ઇંન્તેજાર
ઇંન્તેજાર
તારો ઇંતજાર કરી થાકવાની હું નથી,
જાતને જૂઠો દિલાસો આપવાની હું નથી,
કદી તો મળી જઇશું રાહમાં વિશ્વાસ છે,
નિરાશ થઇને રસ્તો કાપવાની હું નથી,
જમાનો ભલે કહેશે સાવ દીવાની મને,
વાત એવી માનીને જરાયે હારવાની હું નથી,
આંખોમાં ઇંતેજાર રહેશે છેલ્લા શ્વાસ સુધી,
મળ્યા વગર ચેન કદી પામવાની હું નથી,
પ્રેમની શક્તિને ભલેને ન જાણી શકે તું,
ભરોસો સાવ એમ ગુમાવવાની હું નથી,
