારો દિકરો નજર આવી રહ્યો છે?  એ દિવસે દિકરા તરીકે નજરમાં નહોતો રહ્યો! જ્યારે હું ફક્ત દશ જ વર્ષનો હતો અને ત્યારે મને ફોસલાવીને તારા ઘરે બોલાવ્યો અને મારા બધા જ કપડા ઉતારી તું પોતે નાગી થઈને મારી પર ચઢી બેઠી હતી અને મારી મઝા લીધી હતી કેમ ભૂલી ગયા આંટીએ સમયે તમે મને દિકરા તરીકે જોયો હતોહવસની પૂજારણ જેવી ત્યારે માસૂમ ફૂલ જેવા મને તો તું કુચલવા બેઠી હતી. ફક્ત તારી વાસના સંતોષવાને માટેત્યારે તેં મને દિકરા તરીકે ન જોયો? જ્યારે તારા વજન નીચે દબાઇને હું ચિલ્લાઇ રહ્યો હતોતારાં અંગો તે મારા મોંમા એવી રીતે ઠોંસી દીધા હતા કે મારે શ્વાસ લેવાની પણ તકલીફ થતી ત્યારે મને કદી દિકરા તરીકે જોયોતે તો ગલીનાં એકપણ માસૂમ છોકરાને છોડ્યો છે? એજ નાની ઉંમરના બધાજ છોકરાઓને તારી ગંદી વાસના સંતોષતા સમયે તારા દિકરા જેવા તેં ગણ્યા હતાનહીં, બસ એ બધા જ અને સાથે હું પણ, અમે બધા તો તારી વાસનાપૂર્તિનું સાધન બની ચુક્યા હતા ને તારે માટેકં કેટલીયવાર ફોસલાવી, પટાવી અને દબડાવીને તે મારી સાથે કુકર્મ કર્યુ હશે તને તો ખબર હશે જ ને?

આમ ગુસ્સામાં બોલતો બોલતો અચાનક રાહુલ રડી પડે છે. એના મનમાં મોનિકાઆંટી પ્રત્યેનો અણગમો અને ગુસ્સો ફક્ત એના એકલા માટે જ નહીં પરંતુ એસ.પી રાઠોડથી માંડીને તેના તમામ બાળપણનાં દોસ્તો માટે વહી રહ્યો હતો. અને આજે વર્ષો પછી ધરબાયેલા એક ગુસ્સાને મૂંગા મોઢે ચૂપચાપ મોનિકાઆંટી સહન કરી રહી હતી અને અંદરો અંદર ગભરાતી હતી કે રાહુલ યાને પિંટુ ક્યાંક ગુસ્સામાં એની જાન ના લઈ લે અને મોનિકાઆંટી બે હાથ જોડી માફી માંગવા લાગી અને જોરથી રડતા પિંટુના પગ પકડી લેય છે. અને ત્યાં જ એક તેરથી ચૌદ વર્ષની છોકરી ભાગતી બહારથી આવે છે અને એની માને કોક અજનબીના પગ પકડીને માફી માંગતા જોય લે છે.

મમ્મી શું થયું? તમે કેમ રડી રહ્યા છો? અને આ માણસ છે કોણ?” છોકરીએ પણ રડમશ ચહેરે પૂછ્યું. આ તમારી જ છોકરી છે ને?” રાહુલ અવાચક થઈને પૂછે છે. “તું અંદર જા. હમણા ને હમણા જ અંદરા જા. મોનિકાઆંટી ગભરાયેલા અવાજે તેની છોકરી ને હુકમ કરે છે.

ઓહ, તો આ તમારી છોકરી છે.. સરસ, મોટી થઈ ગઈ છે ને? આની સાથે પણ એ બધુ જ શક્ય છે જે તમે મારી કાચી ઉંમરમાં મારી સાથે કર્યુંતું. કેમ ખરું ને? મોનિકાઆંટી!રાહુલની આંખો અશ્ર્લિલ હરકતો કરતી નાંગો નાચ નાચી રહી હતી.

ના, રાહુલ એ હજુ સુધી નાની બાળકી છે ખૂબ કોમળ છે એને બક્ષી દે. તારે જે કરવું હોય તે મારી સાથે કરી લે પણ, મારા ગુનાની સજા એને ન આપીશ પ્લીઝ, રાહુલ જવાદે એને... મોનિકા આંટી રડમશ ચહેરે બોલ્યાં.કેમ કરીને જવા દઉં એને? તારી સજા એજ કે તારા કરેલા કર્મો તારી છોકરી ભોગવે!” રાહુલ મોનિકાઆંટીના વાળ પકડીને આંખમાં આંખ નાખી કહી રહ્યો હોય છે.

મોનિકાઆંટી આમ પણ તો ઘભરાયેલી હતી જ પણ હવે તો વાત તેની નાની કોમળ છોકરી પર આવી તો થોડું સાહસ એક્ઠુ કરીને પોતાને રાહુલના સકંજામાંથી છોડાવીને. પિંટુ, ખબરદાર જો તેં મારી છોકરી તરફ નજર પણ કરી છે તો મારાથી વધુ ખરાબ કોઇ જ નહીં હોય...” એ તાડુકી ઉઠે છે.

હું પણ તો ત્યારે નાનો જ હતો આખા મહોલ્લાનાં છોકરા પણ તો મારી ઉંમરના જ હતા ને, ત્યારે તમે વિચાર્યુ હતું? કે તમારી ગંદી હરકતો અમારી માનસિક્તા પર કેવો પ્રહાર કરશે એની કલ્પના સુધ્ધા કરી હતી તમે? તમારી ભુલની સજા અને મારો બદલો પણ એજ હશે કે હું તમારી છોકરીનું ચારિત્ર્ય ખરાબ કરીશ અને હું તેની પર ગેંગરેપ કરાવીશ ત્યારે તમને ખબર પડશે કે તમે કેવી રીતે અમારા જેવા માસૂમોની જિંદગી ખરાબ કરી હતી. આમ કહી રાહુલ મોનિકાઆંટીને હડસેલીને ઘરની બહાર નીકળી જાય છે.

મોનિકાઆંટી પણ જડ્વત ભી રહી જાય છે. પોતાના ગુનાની સજા એની છોકરીને મળતાં જોવા કરતાં પહેલા પોતેજ મરવાનું પસંદ કરે છે. પરંતુ કહેવાય છેને કે વાસનાનાં પૂજારીઓમાં આત્મબળની ઉણપ રહે છે. પોતાની જાન લેવા પણ તો એટલું તો આત્મબળ તો જોઇએ જ ને.

રાહુલ ગલીનાં નાકે ભો રાહ જો રહ્યો હતો કે ક્યારે મોનિકાઆંટીની છોકરી ઘરની બહાર નીકળે અને સાંજનો સમય થતાં જ બ્લેક કલરની સ્કૂટી પર સફેદ ફ્રોક પહેરીને મોનિકાઆંટી ન છોકરી ટ્યૂશન જવા નિકળે છે.

અને રાહુલ પહેલેથી જ રોકી રાખેલ ટેક્ષીવાળાને તેને ફોલો કરવાનું કહે છે. સ્કૂટી સડકના બીજા કિનારે એક સાંકડી ગલીમાં ઘુસીને ગાયબ થઈ જાય છે. પરંતુ એ ગલીમાં ટેક્ષીના પ્રવેશી શકે એટલી સાંકડી હોય છે, તો રાહુલ ચાલતા પીછો કરે છે અને આજે એની ચાલ પણ ચિતા જેવી ચબરાક અને તેજીલી હોય છે. અને ગલીના છેવાડે જોયું તો સ્કૂટી એક સાઇડ પર પડી હોય છે અને છોકરી લોહીલુહાણ હાલતમાં બીજી સાઇડ પર પડી હોય છે. રાહુલની અંદર છૂપાયેલી ઇન્સાનિયત જાગી ઉઠે છે અને દોડીને એ છોકરી ને ઉભી કરે છે અને સ્કૂટી ને સીધી કરી છોકરી ને પૂછે છે. ચાલ તને ડોક્ટરની પાંસે લઈ જાઉં. તને ઘણું વાગ્યુ છે. છોકરી સહજતા થી પૂછે છે; ભાઇ, તમે એજ છો ને! આજે મારા ઘરે આવ્યા હતા મારી મમ્મી પાસે?”

છોકરીનાં મોઢેથી ભાઇ શબ્દ સાંભળીને રાહુલનાં મનમાં જન્મેલી નફરત જાણે એકપળમાં જ ગાયબ થઈ ગઈ. તારુ નામ શું છે?” રાહુલ ઉત્સુક્તાથી પૂછે છે. અંજલી... મમ્મી પપ્પા અને બધા મિત્રો મને ફ્ક્ત અંજુ કહીને જ બોલાવે છે... ભાતમે પણ મને અંજુ કહી શકો છો...

અંજુના મોઢે વારંવાર ભા શબ્દનાં ઉચ્ચારણ માત્રથી રાહુલની અંદર વર્ષોથી જ્ન્મેલી નફરત એક મોટાભાઇની હેસિયતમાં બદલાઇ ગઈ એની એને ખુદને પણ ખબર ન પડી. મોટાભાઇ જે પોતાની બહેનની હંમેશાને રક્ષા કરતો હોય અને બહેન જાણતી હોય છે કે ભાઇ બધુ જ સંભાળી લેશે. રાહુલ અંજુને ડોક્ટર પાંસે લઈ જાય છે અને મલમપટ્ટી કરાવીને તેની ગાડીમાં બેસાડીને ઘરે લઈ જાય છે.

અંજુના બંને ઘૂટણોમાં ઇજા થઇ હોય છે. એથી રાહુલ એને પોતાની ગોદમાં ઉઠાવી હોય છે અને દરવાજાને ધક્કો મારી ઘરમાં દાખલ થાય છે. અંજુને લોહીલુહાણ અને આમ રાહુલની ગોદમાં ઉઠાવેલી જોઇને, મોનિકાઆંટી ફર્શ પર જ ફસડાઇ પડે છે પરંતુ તે બેહોશ નથી હોતી એને અકડામણ હતી કે ક્યાંક પિંટુએ એની છોકરી સાથે.. પાપી મન આનાથી વધારે વિચારી પણ શું શકે?

રાહુલ અંજુને ગોદમાંથી ઉતારીને શેટી પર સુવડાવે છે અને ફસડાઇ પડેલી મોનિકાઆંટીનું માથુ પોતાની ગોદમાં મૂકી પાણી પીવડવી રહ્યો હોય છે. આ વખતે મોનિકાઆંટી એ મોનિકાઆંટી ન હતી પણ, એ છોકરીની મા હતી કે જેણે તેને ભાઇ કહીને બોલાવ્યો હોય છે.

રાહુલનો આવો વ્યવહાર જોઇને મોનિકાઆંટી સ્તબ્ધ થઈ જાય છે અને ત્યારે અંજુ એની મમ્મીની એક્સિડન્ટ વાળી સઘળી હકિકત બતાવે છે અને રાહુલભાઇ એને ડોક્ટર પાસે કેવી રીતે લઈ જાય છે અને ઘર સુધી કેવી રીતે પહોંચાડે છે તમામ હકિકત એની મમ્મીને જણાવે છે.

મોનિકાઆંટીની આંખોમાંથી પહેલીવાર પશ્ચાતાપનાં આંસુ વહી નિકળે છે અને અંજુ ભી થઈને અંદર તેના રૂમમાં જવા જાય છે. અને રાહુલ એના માથે હાથ મૂકીને ઘરની બહાર નીકળી જાય છે અને સીધો શહેર ભેગો થઇ જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational