Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પ્રેમ વિશે
પ્રેમ વિશે
★★★★★

© Bharat Darji Aabhas

Inspirational

1 Minutes   13.7K    3


Content Ranking

પ્રેમ વિશે જાણકારી જોઈએ, 

ને ગુરૂ પણ ખાનદાની જોઈએ.

જીવવાની રીતને ભૂલી ગયા,

તંદુરસ્તી સોળઆની જોઈએ.

નામની સેવા ગુરૂની હોય છે,

શિષ્યને તો માલપાણી જોઈએ.

સ્પર્શ મારો આ ભલેને અંધ હો,

આંગળીઓ આફતાબી જોઈએ.ગઝલ

ચાલશેને, ફાવશેને, દોડશે.

આપણે ના હાડમારી જોઈએ.

આ દુ:ખોને સાચવે તેવી મને,

એક સારી કામવાળી જોઈએ.

આ જગત 'આભાસ'ને ભૂલે નહીં, 

મોત એવું લાજવાબી જોઈએ.

પ્રેમ આફતાબી જોઈએ તંદુરસ્તી ગઝલ ગુરુ આભાસ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..