Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaileshkumar Pandya

Inspirational

4  

Shaileshkumar Pandya

Inspirational

દીકરી

દીકરી

1 min
13.4K


કે હરિએ મોકલી છે પ્રેમની કંકોતરી,

નામ એને લ્યો દઈ દીધુ પછી, કે દીકરી.

આ દિશાઓ સૌ મહેંકી ગઇ ભલા ચોમેરથી,

કોઇ જાણે લૈ ને આવ્યા ફુલછાબી ટોકરી.

એક બીજુ સ્વર્ગ ધરતી પર ચીતરવાને હવે,

આ ગગનનાં ગોખથી કો' ઉતરી આવી પરી.

ઉંબરો ડોલે ને ફળિયું બોલે, કે આવ્યાં હરી,

ને દિવાલો નાચતી' તી સૌ પહેરી ઝાંઝરી.

વ્હાલનો દરિયો રહી ના જાય વાંઝિયો એટલે,

થઈ નદી એ સ્નેહની પિતાની આંખે અવતરી.

તુલસી, ચંદન, તિલક કે મુર્તિ, માળાને પુજા,

કોણ લઇને જાશે ઈશ્ચર લગ, મે કહ્યું દીકરી. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational