એવું લાગે છે
એવું લાગે છે
તું હજુ પણ મને જોતી હોવ,
એવું લાગે છે,
મને રડતો જોઈ,
તું પણ રોતી હોવ,
એવું લાગે છે,
તારું નામ મનમાં આવે,
પગ થંભી જાય છે,
મનને ખાલીપો જીરવાય છે,
સમય આખો થંભી જાય છે,
ઉપરથી તું જાણે કંઈક કહેતી હોવ,
એવું લાગે છે,
મને એકલો જોઈ,
તું અહીંયા જ કંઈક આસપાસ રેહતી હોવ,
એવું લાગે છે.
હસતાં હસતાં તું યાદ આવે,
અચાનક ગંભીર થઈ જવાય છે,
આસપાસનો ખ્યાલ ન રહે,
બસ તારા મય થઈ જવાય છે,
મારો વિયોગ, તું પણ સેહતી હોવ,
એવું લાગે છે,
મને એકલો જોઈ,
તું અહીંયા જ ક્યાંક આસપાસ રેહતી હોવ,
એવું લાગે છે,
તું હજુ પણ મને જોતી હોવ,
એવું લાગે છે,
મને રડતો જોઈ,
તું પણ રોતી હોવ,
એવું લાગે છે.