STORYMIRROR

Chirag Padhya

Inspirational

4  

Chirag Padhya

Inspirational

માતા -પત્ની

માતા -પત્ની

1 min
545

જીવનમાં અનમોલ બે વ્યક્તિ,

એક છે માં બીજી પત્ની.


એક શીખવે પ્રેમની ભાષા,

બીજી શીખવે પ્રેમ કરતા.


એક શીખવે દુનિયાદારી,

બીજી શીખવે દુનિયા જીવતા.


આ બંનેની હાજરીથી,

જીવનમાં છે આપણી હસ્તી.


જીવનમાં અનમોલ બે વ્યક્તિ,

એક છે માં બીજી પત્ની.


એકે આપ્યો જનમ આ જગમાં,

બીજીએ આ જનમ સુધાર્યો.


એકે સિંચ્યા ભંડાર ગુણોના,

બીજી એ આ ગુણો ટકાવ્યા.


આ બંનેએ સંસારના દરિયે,

આપણી તરાવી કશ્તી.


જીવનમાં અનમોલ બે વ્યક્તિ,

એક છે માં બીજી પત્ની.


એકના ટેકે શીખ્યા ચાલતા,

બીજીએ સંભાળ્યા પડતા.


એકે લુછ્યા આંસુ બાળપણમાં,

બીજીએ લુછયા ઘડપણમાં.


આ બંનેએ દુઃખના સમયે,

આશાઓ ટકાવી મરતી.


જીવનમાં અનમોલ બે વ્યક્તિ,

એક છે માં બીજી પત્ની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational