Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

શું સુંદર?

શું સુંદર?

1 min
13K


જિંદગીમાં શું મેળવ્યું એના કરતા શું આપ્યું,

એ જીવન યાત્રાને સુંદર રીતે સફળ

બનાવવાની ચાવી છે !

કમનિય સુડોળ આ કાયા સુંદર કે

સોહામણું પેલું મુખારવિંદ સુંદર કે

તેના પર ફરકતું સ્મિત સુંદર.

ગગને દિસતો પૂનમનો ચાંદ સુંદર કે

ટમટમતા અગણિત તારલિયા સુંદર કે

આકાશનો આ અસીમ પાલવ સુંદર.

નારી તારી મનમોહન ચાલ સુંદર કે

તારા બદનેથી નિતરતું સૌંદર્ય સુંદર કે

માતૃત્વથી ભિંજાતો મૃદુ ચહેરો સુંદર.

ફુલોથી મઘમઘતો લહેરાતો બાગ સુંદર કે

તેને કેળવી સોહાવ્યો બાગબાન સુંદર કે

કૃપા પામી અસ્તિત્વમાં લાવનાર સુંદર.

દેશને કાજે પ્રાણ બલિદાન કરનાર સુંદર કે

બહાદૂરી પર ગર્વ કરતાં માતાપિતા સુંદર કે

દેશ પર મરી મિટવાની તમન્ના સુંદર.

લેખક તારી કલમની કલામય કૃતિ સુંદર કે

તારા ઉચ્ચ વિચારોની હારમાળા સુંદર કે

તને પ્રેરણા બક્ષનાર તારી દૃષ્ટિ સુંદર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational