STORYMIRROR

shital Pachchigar

Inspirational

3  

shital Pachchigar

Inspirational

ગુરુદેવને ગુરુદક્ષિણા

ગુરુદેવને ગુરુદક્ષિણા

1 min
195

શૂન્યમાંથી એ શેષ કરે તમને

કંઈકમાંથી એ વિશેષ કરે તમને,


તમારી ઓળખ શોધવામાં મદદ કરે તમને

ઓળખ શોધક બનાવી શ્રેષ્ઠ કરે તમને,


જીવનમાં જિંદગીની સહેજતા શીખવી તમને

અમૂલ્ય જીવનમાં મૂલ્યવાન કરે એ તમને,


ચરિત્રવાન વ્યક્તિત્વ પર ડાઘ ધણા કરે તમને

સંસ્કારોની તાલીમ આપી મેશની કાજલ કરે તમને,


શોખવશ, ભલવશ કોઈ પણ વૃતિવશ માર્ગ ભટકતા તમને

એ રીતે ઠપકો આપી સાચવી એ ટહુકો પ્રેમનો કરે તમને,


થઈ શકે તો એટલી કરો કૃપા અમારી પ્રભુજી તેમની

ભવ્યતા વશ હર જન્મે આપ અમારા ગુરુદેવ કરો તેમને,


હાથ એમનો અમારી પર રહે એ આશીર્વાદ આપો અમને

ગુરૂદ્વારા જે સંસ્કારનું સિંચન કર્યુ અમારામાં તેમણે,


તેજ ગુરુદેવ ને આપીએ ગુરુદક્ષિણામાં તેમને

બની ગુરુ ઘડતર કરીએ ભાવી ઘડવૈ આજના તેમજ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational