Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Romance

3  

Harshida Dipak

Romance

હાલને એલી !

હાલને એલી !

1 min
13.3K


વડલે બેઠો મોરલિયો આ વરસાદી 

  વાછટમાં કાંઈ ટહુકાભીનું ડોલે

હાલને એલી ! ગામને પાદર ચાર દિશાએ 

  વનમાં ઘૂમી ધીમું ધીમું હોલે હોલે..

ઓરડે ઝીણું અજવાળું ને 

   ડેલીએ શમણાં છમ્મ !

મેઘલી  રાતે  અંધારાથી 

   દીવડાઓ  ધમધમ !

કિચુડ કિચુડ ઝાંપલિયુના રવમાં ડૂબે 

    મનડું પછી ચડતું અરધા ઝોલે..

    હાલને એલી ! ગામને પાદર..

ફૂલડે ઊગે નામ નવેલું 

  શેરીએ પગલાં - છાપ 

ભરચક ભીની લાગણિયુંથી 

  ઊઘડે   આપો આપ 

બાર ચપોચપ ઊઘડી જાતાં મેઘધનુના 

   રંગ નિહાળી શ્યામલ હૈયું ખોલે ..

   હાલને એલી ! ગામને પાદર..


Rate this content
Log in

Similar gujarati poem from Romance