Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

2  

Shaurya Parmar

Inspirational

નથી હું રેહવાનો!

નથી હું રેહવાનો!

1 min
1.4K


નથી હું અહિયાં રેહવાનો 
નથી કોઈને કશું કેહવાનો

હું તો અહિયાં ત્યાં, ઉપર નીચે, આગળ પાછળ, આમ તેમ, આજુ બાજુ, ચારેય બાજુ 
ધસમસતા નદીનાં પ્રવાહની જેમ વેહવાનો 
નથી હું અહિયાં રેહવાનો 
નથી કોઈને કશું કેહવાનો 

ચિંતા નથી મને આ સમાજની, કે શું કહેશે? 
ફિકર નથી મને આ જગતની, કે રેહવા દેશે? 
ખબરદાર જો કોઈએ મને કાંય પણ કીધું છે તો 
ઘણું બધું સહ્યું છે મેં આ જીવનમાં
હવે નથી હું સેહવાનો

હું તો અહિયાં ત્યાં, ઉપર નીચે, આગળ પાછળ, આમ તેમ , આજુ બાજુ, ચારેય બાજુ 
ધસમસતા નદીનાં પ્રવાહની જેમ વેહવાનો 
નથી હું અહિયાં રેહવાનો 
નથી કોઈને કશું કેહવાનો 

પાપ અને પુણ્યના ગોટાળે ચઢાવી મને ડરાવાનો વ્યર્થ પ્રયત્ન ના કર,
તેત્રીસ કરોડ છે જગતમાં કોઇતો હશે જ મારું જા થાય એમ કર, 
સારા કામના મેં કર્યા છે સરવાળા અને ગુણાકાર 
નથી હું આ સમાજ જેવો ઢોંગી જેણે કર્યા છે 
આ માનવજાતના બાદબાકી અને ભાગાકાર 
મને ડરાવાની કોશિશ ના કર હું તો માણસ છું આકાશ, અગ્નિ, જળ, જમીન, હવાનો 

હું તો અહિયાં ત્યાં, ઉપર નીચે, આગળ પાછળ, આમ તેમ, આજુ બાજુ, ચારેય બાજુ 
ધસમસતા નદીનાં પ્રવાહની જેમ વેહવાનો 
નથી હું અહિયાં રેહવાનો 
નથી કોઈને કશું કેહવાનો 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational