STORYMIRROR

Heena Pandya (ખુશી)

Classics Drama

4  

Heena Pandya (ખુશી)

Classics Drama

ઝાકળ ભીનું નગર

ઝાકળ ભીનું નગર

1 min
617


ઝાકળે ભીનું થયું આખું નગર.

નીતરી આજે ગયું આખું નગર.


છાંટતું ભીનાશ સઘળે જો ઘણું,

એક ઝરણું થૈ સર્યું આખું નગર.


છે સુગંધિત આજ તો મોસમ વગર.

પૂમડે મ્હોરી વળ્યું આખું નગર.


કોણ જાણે કોણ લાવ્યું છે વળી,

એ પ્રકાશે તો ટક્યું આખું નગર.


લાવ જો તું આછુ અજવાળું અહીં,

મેં સજાવ્યાં જો કર્યું આખું નગર.


લાગણીઓ પણ ગજબની છે મળી,

રાત થૈ પડખા ફર્યું આખું નગર.


આવવાનાં વાયદા છે એટલે,

મેં "ખુશી"થી છે ભર્યું આખું નગર.


Rate this content
Log in

Similar gujarati poem from Classics