STORYMIRROR

KANAKSINH THAKOR

Inspirational

4  

KANAKSINH THAKOR

Inspirational

માની યાદ

માની યાદ

1 min
852

કંઈક તો મારા જીવનમાં આજ ખોવાય છે

માની યાદ આવતાં આંખો મારી રોવાય છે 


ગામ આખું રખડુ,ભટકુ હું આખો દિવસ

મારા માટે એની આંખોમાં વાટ જોવાય છે


બની ગયો હું આજે બધાનો મોટો સાહેબ

મા વિના તો મારા ચારેકોર વાણા વાય છે 


ધન,દૌલત બહું કમાઈ લીધું છે આજે મેં

મા વિના આ હૈયુંજ મારું સાવ ખોવાય છે


ડનલોપનાં ગાદલામા વેરણ બની મારી નિંદર

મીઠી નિંદરતો માના પાલવમાં જ સુવાય છે  


કંઈક તો મારાં જીવનમાં આજ ખોવાય છે 

માની યાદ આવતાં આંખો મારી રોવાય છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational