Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Romance Thriller

3  

#DSK #DSK

Romance Thriller

યે રિશ્તા તેરા મેરા-૫

યે રિશ્તા તેરા મેરા-૫

6 mins
14.1K


[આગળ જોયુ નિરવા અને જયદીપ વચ્ચે અજુગતુ બની જાય છે, હવે આગળ....]

અંશ; "માય જાણું, ડીઅર જાણું, આઈ લવ યુ..."

મહેક; "આઈ લવ યુ..." આજે તો ઘણો મૂડ છે કંઇ.

અંશ; "હા...હમણા લોકો એ બિમાર પડવાનુ ઓછુ કર્યુ છે બોવ જ શાંતિ છે...હાશ..."

મહેક; :ઓ... હો...તો... તો.... ડોક્ટરને કમાણી ઓછી થતી હશે ?

અંશ;"મહેક!!! કમાણીનુ તો શુ છે ? એ આજે છે અને કાલે નથી !પણ....જિંદગીમાં મહત્વ છે તો પોતાની વ્યક્તિનુ, પોતાનુ અને સંબંધોનુ ! આ વાત મને સમજાય ગઇ છે, ઓછા પૈસા હશે તો હુ ચલાવી લઇશ પણ ?

મહેક; "પણ શુ અંશ ?"

અંશ; "પણ...હવે મને તારી આદત થઇ ગઇ છે, તુ મારી સાથે એવી રીતે જોડાય ગઇ છે કે ફ્રી ટાઈમ મા પણ તારા જ વિચાર આવે છે. તુ એવી રીતે મારી સાથે જોડાય ગઇ છે કે જે રીતે મારા શ્વાસ મારી સાથે, બસ, હવે તુ-હુ અને આપણો પરિવાર."

મહેક; "હમ્મ્મમ"

અંશ; "હુ થાકી જાવ છુ, મહેક ! ક્યારેક મારા જ દર્દીઓના મોં એથી સાંભળી ડોક્ટરલૂટે છે. મને એ નથી સમજાતુ આ સીટીમા સૌથી ઓછી તપાસ ફી મારી, મેડીકલ બિલ ઓછુ, શક્ય એટલી સારી અને સસ્તી દવા, સરકાર સાથે કરાર તેમ છતાય લોકો[ઉંડો નિ:સાસો નાખે છે]મારુ કેવુ બોલે છે !.

મહેક; "અંશ, તુ તો એવી વાત કરે છે કે..’સિંહ મારું મારણ કરે નહી કા.કે હુ શાકાહારી છુ’ બોલ, આમા સિંહને અને શાકાહારીને ક્યા સંબંધ છે ?"

અંશ; "મહેક બધુ જ સમજવા છ્તા અમૂક વખત આ વાત એક્સેપ્ટ નથી થતી."

મહેક; "સાચી વાત પણ....કોઇ તો એવુ છે જેની સાથે તુ આ બધુ ભુલી શકે છે ?"

અંશ; [મહેકનો હાથ પકડીને] "કોઇ એક જરૂર છે; પણ એ મારાથી દુર છે."

મહેક; [બંને હાથે અંશના ગાલ પર ચિટિયા ભરીને] "ના, એકદમ નજીક છે."

અંશ; [કિસ કરીને] "કેટલી ?"

મહેક; "તુ જેટલી સમજે ?"

અંશ; "ઓ હો" [મહેકને ગીલી પીચી કરીને રાડારાડ કરાવી મૂકી છે]

મહેક; "બસ બસ બસ અંશ હુ થાકી ગઇ હુ થાકી ગઇ."

અંશ; [કિસ કરીને] "થાક ઉતારી દઉ"

મહેક; "જો તારે થાક આમ જ ઉતારવો હોય તો ના."

અંશ; "લો બોવ કરી...."

મહેક; [એક્શન સાથે ] "લો ઓછી કરી." [બંને હસી પડ્યા]

અંશ; "કાલે આપણે મારા ફ્રેન્ડની ઓપનીંગમા જવાનુ છે

મહેક; "ઓકે"

અંશ; "તુ સાડી પહેર જે"

મહેક; "હમ્મ્મ"

અંશ; "હુ નવ વાગે લેવા આવીશ."

મહેક; "હવે, કશુ કે’વાનુ છે ?"

અંશ; "ના."

[બંને રાત્રે કેંડલાઇટ ડીનર માટે જાય છે.ખુબ મજાક-મસ્તી કરતા-કરતા ડીનર કરીને મહેકને અંશ ઘેર મુકી જાય છે. મહેકને તો ઘેર પહોચી ગયા પછી પણ અંશ સાથેના સીન યાદ આવતા રહે છે, અંશ તેને ખવડાવે છે. તુ ચિંતા ના કરતી ફ્યુચરમાં બધુ થઇ જશે અને હા જે સંબંધ સચ્ચાઇ પર બાંધ્યોને તેને તોડવો એ આમ લોકોના હાથની વાત નથી. બસ, તુ ખુશ રહે એટલે હુ ખુશ જ છુ અને હા મને કિસ કરતી રહે એટલે મારી બેટરી આપણા મેરેજ સુધી ચાર્જ થતી રહે.

મહેક; "અંશ? જા, નથી બોલવુ." [મો મચકોડ્યુ].

અંશ; "હવે બોલવાથી કે ન બોલવાથી કશુ થવાનુ નથી હુ તારા ગળે જ પડેલો છુ."

મહેક; "અંશ, તુ પાગલ છે."

અંશ; "ક્યારનોય. આમ તો તુ મને નાનપણથી જ ગમતી પણ ખબર નહી કેમ ક્યારેય પ્રેમ જેવુ ન લાગ્યુ અને લાગ્યુ ત્યારે હુ તને કહી જ ન શક્યો." [ત્યા તો ડોર બેલ વાગી]

મહેક; "ક્યારનીય બોલુ છુ આવુ છુ આવુ છુ સંભળાતુ નથી કે"

અંશ; માથુ હલાવીને ના પાડે છે

મહેક; પાગલ

અંશ; [મહેકનો હાથ ખેચીને] "વાઉ સો ક્યુટ સો બ્યુટીફુલ બાપરે ! આજની તારી આ અદા તો કાતિલ અને આ આશિકને મારી નાખે એવી જ છે."

મહેક; "બસ હવે લો"

અંશ; "એમ કેમ છોડી દઉ , જાનુ દિલ કરે ક્યાય જવુ જ નથી બસ આમ જ તને જકડીને પકડીને રાખુ."

મહેક; "ઓહો રીઅલી"

અંશ; "યસ"

મહેક; "ડોબો...નાલાયાક....પાગલ....બેશરમ....ચક ચક ન કર આ નેકલેસ પકડ ને બંદ કર".

અંશ; "લે આવુ મને ન આવડે ?"

મહેક; "મિસ્ટર બધુ જ કરવુ પડે."

અંશ; "રીઅલી, હુ બધુ જ શીખી લઇશ."

મહેક; "તારી સાથે તો વાત કરવી જ બેકાર છે."

અંશ; "ઓકે ઓકે મજાક કરુ છુ, તુ તો સાચો ગોસ્સો કરે છે.[બંને રેડી થઇ જાય છે] [ફંકશનમાં પહોચે છે ત્યા બંનેના ફ્રેન્ડ્સ હોય છે.બંને મળે છે.]

મિહિર; "અંશ થીસ ઇસ જયદીપ માય ફ્રેન્ડ"

અંશ; "હાય, જયદીપ"

જયદીપ; "હાય ડોક્ટરઅંશ તમે ?"

અંશ; "યા"

મિહિર; "જયદીપ 'સ્વર કંપનીનો માલિક છે."

અંશ; "ઓહો જયદીપ, ત્યા મહેક જોબ કરતી એ જ."

જયદીપ; "હમમ"

અંશ; "મહેક મહેક[મહેક આવે છે]

મહેક; ""બોલ

અંશ; જયદીપ...[જયદીપ પાછળ ફરીને ઉભો છે, આગળ ફરે છે]

મહેક; [થોડા ગુસ્સામા હોય તેમ] "ઓહો સર! તમે ?"

જયદીપ; "હા, મિહિર મારો ફ્રેન્ડ છે."

મહેક; "ઓહ"

મિહિર; "જયદીપ, અહીયા આવ જો, આ મારો દોસ્ત હુ તને કહેતો હતોને કે અમેરિકા છે એ" [અંશ મિહિર પાસે જતો રહે છે]

જયદીપ; "સગાઇ કરી લીધી?"

મહેક; "હા....તને એમ કે હુ તારી યાદમા રહીશ, રડીશ એમ ? મારી લાઇફ અને મારી ડીગ્રી પર પાણી ફેરવી દઇશ એમ ? હવે તને જલન થશે એટલે તુ મારી લાઇફમા દખલ કરીશ એમ.મે આપણી વાત અંશને કરેલી છે તુ ચિંતા ન કરતો."

જયદીપ; [હસીને] "મહેક...હુ આવુ કશુ જ વિચારતો નથી. તુ તારા મગજને ખોટો તણાવ આપે છે."

મહેક; "થાય તો શુ કરે ?"

જયદીપ; "પણ મને એવુ કશુ...."

મહેક; "હોય તોય શુ ?"

જયદીપ; "ઓકે બસ..."

મહેક; "નિરવા અને બેડ સુધી આવનાર બીજી બધી કેમ છે ?"

જયદીપ; "જક્કાસ, તારે પુછવુ પડે ? એ જયદીપ સાથે છે બેહતર જ હોય ને."

મહેક; "મારી જેમ ? છોડી મુકી રખડતી ? તમારી પત્ની નથી સર?

જયદીપ; "તેના ફ્રેન્ડ્સ સાથે છે.

મહેક; "હા સર, હુ ભુલી ગઇ. તેના ફ્રેન્ડ્સ સાથે જ હોય ને ! તમારા બેડ સુધી ચાર-પાંચ છોકરીઓ આવતી હોય ને નિરવાને કોઇ પ્રોબ્લેમ ન હોય તો, નિરવાના બેડ સુધી ચાર-પાંચ છોકરા આવતા હોય તો તમને પણ પ્રોબ્લેમ તો ન જ હોય ને સર ?અને નિરવા તે લોકો સાથે જ છે એમ કહોને સ...ર....?"

જયદીપ; [થોડા ઉંચા અવાજે] "મહેક,.."

મહેક; "ચુપ.... આ તારી કંપની નથી કે તુ મને ધક્કો મારીને કાઢી મુકે !

બીજુ ના હુ તારી કંપનીમા છુ કે ના તારી ગર્લફ્રેન્ડ હુ ડોક્ટરઅંશની ફીઆંસી છુ. ત્રીજુ સર હુ ખોટુ શુ બોલી ? જવાબ તમે જ આપો સર ? ડૉ.અંશના બેડ સુધી કોઇ આવતી નથી કેમ કે એ મને પંસદ નથી, આથી મારા બેડ સુધી કોઇ આવતુ નથી કેમ કે અંશને પસંદ નથી.પણ સર તમને તો આ બધુ ગમે છે. બંને બાજુ સરખુ હોય તો જ વાત બને સર. મને પાગલ સમજો છો કે?"

જયદીપ; ‘ડી’ તેની જગા એથી જતો રહ્યો, ત્યા તુ આવી.

મહેક;"તમે વાત બદલો છો સર ! ઓહો ! મારુ આટલુ ધ્યાન રાખે છો સર ?"

જયદીપ; "હુ પણ એક કંપનીનો માલિક છુ ને તેના કૌભાંડની વાત મારા સુધી આવી છે. તુ ધ્યાન રાખજે ‘ડી’ સારો માણસ નથી."

મહેક; "ઓહ...એટલે હવે, તને મારી પોસ્ટ જોવાતી નથી.?"

જયદીપ; "હુ તને સાચી વાત કરુ છુ, મજાકમા ન લે ?"

મહેક; [હસીને] સર કેવો માણસ છે ‘ડી’ ? પાક્કુ તમારા જેવો તો નહી જ હોય ?"

જયદીપ; "મહેક, હુ સાચુ કહુ છુ બસ, એ ગુસ્સો કરે તો તુ તેને પ્રેમથી અને જાણે તારે આ પોસ્ટની કોઇ જરુર જ નથી અને સર તમે ગયા પછી મારી તકલીફ વધી છે એવા બહાના કરજે બીજુ અંશનુ અને તારુ ધ્યાન રાખજે."

મહેક; "તમે મારા પર ઉપકાર કરો છો ?"

જયદીપ; "ના મારી ભુલનો પશ્ચાતાપ."

મહેક; "બોવ, મજાક થઇ સર."

જયદીપ; "‘ડી’નુ નામ લેવા કોઇ તૈયાર નથી આ તો એક્ટીવ કંપનીનો માલિક પોતે એટલો સક્ષમ છે એટલે બાકી એ ગમે તે કરી શકે છે."

મહેક; "નાટક બધુ જ નાટક..."

જયદીપ; "તુ અંશને પુછી લે ?"

અંશ; "મહેક..."તે જતી રહે છે

[જયદીપ પાછળ ફરે તો નિરવા હોય છે બંને જતા હોય છે ને વાતો કરતા હોય છે.)

નિરવા; "આ બધી જ ભુલ મારી છે જયદીપ."

જયદીપ; "ભુલ મારી પણ છે જ, પણ હવે, સ્વીકારથી કોઇ ફાઇદો નથી." [એક નિ;સાસો નાખે છે.]

[મહેક અને અંશ નીકળતા જ હોય છે કે મહેકના મમ્મીનો કોલ આવે છે]

મહેક; "બોલો મમ્મી શુ કરો છો ?"

મમ્મી; "સારુ, બેટા."

મહેક; "હુ ને અંશ એક ફંકશનમાથી નીકળીયે છીએ."

મમ્મી; "એક વાત કરવી છે પણ રેહેવા દે અત્યારે નહી."

મહેક; "ના બોલો મમ્મી."

મમ્મી; "ના બેટા એવુ કશુ જરૂરી નથી, પછી વાત કરુ" (કોલ કટ.)

અંશ; "શુ થયુ ?"

મહેક; "મમ્મીનો કોલ હતો, કશુ કામ હતુ મે કહ્યુ: ફંકશનામાથી નીકળીયે છીએ તો કે જરૂરી કામ નથી પછી વાત કરુ. વાત કંઇક એવી છે એટલે જ મમ્મી નિરાંતે વાત કરવા કહ્યુ અંશ." [વધુ આવતા અંકે]


Rate this content
Log in

Similar gujarati story from Romance