Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

4  

Shaurya Parmar

Inspirational

અટકવા દે ! ! !

અટકવા દે ! ! !

1 min
260




કંઈક સારું થવા,

અટકતું હશે,

તો અટકવા દે ! ! !


તું તારે કામ કરે રાખ,

તારું કામ કોઈને, ખટકતું હોય,

તો ખટકવા દે ! ! !


રોકવાના પ્રયાસો વ્યર્થ,

ને રાત દિ' કોઈ, લટકતું હોય,

તો લટકવા દે ! ! !


તારું સ્મિત કાફી છે મિત્ર,

જોઈ, કોઈનું છટકતું હોય,

તો છટકવા દે ! ! !


અહંમ સંતોષવા ફક્ત પોતનો,

કોઈ અહીંયા ત્યાં, ભટકતું હોય,

તો ભટકવા દે ! ! !


વલણ જોઈને તારું દોસ્ત,

કોઈ જો, નખ બટકતું હોય,

તો બટકવા દે ! ! !


તને જીતતો જોઈને આમ,

કોઈ જો, દૂરદર્શન પટકતું હોય,

તો પટકવા દે ! ! !


અંતે હાર માની લઈને,

કોઈ જો, ઝેર ગટકતું હોય,

તો ગટકવા દે ! ! !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational