Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Tragedy

3  

Pravina Avinash

Tragedy

અચાનક

અચાનક

2 mins
7.4K


સવારના પહોરમાં હિંચકા પર ઝુલી રહ્યા હતા. હરિ ચા બનાવતો હતો. માયા નાસ્તા માટેનું ટેબલ સજાવી રહી હતી. જીવન હવે કામકાજથી પરવારી બાકીની શેષ જિંદગી જ્યોતિ સાથે માણી રહ્યો હતો. બાળકો પરણીને પોતપોતાને ત્યાં સ્થાયી થયાં હતાં. એક દીકરો અને બે પુત્રીઓ, જમાઈ બાળકો વહુ સર્વે આનંદમંગલ પૂર્વક સંસારમાં રચ્યાંપચ્યાં હતાં. આખી જિંદગી હાથતાળી દઈને પસાર થઈ ગઈ. જિંદગીની સફરમાં આધેડ ઉંમરે પહોંચેલા જીવન અને જ્યોતિ નિર્લેપતાથી એકબીજાનો પ્રેમાળ સહવાસ માણવા ભાગ્યશાળી બન્યાં હતાં.

સવારની દિનચર્યા અને ચા નાસ્તો અતિ ઉમંગભેર આટોપી બંને કામમં પરોવાતાં. જીવન નિવૃત્તિ - નિવાસની પ્રવૃત્તિમાં સમયનો સદઊપયોગ કરતો અને જ્યોતિ અનાથ આશ્રમની બાળાઓને સ્વાશ્રયી બનાવવાની કેળવણીમાં રસ ધરાવતી. સૂરતની નજીક ડુમસમાં નદી કિનારે બંગલો હતો.

સંસારની ઝંઝાળથી પરવારેલાં પતિપત્ની સુંદર રીતે જીવી રહ્યાં હતાં. બાળકોને માતા પિતાના પૈસાની ખેવના હતી નહીં. હા, તેમની ગેરહાજરીમાં જે રહેશે તે તેમના ત્રણ વચ્ચે સરખે ભાગે મળવાનું જ હતું. જીવન અને જ્યોતિ જાણતાં હતાં કે બાળકો સંસ્કાર અને વિદ્યાને પરિણામે સુખ પામ્યા છે. નિવૃત્તિ - નિવાસના વયોવૃધ્ધને આશા અને ઉત્સાહ પ્રેરતો જીવન દરરોજ કાંઈક નવી નવી વાતો લાવતો એકાંકી વ્યક્તિઓનું એકલાપણું દૂર કરવાના પ્રયાસ આદરતો.

જીવનના મોબાઈલ પર ફોન આવ્યો જ્યોતિની રિક્ષાને અકસ્માત નડ્યો છે અને તેને ‘હરકિસન હોસ્પિટલમાં’ લઈ જવામાં આવી છે. જીવન સીધો હોસ્પિટલ પર આવી પહોંચ્યો.

જ્યોતિ માત્ર રિક્ષામાંથી પડી હોત તો બહુ વાંધો ન આવ્યો હોત. બનવા જોગ બાજુમાંથી સ્કુટર પસાર થઈ રહ્યું હતું. જેથી તેને ખાસું વાગ્યું. સ્કુટરવાળો તો રફુચક્કર થઈ ગયો. જ્યોતિને દસેક દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. ઘરમાંતો નોકર હતા એટલે વાંધો ન આવ્યો. સગવડ પ્રમાણે બાળકો આવીને મમ્મીની ખબર કાઢી ગયા.

અચાનક વણનોતરી તકલિફ આવી પણ જીવન, જ્યોતિની દેખરેખમાં ગુંથાયો. એક રાતના જ્યોતિ, જીવનને સૂતેલો જોઈ પોતાની મેળે બાથરૂમ સુધી ગઈ ત્યાં ફસડાઈ પડી અને તેનું પ્રાણ પંખેરું...


Rate this content
Log in

Similar gujarati story from Tragedy