Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

આહલાદક !

આહલાદક !

1 min
13.3K


ઉછળતા સાગરના ઉત્તંગ આહલાદક !

અંબુથી વહે ઝરણા સંગ આહલાદક !


વનની વનરાજી ખીલે વર્ષા આગમને,

ધેનુ ચરે ઘાસ હરિત રંગ આહલાદક !


સરિતા પરથી અનિલ મધુરો વહેતોને,

રવિ પ્રતિબિંબ શોભે અંગ આહલાદક !


કરીને મીઠો કલરવ વિહંગ જગ જગાડે,

ઉષા આગમન સોહે અનંગ આહલાદક !


દિશા પ્રાચી ઝળહળતી બાલરવિ સંગ,

રવિ અર્ઘ્ય જાણે જલગંગ આહલાદક !


રંગવૈવિધ્ય વ્યોમે સંધ્યા ઝાંઝર રણકે ,

નીડ ભણી વિચરે મુક્તખગ આહલાદક !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational