Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Romance Drama Crime

2.6  

Pramod Mevada

Romance Drama Crime

એક સબંધ આવો પણ... (ભાગ - 13)

એક સબંધ આવો પણ... (ભાગ - 13)

3 mins
14.9K


ઈશા બેડ પર સુતી હતી. મીનાએ ઇશાની નજીક જવા પ્રયત્ન કર્યો પણ એની પહેલા પોલીસે એને રોકી લીધી અને ઈશા જીવે છે કે કેમ એ ચેક કર્યા પછી જ મીનાને જવા દીધી. એમ્બ્યુલન્સ આવતા જ સાથે આવેલ ડોક્ટરે ઇશાને ભાનમાં લાવવા પ્રયત્ન કર્યા અને તરત જ હોસ્પિટલ લઈ જવાની તજવીજ આદરી. ઇશાને સમયસર હોસ્પિટલ લઈ જવાતા તે બચી ગઈ પણ તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. મીના ઈશાની સાથે ને સાથે જ હતી એટલે તેને થોડીક હૂંફ મળી રહી. નહિતો તે વધુ ડિપ્રેશનમાં આવી જાત. બે દિવસ પછી ઈશાને ઘરે જવાની રજા અપાઈ. ઇશાએ મીનાને મયુર સાથે થયેલ વાતનો ટુંકમાં ઉલ્લેખ કર્યો અને મીનાએ તેને આશ્વસ્ત કરવા બનતા બધા પ્રયાસ કર્યા.  

આ તરફ મયુરને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે ઇશાને કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કર્યો પણ ઈશા હજુ ગુસ્સામાં હતી એટલે તેણે મયુર નો ફોન ન રિસીવ કર્યો. મયુરે તેને મેસેજ કર્યો તેનો પણ કોઈ જવાબ ન આપ્યો. મોડી રાત્રે ઇશાએ મયુરને ફક્ત ગુડ નાઈટ નો મેસેજ કરી દીધો. ઇશાએ જોયું તો પ્રતિકનો પણ મેસેજ આવેલો હતો. એણે મેસેજ વાંચ્યો પ્રતિકે લખ્યું હતું 'હલો કેમ છો?' ઇશાએ રીપ્લાય આપ્યો 'ઠીક'

પ્રતીક 'કેમ આજે આવો જવાબ! શું થયું કહો તો જરાક'

ઈશા 'આજે નહિ કાલે વાત કરીશું પ્લીઝ'

પ્રતીક 'ઓહકે એઝ યુ સે' 

ઈશા 'ગુડ નાઈટ' 

પ્રતીક 'ગુડ નાઈટ ટેક કેર'

ઇશાએ લેપટોપ બંધ કર્યું ખબર નહિ કેમ પણ તેને પ્રતિકના ટેક કેર માં લાગણી અનુભવાઈ તેને માનસિક રાહત લાગી. પળવાર તો થયું કે તે પ્રતિકને મેસેજર પર કોલ કરે અને કહી દે કે અત્યારે તેના મનમાં શું ચાલી રહ્યું છે. આખરે તેના હ્ર્દય પર વધુ એક વખત તેનું મગજ જીતી ગયું અને તેણે કઈ ન કહ્યું. 

સવારે ઈશા જાગી એટલે લેપટોપ ચાલુ કરતા જ સહુ પહેલા પ્રતિકનું આઈડી જોયું. તેને રોજિંદા ક્રમ મુજબ ગુડ મોર્નિંગ વિશ કર્યું હતું. ઇશાએ પ્રતિકને કોલ લગાવ્યો અચાનક જ. રિંગ વાગી રહી હતી. આખી રિંગ પુરી થઈ ગઈ પણ કોઈ રીપ્લાય ન મળતા તે થોડીક હતાશ થઈ. આશરે દસેક મિનિટ પછી પ્રતિકે તેને કોલબેક કર્યો. ઇશાએ કોલ રિસીવ કર્યો "ગુડ મોર્નિંગ" પ્રતીક "ગુડ મોર્નિંગ કેમ છો?" 

ઈશા "અમમ....હજુ તો મોર્નિંગ થઈ છે. જોઈએ દિવસ કેવો વીતે છે?" 

પ્રતીક "કેમ એવું કહો છો! દિવસ સારો જ વીતશે. જનરલી આપણે જે ધારીએ તેવું જ આસપાસ વાતાવરણ સર્જાતું હોય છે." 

ઈશા,, "હમ્મ." 

પ્રતીક, " શું થયું! ન ગમ્યો જવાબ?" 

ઈશા, "ના એવું તો કઈ નહિ પણ જવાબ જરાક અણધાર્યો હતો એટલે." 

પ્રતીક, "તમારો અવાજ સરસ છે." 

ઈશા, "થેન્ક્સ ફોર ધ કોમલીમેન્ટ" 

પ્રતીક. "મોડા વાત કરીશું? મારે થોડુંક કામ છે" 

ઈશા, "ઓહકે નો પ્રોબ્લેમ."

પ્રતીક, "ટેક કેર" 

ઈશા, "યુ ટું" 

પ્રતીકે સ્માઇલી મોકલ્યું અને ઈશા એ સ્માઇલી જોઈ વિચારમાં ખોવાઈ ગઈ. અચાનક એને ગગન યાદ આવી ગયો. ગગન સાથે જે રીતે વાત કરતી ઈશા એની અને પ્રતીક સાથે તુલના કરી રહી મનમાં. ગગન જે પોતાનો સ્વાર્થ સાધવા જ ઈશા સાથે ભળ્યો અને આ પ્રતીક કે જે લગભગ વરસ ઉપરથી ફ્રેન્ડ બન્યો છતાંય કોઈ વધુ ચર્ચા નહિ! શું નિસ્વાર્થ સબંધ સોશિઅલ મીડિયા થકી મળી શકે? ઈશા હજુ એના જ વિચારોમાં ખોવાઈ હતી.  

ખાસ્સી વાર સુધી એકજ સ્થિતિમાં બેસી રહેતા તેને પેઇન થવા લાગ્યું અને તે વિચારતંદ્રામાંથી બહાર આવી. માથું ભારે લાગતા તેણે કોફી પીવા માટે કિચનમાં જઈ કોફી બનાવી અને કોફીનો મગ લઈ તે સોફા પર બેઠી. પાસે પડેલું ટીવીનું રિમોટ ઉઠાવી તેણે ટીવી ઓન કર્યું. એક પછી એક ચેનલ ફેરવતા ફેરવતા અચાનક તે એક ચેનલ પર આવતો પ્રોગ્રામ જોઈ ચોંકી ગઈ. તેણે ધ્યાનથી જોયું તો... (ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Romance