Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational Others

4  

Shaurya Parmar

Inspirational Others

રાહમાં

રાહમાં

1 min
168


રાહમાં મળશે જો આંબો, 

તો પૂછી લઈશ કેરીનો ભાવ, 

મળ્યો એ આંબો ને પૂછ્યું, 

તો કે, વહેંચવું મારો સ્વભાવ ! 


રાહમાં મળશે જો વડ, 

તો પૂછી લઈશ છાંયડાનો ભાવ, 

મળ્યો એ વડલો ને પૂછ્યું, 

તો કે, વહેંચવું મારો સ્વભાવ ! 


રાહમાં મળશે જો રેવા, 

તો પૂછી લઈશ પાણીનો ભાવ, 

મળી એ રેવા ને પૂછ્યું, 

તો કે, વહેંચવું મારો સ્વભાવ,


રાહમાં મળશે જો મોગરો, 

તો પૂછી લઈશ સુગંધનો ભાવ, 

મળ્યો એ મોગરો ને પૂછ્યું, 

તો કે, વહેંચવું મારો સ્વભાવ,


રાહમાં મળશે જો મોરલો, 

તો પૂછી લઈશ ટહુકાનો ભાવ, 

મળ્યો એ મોરલો ને પૂછ્યું, 

તો કે, વહેંચવું મારો સ્વભાવ,


રાહમાં મળશે જો જંગલ, 

તો પૂછી લઈશ શાંતિનો ભાવ, 

મળ્યું એ જંગલ ને પૂછ્યું, 

તો કે,વહેંચવું મારો સ્વભાવ,


રાહમાં મળશે જો મેહુલો,  

તો પૂછી લઈશ ઠંડકનો ભાવ, 

મળ્યો એ મેહુલો ને પૂછ્યું, 

તો કે,વહેંચવું મારો સ્વભાવ,


રાહમાં મળશે જો માણસ, 

તો પૂછી લઈશ માનવતાનો ભાવ, 

મળ્યો એ માણસ ને પૂછ્યું, 

તો કે, ભેગું કરવું મારો સ્વભાવ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational