Chaitanya Joshi

Inspirational


Chaitanya Joshi

Inspirational


એ સૂરને ગીત તું...!

એ સૂરને ગીત તું...!

1 min 7.1K 1 min 7.1K

શબ્દોથી શું સ્તુતિ કરું શબ્દાતીત પ્રભુ તું!

અંશ અંશીની જન્મોજન્મની પ્રીત પ્રભુ તું!


પ્રતિ શ્વાસે સ્મરણ તારું સહજ કૃપાકારી, 

અવિરત વહેતા ભક્તપ્રેમનું સંગીત પ્રભુ તું! 


તું ના ભૂલી શકે તારાંને કે ન તારાં તને કદી,

ઉરની પ્રત્યેક ધડકને રખેને અંશી અંકિત તું! 


તને ભીંજવે નયનવારિ દ્રવીભૂત ઉરે સ્રવતાં, 

વિવશ બનાવી પ્રેમપાશે એમાં એની જીત તું! 


અભિવ્યક્તિ ઓછી પડે અબ્ધિવાસી તારામાં, 

વાત્સલ્યની પરાકાષ્ઠા એ સૂરને એનું ગીત તું! 
Rate this content
Originality
Flow
Language
Cover Design