STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

હવે છોડો તમે

હવે છોડો તમે

1 min
386


રસમ તોડી શકાતી હોય તો તોડો તમે.

નહીં તો વાત ઠાલી આ હવે છોડો તમે.


ફરીથી કાચને જોડી શકાયા ક્યાં કદી ?

નકામી આ મહેનત છે ન એ જોડો તમે.


સરી જાશે સમય રેતી સરે છે એમ જો.

કાં તો સમજણ તણો ઝંડો ફરી ખોડો તમે.


સદી વીતી જશે તો પણ નહીં ખૂટે કથા.

રહો ના મૌન, ભાંડો વાતનો ફોડો તમે.


નદીતો જો સમંદરમાં ભળી જાતી સદા.

ભળી જાવુંજ છે તો વાર શી ? દોડો તમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational