Harshida Dipak

Romance


3  

Harshida Dipak

Romance


દિલમાં ધકધક

દિલમાં ધકધક

1 min 14K 1 min 14K

આ દિલમાં ધકધક કોની છે?

આ ભીતર નશનશ કોરી છે.

એક સામટા ઉછળે સઘળાં શ્વાસો સાથે,

આ શ્વાસે ધડકન કોની છે?


હોઠ વચાળે નામ દબાવી બેઠી છું,

પાંપણના પલકારે થઈ ગઈ એઠી હું. 

આ ગાલમાં ફરફર કોની છે?

આ જીભમાં હરફર કોની છે?

એય..છેટાની વાટ નિરખવા સમયની સાથે,

આ નજરમાં અવઢવ કોની છે?

આ દિલમાં ધકધક...


તુજને હું આ ચાવી આખા ઘરની આપું,

ભીંત ભલેને તૂટલી તોયે બારી વાખું.

આ બારણે ટકટક કોની છે?

આ ખોટી ટપટપ કોની છે?

થાય તને હું નીરખું જો પોતાની સાથે, 

આ વાયરે અટકળ કોની છે?

આ દિલમાં ધકધક...


Rate this content
Originality
Flow
Language
Cover Design