દુલારી દીકરી...
દુલારી દીકરી...
પ્રાણથી પ્યારી દુલારી દીકરી,
તેજની ક્યારી દુલારી દીકરી.
વાત વાતે એને સંભારુ બધે,
મારું મન,મારી દુલારી દીકરી.
તું જ મારી હે સખી તું મિત્ર પણ,
જાઉં હું વારી દુલારી દીકરી !
દેવીને પ્રત્યક્ષ જોઉં કઈ રીતે,
મેં તને ધારી દુલારી દીકરી.
સત્ય કરુણામય જીવન એનું અને,
જૂઠ પર ભારી દુલારી દીકરી.
જોઉં તો જગદંબા જાણે લાગતી,
એમ શણગારી દુલારી દીકરી.
પ્રેમને અવતારવા ઈશ્વર મથ્યો,
એણે અવતારી દુલારી દીકરી.
બોલે તો પંખીનો ટહુકો લાગતી,
જાણે મહિયારી દુલારી દીકરી.
જાણે કોઈ સ્વર્ગની છે એ પરી,
એમ શણગારી દુલારી દીકરી.