Piyush Pandya

Inspirational Romance

3  

Piyush Pandya

Inspirational Romance

લવ યુ ફોરએવર

લવ યુ ફોરએવર

6 mins
7.7K


“પાર્થ, તમે નહીં આવો તો ચાલશે જ ને બધો પરિચય આમ ફોન પર જ કેળવી લઈશુ અને કહો તો ફેરા પણ ફરી લઈશું... ઓકે!  તમે તમારી ડોક્ટરીમાં જ રચ્યા પચ્યા રહોને, તમારી જિંદગી માં આમેય મારુ મહત્વ જ શું છે?”

નિકિતા હવે તું આમ શબ્દોના બાણના ચલાવ એન્ડ ડોન્ટ સે એનિથિંગ, હું જાણું છું અને સમજુ છુ તને, અને હા ‘વેલેન્ટાઇન ડે’ના દિવસે એટલે ૧૪ ફેબ્રુઆરીનાં રોજ ખાસ તને જ મળવા આવુ છું હવે તો ખુશ ને?

“રીયલી.. મારા કાનને વિશ્વાસ નથી થતો ફરીથી બોલને પ્લીઝ...” “હા તને મળવા ‘વેલેન્ટાઇન ડે’ના દિવસે મુંબઇ આવુ છું...”

ઓકે.. ડન... આજે હું બહુ જ ખુશ છું, છ મહિનાનો સમય વિત્યો પણ મારા સાહેબને મારે માટે સમય મળ્યો તો ખરો. “હા પણ મળીશુ ક્યાં અને કેવી રીતે?”

“પાર્થ, તું ફક્ત મુંબઇ આવી જા બસ તને હું શોધી લઈશ.. ઓકે! હું તને મળવાને પાગલ થઈ ગઈ છું, બસ હવે વધુ સમય રાહ જોવી મારે માટે શક્ય નથી અને ઉપરથી બીજા દશ દિવસ વીતાવવા અસહ્ય થઈ પડશે.”

“નિકિતા, બસ હવે બહુ રાહ નહીં જોવી પડશે પણ પગલી એ તો કહે તારે માટે ગિફ્ટ શું લેતો આવું? તને શું પસંદ છે?”

“પાર્થ, બસ તને એકવાર જોઇ લઈશ ને એજ મારી ગિફ્ટ સમજ, ‘વેલેન્ટાઇન ડે’ની સ્પેશિયલ ગિફ્ટ.. આઇ લવ યુ વેરી મચ, પાર્થ આઇ લવ યુ ટૂ.. સી યુ સૂન કહી પાર્થ ફોન ક્ટ કરે છે...”

સમયનું ચક્ર તો સ્થિર રહેતુ નથી સતત અગાળી જ ધપતુ રહેતુ હોય છે અને ડો. પાર્થ દેસાઇ મુંબઈ ‘વેલેન્ટાઇન ડે’નાં દિવસે જઈ પહોચે છે.અને નિકિતા પણ ફોન પર કોન્ટેક્ટ કરી ને પાર્થ નો અતોપતો મેળવી લેય છે. “હાય હેડસમ, બહુ રાહ તો નથી જોવી પડી ને!”

“ના, નિકિતા બસ મુંબઇની તંદુરસ્ત હવામાં તારા જ આગમનની પ્રતિક્ષા કરતો હતો.” “સો.. કમ ઇન્સાઇડ ઇન માય કાર...”

પાર્થના કારમાં બેસતા નિકિતા કારને નેપિયન્સ રોડ તરફ વાળે છે અને કારમાં ભેદી મૌન વચ્ચે સંભળાતી જગજીતસિંગની ગઝલ. “તુમકો દેખાતો યે ખયાલ આયા, જિંદગી ધૂપ તુમ ઘના સાયા...”

“તું ચુપ જ બેસી રહીશ કે પછી કંઇક વાત કરીશ?” નિકિતા એ મૌન તોડ્યું.

“ના.. ના એવુ નથી, બસ તને જોઇ ને પછી...” “પછી શું?” “અરે.. તુ પણ..”

“કેમ કોઇ ગર્લફ્રેંડની યાદ તો નથી આવતી ને!”

“ના ના હજી સુધીતો ના હતી પણ હવે... પાર્થ નિકિતાને ડ્રાઇવ કરતી જોઈ રહ્યો હતો અને.. હવે શું? કોઇ મળી ગઈ? અને નિકિતા કારને રોડની એક સાઇડ પર આવેલ પાર્કીંગમાં કાર ને પાર્ક કરે છે. સાંજ નો સમય થવાની તૈયારી થઈ રહી હોય છે અને નિકિતા પાર્થ નો હાથ પકડી ને મરીનડ્રાઇવ પર ચાલતા ચાલતાં...

પાર્થ આ સાંજ પણ કેટલી ઝડપથી અંધકારને સત્કારવાને આતુર છે.

“ના નિકિતા, એવું નથી આવતી સવારને સત્કારવાને અને સજાવવા ને તૈયારી કરે છે.” “વાહ પાર્થ,તુ ખુબ જ સરસ વાત કરી જાણે છે અને નિકિતા ચાલતા પાર્થ નાં ખભા પર પોતાનું માથું ઢાળી દે છે.”

નિકિતા અહીં પાળી પર બેસીએ મને આ અગાધ સમંદર ને જોવો ખુબ જ ગમે છે. કેટલો અગાધ છે નહીં કંઇ જાણે કેટકેટલા રહસ્યો છુપાવેલા હશે એટલે તો ભરતી અને ઓટ આવે છે.

“હા, પાર્થ સમંદર તો અગાધ છે જ પણ મુલ્યવાન મોતી પણ આ સમંદરમાં જ છુપાયેલા હોય છે, બસ તેને શોધવા પડે છે.

નિકિતા આપણો પરિચય એક મિસ્ડકોલથી શરુ થઈ પણ આજે આ વેલેન્ટાઇન ડે નાં રોજ હું આપણા સંબંધ ને એક નામ આપવા માંગુ છુ.

પાર્થ હું પણ તો એટલી જ આતુર છું કે તુ મને પ્રપોઝ કરે..

અને ગજવામાંથી ડાયમંડ રીંગ હાથ માં લઈને ઘુટણીયે બેસી ને નિકિતા ના હાથ ની આંગળી માં વીંટી પહેરાવતા...

વીલ યુ બી માય વેલેન્ટાઇન, નિકિતા

યસ પાર્થ, ફોર એવર, ફોર એવર ઇન માય લાઇફ અને નિકિતા પાર્થ ની બાહુમાં પીઘળી જાય છે અને પાર્થ નાં હોઠ સાથે પોતાના હોઠ ભીડી ને અગાધ સમંદર ની સામે ઢળતી સાંજ માં ખોવાઇ જાય છે.

નિકિતા, હું ખાસ તો તારા વિશે જાણતો નથી અને જાણવા માંગતો પણ નથી પણ મારા વિશે તને થોડી માહીતગાર કરવા માંગુ છુ.  મારી નાની ઉંમર માં જ પિતા ના અવસાન પછી મારી મમ્મીએ જ મને ભણાવી ગણાવી ને આ મુકામ સુધી પહોંચડ્યો છે અને આજે હું એના આશિર્વાદ થી જ આજે હું એમ. ડી. સર્જન છું અને વલસાડ માં નાની હોસ્પિટલ શરુ કરી અને બસ આજ છે મારી જિંદગી ની સફર મારા અરમાન પૂરા કરવા મારી મમ્મીએ એની જિંદગી જીવી નથી અને મેં મારી જિંદગી હજી જોઇ જ નથી.

હા પાર્થ, મારી જિંદગી માં પણ ઉતાર ચઢાવ ઘણા છે. મારી મમ્મી ત્યક્તા છે, મારા ફાધર મુંબઈ શહેરનાં એક જાણીતા ઉધ્યોગપતિ છે. અને મારી મમ્મી સાથે તેમના એરેંજ મેરેજ હતા.  પણ મારા જન્મ નાં થોડા વર્ષો બાદ મારા ફાધરની તરક્કી થતાં એમણે મારી મમ્મી ને ડાઇવોર્સ આપી ને તેમના પાર્ટનર ની બહેન સાથે રીમેરેજ કરી લીધા હતા. હું મારી મમ્મી સાથે જ રહું છું અને ડાઇવોર્સ વખતે મારા ફાધરે આપેલ ફ્લેટ માં રહીયે છીએ અને ભરણપોષણ પેટે મળતાં રુપિયા માંથી મારી મમ્મી એ મને ભણાવી અને આજે એક પ્રતિસ્થિત બેંકમાં મેનેજર તરીકે હું નોકરી કરુ છું અને ત્યારથી જ મેં નક્કી કર્યુ કે હું એરેંજમેરેજ તો નહી જ કરીશ અને એક દિવસ અચાનક મારી મમ્મી ની તબિયત બગડતા મેં મારા ફાધરનો કોન્ટેક્ટ કરી રહી હતી અને ત્યાં ફોનકોલ તમને લાગી ગયો અને વારંવાર એજ નંબર રીડાયલ કરતી રહી, પણ પછી મેં જોયુ તો હું ગલત નંબર ડાયલ કરી રહી હતી... અને આગળ તો તને ખબર છે જ. મારી જિંદગી માં હજુ સુધી કોઇને પણ પ્રવેશ નથી મળ્યો સિવાય તારા પાર્થ, તુ મને તારી જિંદગીમાં અપનાવી શકીશ, મને ખૂબ પ્રેમ આપી શકીશ?

અરે તુ પણ શું પાગલો જેવી વાતો કરે છે. મને તારા ભૂતકાળ સાથે કોઇ જ લેવાદેવા નથી. બસ હું તને સાચવી શકીશ, તારી કેર કરી શકીશ અને તને ખુબ જ પ્રેમ આપી શકીશ એટલો તો સક્ષમ હું છુ જ. અને નિકિતા ફરી પાર્થ ની બાહોમાં પીઘળી જાય છે.

સમય વીતી રહ્યો છે અને મરીનડ્રાઇવનાં અલ્હાદક વાતાવરણ માં આજનો દિવસ પીગળતો જ રહ્યો અને

અરે.. પાર્થ રાત્રીનાં ૧૦ થવા આવ્યા, મારે ઘરે જવુ પડશે અને ચાલ તુ પણ મારે ઘરે જ રોકાઇ જા.. મારી મમ્મી ને મળી તને આનંદ થશે.

ના આજે નહીં પણ બહુ જ જલ્દી તારી મોમ ને મળી ને તારો હાથ જરુરથી માંગી લઈશ આજે હું અહીં બોરીવલ્લીમાં જ મારી કઝીન ને ત્યાં રોકાઇશ એને કહીને જ આવ્યો છું અને તુ નિકળ તારે મોડુ થશે...

હા.. મમ્મી પથારીવશ છે અને તેને દવા આપવાનો સમય થઈ ગયો છે  અને એટલે મારે નિકળવું જ પડશે.. સોરી પાર્થ.

અરે એમાં શું સોરી કહેવાનું ફરજ તો નિભાવવી જ પડેને... ચાલ ઉભી થા અને ઘર તરફ જવા રવાના થા હું અહીં થી બોરીવલ્લી ની ટેક્ષી હાયર કરી ને નિકળી જઈશ.

મિસ યુ સો મચ કહી નિકિતા ફરી પાર્થ ને કસકસતું ચૂંબન અને હગ કરી... નિકિતા કાર પાર્કીંગ તરફ જવા રોડ ક્રોસ કરવા જાય છે અને અચાનક એક ફૂલસ્પિડ થી આવતી એક કાર નિકિતા ને હવામાં ઉડાડતી પસાર થઈ જાય છે.

પાર્થ પોતાની નજર ની સામે અકસ્માત જોઇ દિગ્મૂઢ થઈ જાય છે અને નિકિતા તરફ દોડે છે અને મોબાઇલ પર એમ્બ્યુલન્સ નો કોન્ટેક્ટ કરી મંગાવી લેય છે અને પૂર ઝડપથી દોડતી એમ્બ્યુલન્સમાં ઓઝલ થયેલી ભીની આંખો થી નિકિતાને જોતો રહે છે અને હાથ માં નિકિતા નો હાથ લઈને પસારતો રહે છે.

મિ. દેસાઇ ... પેશન્ટ નાં ઘાવ બહું જ ઊંડા હતા અને સર્જરી પણ કરવી પડી પણ માથા નાં ભાગે ઇંજરી વધારે અને પૂરી કોશિષ કરી પરંતુ ભગવાન ની ઇચ્છા આગળ કોઇનું ચાલી શક્તુ નથી... શી ઇઝ નો મોર.

અને આંખોની ભિનાશ ને સાફ કરતાં આજે એક વર્ષ પૂરુ થયુ નિકિતાની યાદો નેં...

“અરે બેટા પાર્થ ક્યાં સુધી તું નિકિતાની યાદોમાં રહીશ જે થવાનું હતું એ થઈ ગયુ પણ તારી પણ તો જિંદગી છે ને...

“હા મમ્મી, બસ આવતા મહીને તમારી છેલ્લી સર્જરી પૂરી થાય અને તમે સાજામાંજા થઈ ને હરતા ફરતા થઈ જાવ પછી હું મારી જિંદગીની બાબતમાં ચોક્કસ પણે વિચારીશ.  મારે પણ તો નવો જીવનસંસાર માંડવા બંને માતાઓના આશિર્વાદ પણ તો જોઇશે જ ને. અને ડો. પાર્થ દેસાઇ બેગ લઈને પાર્કીંગમાં પાર્ક કરેલી કાર ડ્રાઇવ કરતાં નીકળી પડે છે... નિકિતા હોસ્પિટલ જવા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational