STORYMIRROR

Khyati Anjaria

Inspirational

4.0  

Khyati Anjaria

Inspirational

નારી

નારી

1 min
896


ના ફક્ત શક્તિ કે દુર્ગાના રૂપમાં દેખો,

ના "પુરુષ સમોવડી" થવાની હોડમાં રાખો,

કપરા સંજોગોને હંફાવ્યા, કદી ના હિમ્મત હારી છે,

દેવોનું સર્જન ધરતી પર, નારી તો કલ્યાણી છે.


મોતની સામે જંગે ચઢીને, નવજીવન નિર્માણ તું કરતી,

મમતાનું વરદાન છે તુજને, સૌનું જતન તું પ્રેમથી કરતી,

ઋણ તારું ચુકવી ના શકાશે, આખી દુનિયા આભારી છે,

કોમળ છે કમજોર ન ગણશો, ના લાચાર બિચારી છે.


માતા, પત્ની, દીકરી, બહેન, અગણિત રૂપે અવતરી,

હર રૂપે ઉત્તમ રહીને, તારી ફરજ પૂરી કરી,

પિંજરાનું પંખી નહિ કદાપિ, ઊંચી આકાશ ઉડનારી છે,

ગર્વથી કહેજે દુનિયાને, તું નારી છે, તું નારી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Khyati Anjaria

Similar gujarati poem from Inspirational