Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મારી ખુમારી
મારી ખુમારી
★★★★★

© Nayan Nimbark

Inspirational

1 Minutes   7.0K    6


Content Ranking

જિંદગીના ઝખમો પછીએ ટકી રહેશે ખુમારી જેવું;

હર શ્વાસોનું જીવન છે, બસ મોતની જ તૈયારી જેવું !!

સૂકા કિનારે ઉભો વિચારી રહ્યો છું આ રણના;

કોણ છીનવી ગયું પાણી દરિયાનું લાચારી જેવું !!

વરસી રહ્યા છે જાણે અગન ગોળાઓ ચારેઅોરથી;

ને તો પણ જીવું છું જીવન એક સંસારી જેવું !!

રુદન ક્યાં સુધી આવશે તારી આંખોમાંથી ઓ ઇન્સાન;

તારી આંખોને ન લાગવા દે સાવ આમ બિચારી જેવું !!

આકાશમાં આ વાદળ જેવું કાંઈક બંધાઈ રહ્યું છે, જોયું?

આગ ખૂટી ગઈ છે એ ધુમાડાની, હવે બચ્યું છે ચિંગારી જેવું !!

કોઈની હકીકતો એ કોઈના સપનાં છે, અચંબો છે !

નસીબે સામું જોયું, હસ્યું, ને કર્યું આંખ મિંચકારી જેવું !!

કવિતા જીવન આંખો

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..