મર્મ
મર્મ


મન મારું કાયમ મુંઝાતું કરવા કેવા કર્મ હવે
માનવતાનો સાચો મર્મ જિંદગી સમજાવ મને.
ભજવવા પડશે કેટલા ચરિત્ર રંગમંચે હજુ,
સંબંધોના અસ્તિત્વનો મર્મ જિંદગી સમજાવ મને.
થાક્યા છતાં માનવ દોડે રૂપિયા ડોલર પાછળ પાછળ
'અમીરી' કોને કહેવાતી મર્મ જિંદગી સમજાવ મને.
સજજન મળે શૈતાન સ્વરૂપે, ખેલ કપટના ચારે કોર
માણસાઈ નો સાચો મર્મ જિંદગી સમજાવ મને.
રૂપ,રંગ,વેશ,ભાષા ભલે અલગ,
સાથે અગણિત છે ધર્મ મંદિર મસ્જિદ ને ચર્ચે....
રાખવો ક્યો ' પ્રભુ ' જિંદગી સમજાવ મને.
છેલ્લા શ્વાસ સુધી એષણાઓ પજવતી
જીવન સફરના મુકામનો મર્મ જિંદગી સમજાવ મને.
એ જિંદગી..... તારો મર્મ સમજતા વ્હી જશે સમય...
ઝટ... તારો મર્મ સમજાવ મને...!