Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આ વરસાદ તુજ વિન મને ગમતી નથી
આ વરસાદ તુજ વિન મને ગમતી નથી
★★★★★

© Anita Bhanushali

Romance

1 Minutes   7.0K    5


Content Ranking

તારી યાદોની ઝરમર એક પળ થમતી નથી,
આ વરસાદ તુજ વિન મને ગમતી નથી.. 

આકાશે મીટ માંડી બેઠું'તુ ચાતક,
વર્ષાએ દીધી એની આંખોને રાહત
હેતની હેલી વિન તૃષ્ણાં છીપતી નથી,
આ વરસાદ તુજ વિન મને ગમતી નથી..

અષાઢી મોરલો મારે આંગણે ટહુકતો,
વરસાદી વાયરો મને સ્પર્શે અછડતો
તોય એષણા મનની થનગનતી નથી,
આ વરસાદ તુજ વિન મને ગમતી નથી..

ડાળે ડાળે પંખીઓના મિલનની છે ચહેક,
મારા શ્વાસોમાં સમાઈ છે ધરતીની મહેક
શોભા પ્રકૃતિની આજ મનને જચતી નથી,
આ વરસાદ તુજ વિન મને ગમતી નથી..

આ વાદળોનો ગડગડાટ મુજને પજવતો,
આ વિજનો ચમકારો મારી આંખને કનડતો
મૂશળધારેય અગન મનની શમતી નથી,
આ વરસાદ તુજ વિન મને ગમતી નથી..

ભીની ભીની આંખો તુજને પોકારે,
કોરું કોરું મન ભીંજવાની રાહ નિહાળે
આવ હવે, આ વેળા વિરહની વિતતી નથી
આ વરસાદ તુજ વિન મને ગમતી નથી..

પ્રિયતમની યાદ અને વરસાદ ગીત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..