Mukesh Jogi

Thriller


Mukesh Jogi

Thriller


આવે રડવું તે છતાં હસવું પડે

આવે રડવું તે છતાં હસવું પડે

1 min 13K 1 min 13K

આવે રડવું તે છતાં હસવું પડે,

એક નાટક છે રજુ કરવું પડે,


એકલો ઘોંઘાટ ના કર તું અહીં,

મૌન તારે પણ અનુસરવું પડે,


શક્ય હો અવકાશ જો મેળાપ નો,

તો સફર છોડી પરત ફરવું પડે,


હો ભલે છેટો કિનારો શું થયું,

એક શ્વાસે આપણે તરવું પડે,


અંત તો આવી ગયો છે પીડ નો,

આ અતીતોથી હવે સરવું પડે,


રીત આ સામીપ્યની ના પાલવે,

એક સાથે બેઉ ને મરવું પડે,


બીક કયાં "પાગલ " હવે છે કોઇની,

જાત થી જાતે જ તો ડરવું પડે.


Rate this content
Originality
Flow
Language
Cover Design