Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Tragedy Inspirational

5.0  

Kinjal Pandya

Tragedy Inspirational

અભયમ

અભયમ

3 mins
364


હું મિણબત્તી લઈને નીકળવામાં માનતી જ નથી. નહીં કે સદગત ની આત્માને શાંતિ આપજો એવી ખોખલી પ્રાર્થનામાં. હું તો કૃષ્ણ ભક્ત છું તો કર્મમાં માનું છું. આવતે જન્મે ફરી પાછી એને દિકરી તરીકે જન્મ આપજે અને પોતાના માટે જીવતા અને લડવા એને શક્તિ આપજે આવી પ્રાર્થના હું મારા માધવ ને કરતી હોઉં છું. આ રામ કે કૃષ્ણ ની ભૂમી છે તો આજ ભૂમી ના માણસો જગદંબાના જ તો બાળક છે એ કેમ ભૂલવું!? તો પછી થઈ ને સ્ત્રી આદ્યશક્તિ!? પોતાના ઘરની બહેન દિકરીઓને ટૂંકા કપડાં પહેરીને બહાર નીકળવા નથી દેતા ઘરના જ પુરુષો અને એ જ બહાર બીજી સ્ત્રીઓને ટૂંકા કપડાં પહેરેલી કે કપડાં વિનાની જોવા ઈચ્છતા હોય છે. કેમ? એ માનસિકતા મને સમજાતી નથી. ઘરમાં ભાઈ કે દીકરો ટીનેજર બને ત્યારે સૌથી પહેલું જ્ઞાન એને સ્ત્રી વિશે આપવું જોઈએ, એની માંએ એને કેટલા દુ:ખ વેઠી એને જન્મ આપ્યો, પોતાની માં, બહેન કે ભાભીઓ દર મહિને કેવા માનસિક અને શારીરિક તનાવમાંથી પસાર થતી હોય છે, ઘરની બહાર એ પુરુષોની નજરોથી ઘવાતી હોય છે, બધું જ. એને માહિતગાર કરો બધી જ રીતે. હવે સંસ્કૃતિ ને બચાવવી હોય તો આજના સમયમાં આટલું તો કરવું જ રહ્યું.  


એક છોકરો જ્યારે પોતાના જ ઘરની સ્ત્રીઓની માનસિકતા સમજતો થશે ને ત્યારે જ તે પુરુષ બની બહારની કે બીજી સ્ત્રીઓને માન આપી શકશે. એ પોતાની મા કે બહેનને ટૂંકા કપડાંમાં નાનપણથી જ જોવા ટેવાયેલો હસે ને તો જ બીજી સ્ત્રીઓ કેવા કપડા પહેરે છે એ જોઈને કોઈ ફરક ન પડશે. એને ખરાબ નજરે તો ન જ જોશે. બદલાવ એકાએક આવવાનો જ નથી. શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવી પડશે. રહી વાત બહેન દીકરીઓ કે સ્ત્રીઓની તો આપણે પોતે જ, પોતાને જ પહેલા અભય વચન આપવું પડશે. સ્ત્રીઓના રક્ષણ માટે અભયમ જેવા કાયદાઓ કે એના જેવી અનેક સંસ્થાઓ સ્ત્રીઓનું રક્ષણ કરશે કે મદદ કરશે આ બધી ખોખલી વાતો છે.


અથવા કંઈ કરતા પણ હોય છતાં પણ એના પર વિશ્વાસ મૂકવાની જગ્યા એ પોતાના પર વિશ્વાસ રાખતા શીખો. અભયમની ટીમ કે બીજા આપણી મદદે આવે તે પહેલાં જ આપણો શિકાર થઇ ચૂક્યો હશે. તમને શું ખાતરી કે અભયમ ની ટીમ તમને અભય રાખશે જ. બીજા ઉપર વિશ્વાસ મુકવા કરતા પહેલાં પોતાના પર વિશ્વાસ રાખો. જાણું છું શારીરિક રીતે પુરુષોની સામે સ્ત્રી બળ હંમેશા ઓછું જ પડે છે, એમાં પણ એક કરતાં વધુ પુરુષો હોય ત્યારે તો આપણે ભાંગીને ભુક્કો થઈ જઈએ છીએ એ સમયે તમારુ શારીરિક બળ નહીં તમારું મક્કમ મનોબળ કામ કરી જશે. મનોબળ મક્કમ હોયતો રાવણ પણ અડી નથી શકતો. લોકો, પોલીસ, કાનુન, સરકાર કંઈ જ નથી કરી શકવાના, નહીં કે તમારા ઘરના સભ્યો. જે કરવાનું હશે એ તમારે પોતે જ કરવું પડશે અને એક વખત ખ્યાલ આવી જાય કે મરવાનું તો છે જ તો સામનો કરીને કેમ ન મરવું, અને મારા મતે તો આ સામનો કર્યા પછી જીવ તો અવગતે ન જ જાય. જાણું આ બોલવું કે લખવું સહેલું છે પરંતું હવે આપણે આપણું જીવન સહેલું બનાવવું હોય તો જાતે જ મરણીયા પ્રયાસ કરવા જ રહ્યા. વાસ્તવિકતા અપનાવવી જ રહી. મહેરબાની કરીને હવે સ્ત્રીઓ જ સ્ત્રીઓને સાથ આપો. તમારા ભાઈ પિતા કે દીકરાએ આ ખરાબ કૃત્ય કર્યું છે તો લોકલાજ કે સમાજની બીક નેવે મૂકી તમારા જેવી બીજી સ્ત્રીને મદદ કરો. કોને ખબર આ જ વસ્તુ તમારી બહેન કે દીકરી સાથે પણ થઈ શકે અને કદાચ એ સમયે કોઈ મદદ માટે હાથ ન પણ લંબાવે.


 વાસ્તવિકતા અપનાવો, માનસિકતા બદલો તો જ સમાજ બદલાશે.  ટીવી કે છાપા સામે બેસી સરકાર કે લોકોને દોષ દેવાનું બંધ કરી તમારા ઘર પરિવારની રક્ષા અને સુધારા વિશે વિચારો. દેશની સરકારે તમારા માટે શું કર્યુ એ માટે લડવા કરતા દેશ માટે તમે શું કર્યુ એ અગત્યનું છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy