તુજને મુજમાં હજુ રહેવા દે..!
તુજને મુજમાં હજુ રહેવા દે..!
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
પીડા થોડી હજુ સહેવા દે,
તુજને મુજમાં હજુ રહેવા દે!
આરઝુ છે આ જિંદગીને હજુ તુજ સંગ જીવવાની...
યાદોને રક્ત બની નસનસમાં વહેવા દે...!
"મૌન" છે હવે નવી ભાષા સંવાદોની,
જગ્યા નથી હવે કોઈ વાદ-વિવાદોની;
મૂક એ શબ્દોને અશ્ક બની વરસવા દે,
તુજને મુજમાં હજુ રહેવા દે...!
મન અને મસ્તિષ્ક વચ્ચે દ્વંદ્વ છે ભારે,
તોફાનો અંતે લઈ જશે કિનારે,
હારેલ હૈયાને જંગ આ જીતવા દે...
તુજને મુજમાં હજુ રહેવા દે...!
દર્દનો હવે કોઈ વિકલ્પ નથી,
પણ, વિરહ એ પ્રેમનો અંત નથી,
ઘાયલ આ લાગણીઓને સાબિત એ કરવા દે,
તુજને મુજમાં હજુ રહેવા દે..!