STORYMIRROR

Khyati Anjaria

Classics Fantasy

3  

Khyati Anjaria

Classics Fantasy

પ્રેમ એટલે કૃષ્ણ

પ્રેમ એટલે કૃષ્ણ

1 min
1.1K


કૃષ્ણની સંગે રુક્મણિ રાણી હિંચકે હેમ હિંડોળે (2)

મોરપીંછના ગાદી તકિયા આજુબાજુ શોભે..આજુબાજુ શોભે.

કૃષ્ણની સંગે ..


કરતાં અલક મલકની વાતો , રુકમણી કરવા બેઠા મીઠી ગમ્મત;

"બોલો હે શ્રી નાથ ! આપને કોની ઉપર છે વધુમાં ચાહત ?

વાંસળી વહાલી છે જેને તમે અધરે લઇને ચુમ્યા;

હું વહાલી કે ગોપીઓ જેની સંગે રાસે ઘૂમ્યા,

સાચું કહેજો સમ મારા છે, મનેય સાચું ગમશે ..મનેય સાચું ગમશે".

કૃષ્ણની સંગે ...


હસ્યા કૃષ્ણને બોલ્યા, "સાંભળ સાચે સાચું રાણી

તું હૈયું છે, શ્વાસ વાંસળી, ગોપીઓ મુખની વાણી"

રુકમણી રાણી મલકી ઉઠ્યા, પ્રસન્નતા છવાણી .... પ્રસન્નતા છવાણી

કૃષ્ણની સંગે ...


Rate this content
Log in

Similar gujarati poem from Classics